હરસુખ થાનકી

આનંદ-ચલચિત્ર

આનંદ (ચલચિત્ર) : જિંદગીનો અંત નિકટ હોવાનું જાણવા છતાં પણ જે સમય બાકી છે તે ભરપૂર આનંદથી જીવી લેવા મથતા એક યુવકની હૃદયસ્પર્શી કથા નિરૂપતું હિંદી ચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માણ-સંસ્થા : રૂપમ્ ચિત્ર; પટકથા : હૃષીકેશ મુખરજી, ગુલઝાર, ડી. એન. મુખરજી; દિગ્દર્શન : હૃષીકેશ મુખરજી; સંવાદ : ગુલઝાર; ગીતકાર…

વધુ વાંચો >

આફ્રિકન ચલચિત્ર

આફ્રિકન ચલચિત્ર : આફ્રિકામાં ચાલતી ચલચિત્રનિર્માણની પ્રવૃત્તિ. નાણાંનો અભાવ, અપૂરતાં સાધનો, યોગ્ય તાલીમનો અભાવ, અપૂરતી ટૅકિનકલ જાણકારી અને વિતરણવ્યવસ્થાનો અભાવ વગેરે કારણો આફ્રિકન ચલચિત્રોનો વિકાસ રૂંધતાં રહ્યાં છે. આફ્રિકન ચલચિત્રોનો ઇતિહાસ પણ વિશ્વના બીજા ઘણા દેશો જેટલો જ જૂનો છે. છેક 1899માં ત્યાં ચિત્રનિર્માણ શરૂ થયું હતું. 1908માં પ્રથમ છબીઘર…

વધુ વાંચો >

ઈરાની, અરદેશર

ઈરાની, અરદેશર (જ. 5 ડિસેમ્બર 1885, પુણે; અ. 14 ઑક્ટોબર 1969 મુંબઈ) : પ્રથમ ભારતીય બોલપટ ‘આલમઆરા’ના નિર્માતા અને દિગ્દર્શક. પૂરું નામ અરદેશર મારવાન ઈરાની. ભારતીય ચલચિત્ર-ઉદ્યોગમાં પાયાનું પ્રદાન કરનારા અરદેશર ઈરાનીએ સ્થાપેલી ‘ઇમ્પીરિયલ ફિલ્મ કંપની’એ અનેક યાદગાર ચિત્રોનું સર્જન કર્યું હતું. શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા અરદેશર ઈરાનીએ જાતજાતની…

વધુ વાંચો >

એશિયન ચલચિત્ર

એશિયન ચલચિત્ર : ભારત સહિત એશિયા ખંડના તમામ દેશોમાં ચાલતી ચલચિત્ર-નિર્માણની પ્રવૃત્તિ. ભારત આ ક્ષેત્રે ચિત્રનિર્માણની સંખ્યાની દૃષ્ટિએ તો હૉલિવુડની બરાબરી કરે છે અને એકવીસમી સદીનો આરંભ થતા સુધીમાં તો વિશ્વ સિનેમામાં ભારતીય ચલચિત્રે તેની ઓળખ પણ ઊભી કરી દીધી છે. ભારતીય કલાકારો તથા કસબીઓની હૉલિવુડમાં પણ માંગ ઊભી થવા…

વધુ વાંચો >

ઑસ્કાર એવૉર્ડ

ઑસ્કાર એવૉર્ડ : ચલચિત્રજગતમાં શ્રેષ્ઠ પ્રદાન માટે દર વર્ષે એનાયત કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રથમ કક્ષાના ગૌરવવંતા એવૉર્ડ. સ્થાપના અમેરિકામાં 1929માં. વર્ષ – દરમિયાન રજૂ થયેલી ફિલ્મોમાંથી ઉત્તમ ફિલ્મોની પસંદગી કરીને એકૅડેમી ઑવ્ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝ તરફથી પારિતોષિક રૂપે જે સુવર્ણપ્રતિમા આપવામાં આવે છે તેને ‘ઑસ્કાર’ નામે ઓળખવામાં…

વધુ વાંચો >

ઑસ્ટ્રેલિયન ચલચિત્ર

ઑસ્ટ્રેલિયન ચલચિત્ર : 1970 પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકેલો ઑસ્ટ્રેલિયાનો ચલચિત્ર-ઉદ્યોગ. ઑસ્ટ્રેલિયાના ચલચિત્ર-ઉદ્યોગની પ્રગતિ એક લાંબા સંઘર્ષ પછી થઈ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરતાં તેને ઘણો સમય લાગ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં જોકે વૃત્તાંતચિત્રો અને દસ્તાવેજી ચિત્રોની સમૃદ્ધ પરંપરા રહી છે. ચલચિત્રોનો પ્રારંભ ઑસ્ટ્રેલિયામાં પણ 1896માં થઈ ચૂક્યો હતો. એ વખતે થોડાં સમાચાર-ચિત્રો…

વધુ વાંચો >

કોનેરી સીન ટૉમસ

કોનેરી, સીન ટૉમસ (જ. 25 ઑગસ્ટ 1930, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 31 ઑક્ટોબર 2020, લીફૉર્ડ કે, બહામા) : અભિનેતા. મૂળ નામ : ટૉમસ સીન કોનેરી. પિતા જૉસેફ કોનેરી કારખાનામાં કામદાર હતા. માતા યુફેમિયા મેકલીન ઘરોમાં કચરાપોતાં કરવાનું કામ કરતાં. બ્રિટિશ સિક્રેટ સર્વિસના જાસૂસ જેમ્સ બૉન્ડ 007નું કાલ્પનિક પાત્ર ભજવીને જીવંત દંતકથા…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

તરંગ

તરંગ : એક અતિકરુણ હિંદી ચલચિત્ર. નિર્માણ વર્ષ : 1984, નિર્માણ સંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, પટકથા: કુમાર સહાની અને રોશન સહાની : દિગ્દર્શન :કુમાર સહાની, સંવાદ : વિજય શુકલ, ગીતકાર : સઘુવીર સહાય અને ગુલઝાર, છબીકલા : કે. કે. મહાજન, સંગીત : વનરાજ ભાટિયા, મુખ્ય ભૂમિકા : સ્મિતા…

વધુ વાંચો >

તીસરી કસમ

તીસરી કસમ : 1966ના વર્ષનું રાષ્ટ્રીય પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ હિંદી ચલચિત્ર. બિહારની પૃષ્ઠભૂમિમાં આકાર લેતી ગામના એક ભલાભોળા ગાડીવાન હીરામન અને નૌટંકીની નર્તકી હીરાબાઈના હૃદયમાં એકબીજાં પ્રત્યે પાંગરતી કુમળી લાગણીઓનું સુંદર નિરૂપણ આ શ્વેત અને શ્યામ ચલચિત્રમાં કરાયું છે. ખ્યાતનામ હિંદી સાહિત્યકાર ફણીશ્વરનાથ ‘રેણુ’ની એક પ્રસિદ્ધ ટૂંકી વાર્તા ‘મારે ગયે…

વધુ વાંચો >