સોનલ મણિયાર
બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી, વડોદરા (1894)
બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી, વડોદરા (1894) : ગુજરાતનું સદીજૂનું અનન્ય સંગ્રહાલય. બહુહેતુક વિશાળ સંગ્રહ ધરાવતા ગુજરાતના આ સૌથી મોટા રાજ્ય સંગ્રહાલયની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ દરમિયાન થઈ હતી. પ્રજાવત્સલ રાજાએ પ્રજામાં વિજ્ઞાન અને કલા-ર્દષ્ટિ વિકસે એ માટે તેની રચના કરી હતી. વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના…
વધુ વાંચો >બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર
બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર (સ્થાપના 1883) : ગુજરાતનું એક બહુહેતુલક્ષી સંગ્રહાલય. તે 1895માં બાર્ટન પુસ્તકાલયના મકાનમાં શરૂ થયેલું. આ સંગ્રહાલય આઝાદી પછી 1955થી ગાંધીસ્મૃતિ ટ્રસ્ટના વહીવટ હેઠળ હતું. 1982થી તે ગુજરાત રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ હસ્તક મુકાયું છે. આ સંગ્રહાલયમાં પથ્થરયુગનાં ઓજારો, અશ્મીભૂત અવશેષો અને પ્રાગ્-ઐતિહાસિક પ્રાણીના અવશેષોનો સંગ્રહ પ્રદર્શિત…
વધુ વાંચો >બિરલા ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ, કૉલકાતા
બિરલા ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ, કૉલકાતા (1959) : વિજ્ઞાનની વિવિધ વિદ્યાશાખાઓ, ઉદ્યોગો અને યંત્રવિદ્યાનું સંગ્રહાલય. રવીન્દ્રનાથ ટાગોર અને ત્યારબાદ ઉદ્યોગપતિ બિરલાનું જે નિવાસસ્થાન હતું તે ઐતિહાસિક વિશાળ મકાનને ઘનશ્યામદાસ બિરલાએ સંગ્રહાલય બનાવવા માટે દાનમાં આપ્યું હતું. ત્યાં ઇન્ડસ્ટ્રિયલ અને ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ બનાવતી વખતે મ્યુનિચના Deutsches Museum અને લંડનના સાયન્સ મ્યુઝિયમને…
વધુ વાંચો >બિરલા સાયન્સ મ્યુઝિયમ, પિલાણી, રાજસ્થાન
બિરલા સાયન્સ મ્યુઝિયમ, પિલાણી, રાજસ્થાન (1956) : ટૅકનૉલૉજી અને ઉદ્યોગોને નાના નમૂનાઓ દ્વારા સમજાવવા માટેનું વિજ્ઞાન-સંગ્રહાલય. ઘનશ્યામદાસ બિરલાએ 1956માં આ સંગ્રહાલય સ્થાપ્યું ત્યારે તે ‘સેન્ટ્રલ મ્યુઝિયમ’ તરીકે ઓળખાતું હતું અને હાલ ‘બિરલા મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે. અહીં વસ્ત્રઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગ અને ખાણઉદ્યોગને લગતા વિષયોની નમૂનાઓ દ્વારા થયેલી રજૂઆત સવિશેષ નોંધપાત્ર…
વધુ વાંચો >બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ, સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ
બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ, સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ (સ્થા. 1946) : શરીરવિજ્ઞાન અને તબીબી વિદ્યાને લગતું ગુજરાતનું એકમાત્ર વિશાળ અને વૈવિધ્યપૂર્ણ સંગ્રહાલય. બી. જે. મેડિકલ કૉલેજની સ્થાપના સાથે જ શરીરચનાશાસ્ત્ર (anatomy) સંગ્રહાલયની શરૂઆત થઈ હતી. ડૉ. બર્વે, ડૉ. છત્રપતિ અને ડૉ. ભટ્ટના પ્રયત્નો બાદ સંગ્રહાલયની યોજનાને મૂર્ત સ્વરૂપ મળ્યું. 1,124…
વધુ વાંચો >બેડેકર, વસંત હરિકૃષ્ણ
બેડેકર, વસંત હરિકૃષ્ણ (જ. 7 નવેમ્બર 1929, આપ્ટે, મહારાષ્ટ્ર) : ભારતમાં સંગ્રહાલયવિદ્યાની શાખાઓમાં નૂતન મ્યુઝિયૉલૉજીના પ્રણેતા. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. માતા ઇન્દિરા અને પિતા હરિકૃષ્ણ. પિતા ચિત્રકાર હોવાથી બાળપણથી એ સંસ્કારોની અસર હતી અને તેથી ચિત્રો દોરતા થયેલા. કલાના ઊંડાણને પામતાં પહેલાં તત્વજ્ઞાનનો અભ્યાસ અનિવાર્ય લાગ્યો; આથી 1951થી 1954માં તત્વજ્ઞાન મુખ્ય…
વધુ વાંચો >બૅંગકૉક નૅશનલ મ્યુઝિયમ
બૅંગકૉક નૅશનલ મ્યુઝિયમ (સ્થાપના 1874) : થાઇલૅન્ડના સાંસ્કૃતિક, ધાર્મિક અને પુરાતત્વીય અવશેષોનું સંગ્રહસ્થાન. રાજા ચુલાલૉનગકૉર્મની પ્રેરણાથી આ સંગ્રહાલય સ્થપાયું. સંગ્રહાલયના મુખ્ય મકાનનું ઐતિહાસિક મહત્વ છે. તે રાજાના દ્વિતીય કુંવર વાંગના માટે બનાવેલો મહેલ છે. બૅંગકૉક શહેરનો ઈ. સ. 1782માં પાયો નંખાયો તે સમયે આ મહેલ સૌપ્રથમ બાંધવામાં આવ્યો. ઈ. સ.…
વધુ વાંચો >બૉસ્ટન ફાઇન આર્ટ્સ મ્યુઝિયમ
બૉસ્ટન ફાઇન આર્ટ્સ મ્યુઝિયમ (1876) : વિશ્વના લલિતકળાના શ્રેષ્ઠતમ નમૂનાઓ ધરાવતું અમેરિકામાંનું સંગ્રહાલય. 1869માં ઍપેનયમ પુસ્તકાલયમાં સંગ્રહાલય રચવાની નેમથી લલિતકળાના સંગ્રાહકો આ યોજનામાં જોડાયા. 1876માં સંગ્રહાલયનો પ્રથમ વિભાગ કૉપ્લે સ્ક્વેર ખાતે શરૂ થયો. 1909માં નિયો-ક્લાસિકલ બિલ્ડિંગમાં પ્રદર્શનનું સ્થળાંતર થયું. ત્રણમજલી ઇમારતમાંના 140 ઓરડાઓ વિવિધ 7 વિભાગોમાં વહેંચાયેલા છે. ચિત્રો, શિલ્પો,…
વધુ વાંચો >બ્રિટિશ મ્યુઝિયમ, લંડન
બ્રિટિશ મ્યુઝિયમ, લંડન (1753) : 248 વર્ષ જૂનું વિશ્વનું સૌપ્રથમ અને સૌથી વિશાળ સંગ્રહાલય. તે ગ્રેટ રસેલ સ્ટ્રીટમાં આવેલું છે. અહીં વિશ્વનાં બીજાં સંગ્રહાલયોના મુકાબલે સૌથી વધુ મુલાકાતીઓ આવે છે. વર્ષે તેની સંખ્યા 50 લાખ જેટલી થાય છે. આ સંગ્રહાલય સમગ્ર વિશ્વનું પ્રતિનિધિ હોય એવું વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. સંગ્રહાલયમાં…
વધુ વાંચો >ભોઈ, ભીમા
ભોઈ, ભીમા (સંભવત: જ. 1855, જોરંડા, ઢેન્કાનાલ; અ. 1895, ખલિયાપલી, સોનપુર) : ઓગણીસમી સદીના પ્રાચીન ઊડિયાના અંધ ભક્ત-કવિ. જન્મ કાંધા જનજાતિમાં. ભીમસેન ભોઈએ જન્મથી કે યુવાવસ્થામાં ર્દષ્ટિ ગુમાવી હતી. જીવનની શરૂઆતનાં 12 વર્ષ સુધી શ્રીમંત પરિવારનાં પશુઓને ચરાવવાનું કામ તેમણે કર્યું હતું. ભીમા ભોઈની પત્નીનું નામ અન્નપૂર્ણા હતું. તેમને બં…
વધુ વાંચો >