સ્થાપત્યકલા

કાલિક્રાટેસ

કાલિક્રાટેસ (ઈ. પૂ. પાંચમી સદી) : પ્રાચીન ગ્રીક સ્થપતિ. એક્રોપૉલિસ ખાતે દેવી ઍથિના નાઇકીનાં અને સ્થપતિ ઇક્ટિનૂસ સાથે પાર્થેનૉનનાં મંદિરોની ડિઝાઇન તેણે કરેલી. એક્રોપૉલિસ ખાતેનું દેવી ઍથિના નાઇકીનું મંદિર કાલિક્રાટોસે ગ્રીક સ્થાપત્યની આયૉનિક શૈલીમાં ડિઝાઇન કર્યું છે. આ મંદિરનું બાંધકામ ઈ. પૂ. 427માં શરૂ થયું અને ઈ. પૂ. 424માં પૂર્ણ…

વધુ વાંચો >

કિંગપોસ્ટ

કિંગપોસ્ટ : બે બાજુ ઢળતાં છાપરાં માટે જે ત્રિકોણાકાર આધાર ઊભા કરવા પડે છે તે આખા ત્રિકોણને સ્થાપત્યની પરિભાષામાં કિંગપોસ્ટ ટ્રસ કહેવામાં આવે છે. ત્રિકોણના ઉપરના ભાગથી એટલે કે મોભટોચથી, એને ટેકો આપવા ત્રિકોણના નીચેના કેન્દ્રના આધાર સુધીનો લાકડાનો સ્તંભ તે કિંગપોસ્ટ.   મન્વિતા બારાડી

વધુ વાંચો >

કિંદરખેડાનું સૂર્યમંદિર

કિંદરખેડાનું સૂર્યમંદિર : કિંદરખેડા(જિ. જૂનાગઢ)નું પૂર્વાભિમુખ સૂર્યમંદિર. તે ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, ગૂઢમંડપ અને મુખમંડપનું બનેલું છે. તેના સમચોરસ ગર્ભગૃહમાં સૂર્ય અને સૂર્યાક્ષીની મૂર્તિઓના અવશેષ નજરે પડે છે. ગૂઢમંડપ અને મુખમંડપ લંબચોરસ છે. મંડપની બંને બાજુની દીવાલોમાં જાળીની રચના છે. તેમાં પૂર્ણવિકસિત કમળની ઊભી તથા આડી ત્રણ ત્રણ હરોળ છે. ગર્ભગૃહ પર…

વધુ વાંચો >

કીર્તિસ્તંભ

કીર્તિસ્તંભ : ભારતીય સ્થાપત્યનો વિશિષ્ટ પ્રકાર. મંડપરચના તેમજ રાજમાર્ગની વચમાં દીપસ્તંભ કે તળાવમાં જલસ્તંભ તરીકે સીમા દર્શાવવા માટે બંધાવેલા સીમાસ્તંભ કે ચિહનસ્તંભ તેમજ મહાલયના ચોગાનમાં કીર્તિસ્તંભ તેમજ ગરુડસ્તંભ, બ્રહ્મસ્તંભ વગેરે અનેક પ્રકારના સ્તંભ જુદા જુદા ઉપયોગ માટે બાંધવામાં આવતા અને તે સ્તંભનું વિભિન્ન શૈલી મુજબ શિલ્પકામ થતું. ભારતની સ્થાપત્યકલામાં આમ…

વધુ વાંચો >

કુડુ

કુડુ : મંદિર-સ્થાપત્યમાં દેખાતી સામાન્ય રીતે ઘોડાની નાળના જેવા આકારની બારી. કાળક્રમે તે ક્ષીણ થતાં માત્ર સુશોભન તરીકે રહેલ. ‘કુડુ’ની ડિઝાઇન પલ્લવોના સમયમાં (ઈ. 300થી 800) દક્ષિણ ભારતમાં દાખલ થયેલી. બધે બને છે તેમ તેની ડિઝાઇનમાં ક્રમશ: ફેરફાર થતો ગયો. આ ડિઝાઇન અને તેમાં થતા ફેરફાર ઉપરથી સ્થાપત્ય અર્થાત્ મકાન…

