હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

ખારવેલ

ખારવેલ : (ઈ. પૂ. પહેલી સદી) કલિંગ(ઓરિસા)નો પ્રસિદ્ધ પ્રાચીન રાજવી. એ ચેદિ વંશનો ત્રીજો રાજા હતો. એ સોળમા વર્ષે યુવરાજ અને ચોવીસમા વર્ષે મહારાજપદે આવ્યો હતો. ખારવેલે કલિંગ નગરીનો અનેક રીતે ર્જીણોદ્ધાર કર્યો. એણે પશ્ચિમમાં કૃષ્ણા નદી સુધી વિજયકૂચ કરી, જૂની નહેરને રાજધાની સુધી લંબાવી, મગધના પાટનગર રાજગૃહને તારાજ કર્યું.…

વધુ વાંચો >

ગારુલક રાજ્ય

ગારુલક રાજ્ય : સૌરાષ્ટ્રમાં મૈત્રકોના આધિપત્ય નીચે શાસન કરતા રાજાઓનું રાજ્ય. ‘ગારુલક’ નામમાં ‘ગારુડક’ શબ્દ અભિપ્રેત લાગે છે. આ રાજાઓ પરમ ભાગવત હતા. ગારુલક રાજાઓનાં બે દાનશાસન મળ્યાં છે : વરાહદાસ બીજાનું ઈ. સ. 549નું અને સિંહાદિત્યનું ઈ. સ. 574નું. આ વંશનો પહેલો જ્ઞાત રાજા શૂર પહેલો મૈત્રક રાજવી ભટાર્ક(લગભગ…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુપ્ત સામ્રાજ્ય

ગુપ્ત સામ્રાજ્ય : ભારતનો સુવર્ણકાલીન રાજવંશ. મગધના મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી પાંચ સદીઓ બાદ ગુપ્ત વંશે મગધના સામ્રાજ્યની પુન:સ્થાપના કરીને ભારતના (ખાસ કરીને ઉત્તર ભારતના) રાજકીય તેમજ સાંસ્કૃતિક અભ્યુદય દ્વારા સુવર્ણકાલ પ્રવર્તાવ્યો. કેટલાંક પુરાણોમાં ગુપ્ત રાજ્યના ઉદય સુધીની ઐતિહાસિક અનુશ્રુતિ આપી છે, એમાં ગુપ્ત રાજાઓ પ્રયાગ, સાકેત અને મગધ પર…

વધુ વાંચો >

ગોવિંદ 2જો

ગોવિંદ 2જો (લગભગ ઈ. સ. 773–780) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા, કૃષ્ણ 1લાનો જ્યેષ્ઠ પુત્ર અને ઉત્તરાધિકારી. એ ‘પ્રભૂતવર્ષ’ અને ‘વિક્રમાવલોક’ એવાં અપર-નામ ધરાવતો. એ યુવરાજ હતો ત્યારે એણે વેંગીના રાજા વિષ્ણુવર્ધન ચોથાને હરાવી પરાક્રમ દર્શાવેલું. એ કુશળ અશ્વારોહ હતો. રાજા થયા પછી એણે ગોવર્ધન(જિ. નાસિક)માં વિજય કરેલો; પરંતુ પછી…

વધુ વાંચો >

ગોવિંદ 3જો

ગોવિંદ 3જો (શાસનકાળ ઈ. સ. 793–814) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો સહુથી પ્રતાપી રાજવી. પિતા ધ્રુવે એને યુવરાજ નીમીને સ્વેચ્છાએ ગાદીત્યાગ કર્યો હતો. એના મોટા ભાઈ સ્તંભે સામંતો અને પડોશીઓની મદદ લઈ એની સામે બળવો કર્યો, પણ ગોવિંદે બળવો શમાવી દઈ એને વફાદારીની શરતે ગંગવાડીનો અધિકાર પુન: સુપરત કર્યો. ગોવિંદે ગંગ…

વધુ વાંચો >

ગોવિંદરાજ પ્રભૂતવર્ષ

ગોવિંદરાજ પ્રભૂતવર્ષ (નવમી સદી) : લાટમંડલની રાષ્ટ્રકૂટ શાખાનો શાસક. લાટેશ્વર ઇન્દ્રરાજ અને એના પુત્ર કર્કરાજ સુવર્ણવર્ષ ઈ. સ. 800થી 830ના અરસામાં તળ-ગુજરાત પર રાજ્ય કરતા હતા. કર્કરાજનાં દાનપત્ર શક વર્ષ 734થી 746નાં મળ્યાં છે ને એના નાના ભાઈ ગોવિંદરાજ પ્રભૂતવર્ષનાં દાનપત્ર શક વર્ષ 732, 735 (740) અને 749નાં પ્રાપ્ત થયાં…

વધુ વાંચો >

ગ્રાહરિપુ

ગ્રાહરિપુ (શાસનકાલ લગભગ 940–982) : સોરઠના ચૂડાસમા વંશનો ચોથો રાજા, વિશ્વ-વરાહનો પુત્ર અને તેનો ઉત્તરાધિકારી. કહે છે કે ગ્રાહરિપુએ કચ્છના રાજા લાખા ફુલાણીના કબજામાં રહેલું મધ્ય સૌરાષ્ટ્રમાંનું આટકોટ જીતી લેવા યત્ન કરેલો ને ત્યારે એ બે રાજાઓ વચ્ચે સંઘર્ષ થયેલો; પરંતુ ઉત્તર ગુજરાતના સોલંકી રાજા મૂલરાજના આક્રમક વલણ સામે તેઓએ…

વધુ વાંચો >

ઘરાય

ઘરાય : મૈત્રકકાલીન વહીવટી વડું મથક. વલભીના મૈત્રક રાજા ધરસેન બીજા(લગભગ ઈ. સ. 570–595)ના નામના એક બનાવટી દાનશાસન(શક વર્ષ 400)નું બીજું પતરું મળ્યું છે, જે ખરેખર અનુ-મૈત્રક(ઈ. સ. 788–942) કાલના આરંભિક ભાગ દરમિયાન રાષ્ટ્રકૂટ દાનશાસનોના આધારે ઉપજાવાયું લાગે છે. એમાં ઘરાય વિષયનો ઉલ્લેખ આવે છે. આ વિષય(જિલ્લા)નું વડું મથક ઘરાય…

વધુ વાંચો >

ઘૂમલી

ઘૂમલી : જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં બરડા ડુંગરની તળેટીમાં આવેલી પ્રાચીન નગરી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલ સૈંધવ રાજ્યની રાજધાની ભૂતાંબિલિકા કે ભૂતાંબિલી હતી. આગળ જતાં એને ભૂભૃત્યલ્લી કે ભૂમિલિકા કે ભૂમલિકા કહી છે, જે હાલની ઘૂમલી છે. ઘૂમલીનો સૈંધવ વંશ લગભગ 735થી 920 સુધી સત્તા ધરાવતો હતો. એ પછી ત્યાં જેઠવા…

વધુ વાંચો >