હર્ષ મેસવાણિયા

મુર્મૂ, દ્રોપદી

મુર્મૂ, દ્રોપદી (જ. 20 જૂન 1958, મયૂરભંજ, ઓડિશા) : આઝાદી પછી જન્મેલ સૌથી નાની વયના આદિવાસી સમુદાયના પ્રથમ અને ભારતના 15મા રાષ્ટ્રપતિ. દ્રૌપદી મુર્મુનો જન્મ સંથાલી આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ બિરંચી નારાયણ ટુડુ. પિતા અને દાદા ગ્રામપરિષદ(ગ્રામપંચાયત)ના પરંપરાગત વડા(નિયુક્ત સરપંચ) હતા. તેમના પરિવારે તેમનું નામ પુતિ ટુડુ રાખ્યું…

વધુ વાંચો >

મોદી, નરેન્દ્ર

મોદી, નરેન્દ્ર (જ. 17 સપ્ટેમ્બર 1950, વડનગર, જિ. મહેસાણા) : ભારતના 14મા વડાપ્રધાન. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી. 26મી મે 2014ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. 2019મા બીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. 1965માં પંદર વર્ષની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને 1972માં…

વધુ વાંચો >

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ (જ. 5 જૂન 1972, પંચુર, પૌઢી ગઢવાલ, ઉત્તરાખંડ) : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, લોકસભાના પૂર્વ સાંસદ, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા ગોરખમઠના મહંત, હિન્દુ યુવાવાહિનીના સ્થાપક. પૂર્વાશ્રમનું નામ અજયસિંહ બિષ્ટ. ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું તે પહેલાં તેમનો જન્મ પૌઢી ગઢવાલ જિલ્લાના પંચુરમાં થયો હતો. ગઢવાલની હેમવતીનંદન બહુગુણા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એસસીનો અભ્યાસ…

વધુ વાંચો >

રાણા, દગ્ગુબાતી

રાણા, દગ્ગુબાતી (જ. 14 ડિસેમ્બર 1984, ચેન્નાઈ, તમિલનાડુ) : અભિનેતા, નિર્માતા. રામાનાયડુ દગ્ગુબાતીને ચાહકો રાણા દગ્ગુબાતીના નામથી ઓળખે છે. તમિલ, તેલુગુ, હિન્દી ફિલ્મોમાં અભિનય કરીને દેશભરમાં જાણીતા થયેલા રાણા દગ્ગુબાતીનો આખો પરિવાર ફિલ્મમેકિંગ અને અભિનયમાં સક્રિય છે. તેમના દાદા ડી. રામાનાયડુ એક જમાનાના દક્ષિણની ફિલ્મોના ખૂબ જાણીતા ફિલ્મનિર્માતા હતા. તેમના…

વધુ વાંચો >

રામજી સિંહ પ્રો. ડૉ.

રામજી સિંહ પ્રો. ડૉ. (જ. 20 ડિસેમ્બર 1931, ઇંદ્રરૂખ, બિહાર) : રાજસ્થાનના લાડનું સ્થિત જૈન વિશ્વભારતી યુનિવર્સિટી પૂર્વકુલપતિ, પૂર્વસાંસદ, ગાંધીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટડીઝ-વારાણસીના પૂર્વનિર્દેશક. સ્વાતંત્ર્યસેનાની. પદ્મશ્રીથી સન્માનિત લેખક અને સંશોધક. રામજી સિંહનો જન્મ બિહારના મુંગેર જિલ્લામાં આવેલા ઇંદ્રરૂખ ગામમાં થયો હતો. 1942માં ગાંધીજીના ‘અંગ્રેજો ભારત છોડો આંદોલન’માં તેમણે ભાગ લીધો…

વધુ વાંચો >

રૂપાણી વિજય

રૂપાણી, વિજય (જ. 2 ઑગસ્ટ 1956, રંગૂન, બર્મા) : ગુજરાતના 16મા મુખ્યમંત્રી. રાજકોટ(પશ્ચિમ)ની બેઠક પરથી ધારાસભ્ય. વિજય રૂપાણીનો જન્મ ગુજરાતી પરિવારમાં મ્યાનમારના રંગૂનમાં થયો હતો. મ્યાનમારમાં રાજકીય અસ્થિરતા સર્જાતાં તેમના પિતા 1960ના દશકામાં રાજકોટ આવી ગયા હતા. વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીમાંથી એલએલ.બી.નો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની…

વધુ વાંચો >

વૉર્ન, શેન

વૉર્ન, શેન (જ. 13 સપ્ટેમ્બર 1969, ફર્નટ્રીગલી, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 4 માર્ચ 2022) : ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધારે વિકેટો લેવાનો શ્રીલંકાના ગોલંદાજ મુથૈયા મુરલીધરન પછી બીજા નંબરનો વિક્રમ પ્રસ્થાપિત કરનાર તથા વીસમી સદીના પાંચ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રેલિયાના સ્પિન ગોલંદાજ. આખું નામ શેન કીશ વૉર્ન, પરંતુ ક્રિકેટવર્તુળમાં ‘વૉર્ની’…

વધુ વાંચો >

શાહ, અમિત

શાહ, અમિત (જ. 22 ઑક્ટોબર 1964, મુંબઈ, મહારાષ્ટ્ર) : દેશના 31મા ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વરાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના પૂર્વગૃહમંત્રી. ભાજપના દિગ્ગજ નેતા અને ચૂંટણી-વ્યૂહરચનાકાર. અમિત શાહનો જન્મ મુંબઈસ્થિત ગુજરાતી પરિવારમાં થયો હતો. 16 વર્ષની ઉંમક સુધી પોતાના વતન માણસામાં રહીને અભ્યાસ કર્યો હતો. એ પછી તેમનો પરિવાર અમદાવાદ આવી વસ્યો…

વધુ વાંચો >

શિંદે, એકનાથ

શિંદે, એકનાથ (જ. 9 ફેબ્રુઆરી 1964, ડારે, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર સરકારના પૂર્વ શહેરીવિકાસ મંત્રી, મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અને ધારાસભ્ય. સતારા જિલ્લાના જ્વાલી તાલુકાના ડારેમાં જન્મેલા એકનાથ શિંદેનો પરિવાર થોડાં વર્ષો બાદ થાણેમાં સ્થાયી થયો હતો. થાણેમાં જ એકનાથ શિંદેએ શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આર્થિક સંકડામણ…

વધુ વાંચો >

સિન્હા, યશવંત

સિન્હા, યશવંત (જ. 6 નવેમ્બર 1937, પટણા, બિહાર) : પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી, પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી, નિવૃત્ત આઈએએસ અધિકારી, તૃણમૂલ કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. 1958માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયેલા યશવંત સિન્હા 1960માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં પાસ થઈને આઈએએસ બન્યા હતા. 1984 સુધી સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ અધિકારી તરીકે કાર્ય કરનારા…

વધુ વાંચો >