વધુ વાંચો >

કુતુબ મસ્જિદ

કુતુબ મસ્જિદ : ગુલામવંશની સ્થાપના પછીનું મુસ્લિમ પ્રણાલીનું પહેલું અગત્યનું સ્થાપત્ય. કુતુબુદ્દીન ઐબકે તેનું બાંધકામ કરાવ્યું હતું. આ મસ્જિદમાં ઉત્તરોત્તર સુધારાવધારા થતા રહેલ. તેથી લગભગ 1200 અને 1206 સુધી તે ઇમારત બંધાતી રહેલી. પ્રથમ તબક્કામાં તત્કાલીન હિંદુ કિલ્લાની અંદરના તથા આસપાસનાં મંદિરોના ભાગોનો ઉપયોગ કરી મસ્જિદનું આયોજન થયેલું. આ પ્રમાણે…

વધુ વાંચો >

કુતુબ મિનાર

કુતુબ મિનાર : દિલ્હીથી આશરે 17 કિમી. દૂર આવેલો વિશ્વવિખ્યાત મિનાર. હિંદુ-મુસ્લિમ સ્થાપત્યશૈલીના સમન્વયનો તે ઉત્તમ નમૂનો છે. દિલ્હીના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે 1199માં તેના બાંધકામની શરૂઆત કરી હતી. તે કુલ પાંચ માળનો છે અને તેની વર્તમાન ઊંચાઈ 72.56 મીટર જેટલી છે. તેના ભોંયતળિયાના વર્તુળાકાર ક્ષેત્રનો વ્યાસ 14.40 મીટર તથા…

વધુ વાંચો >

કુત્બુદ્દીન મુહમ્મદખાનનો મકબરો

કુત્બુદ્દીન મુહમ્મદખાનનો મકબરો : ગુજરાતના એક મુસ્લિમ સંતની દરગાહ. ગુજરાતના છેલ્લા સુલતાન મુજફ્ફરશાહે મીરઝા અજીજ કોકાના કાકા કુત્બુદ્દીન મુહમ્મદખાનનો 1583માં વધ કરાવેલો. એ સંતપુરુષની કબર પર કરેલો ઈંટેરી મકબરો વડોદરામાં મકરપુરા પૅલેસ તરફ જવાના રસ્તે આવેલો છે. ઊંચી પીઠ પર બાંધેલ આ અષ્ટકોણ ઇમારત દિલ્હીના તત્કાલીન મકબરાને મળતી આવે છે.…

વધુ વાંચો >

કુફૂ(ખુફુ)નો પિરામિડ

કુફૂ(ખુફુ)નો પિરામિડ : ઇજિપ્તના ચોથા રાજવંશના ફારોહ કુફૂએ ઈ.પૂ.ના ઓગણત્રીસમા સૈકામાં ગિઝેહમાં બાંધેલો રાક્ષસી કદનો પિરામિડ. તે આશરે 160 મીટર ઊંચો છે. તેર એકરમાં પથરાયેલા આ પિરામિડના પાયાની પ્રત્યેક બાજુ અઢીસો મીટર લાંબી છે તથા અઢી ટનનો એક એવા વીસ લાખથી વધારે પથ્થરો તેમાં વપરાયા છે અને તેને બાંધતાં સવાલાખ…

વધુ વાંચો >

કુમ્ભપંચારમ્

કુમ્ભપંચારમ્ : દક્ષિણ ભારતનાં મંદિરોના સ્થાપત્યમાં ઉપયોગમાં લેવાયેલા વિશિષ્ટ સ્તંભો. અત્યંત કૌશલપૂર્ણ શિલ્પ-સ્થાપત્યના મિશ્ર સ્વરૂપે તેમની રચના કરવામાં આવતી. આ રચનાઓ દ્વારા ઘણી વખત દાતાઓનાં શિલ્પ અને ઘણી વખત પ્રાણીઓનાં આકૃતિ દર્શાવતાં શિલ્પોનું સ્તંભની સાથે આયોજન કરીને આધાર આપતા ઇમારતી ભાગને વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવતું. આ જાતના સ્તંભોને કુમ્ભપંચારમ્ કહેવામાં…

વધુ વાંચો >