બિરલા સાયન્સ મ્યુઝિયમ, પિલાણી, રાજસ્થાન

January, 2000

બિરલા સાયન્સ મ્યુઝિયમ, પિલાણી, રાજસ્થાન (1956) : ટૅકનૉલૉજી અને ઉદ્યોગોને નાના નમૂનાઓ દ્વારા સમજાવવા માટેનું વિજ્ઞાન-સંગ્રહાલય. ઘનશ્યામદાસ બિરલાએ 1956માં આ સંગ્રહાલય સ્થાપ્યું ત્યારે તે ‘સેન્ટ્રલ મ્યુઝિયમ’ તરીકે ઓળખાતું હતું અને હાલ ‘બિરલા મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે. અહીં વસ્ત્રઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગ અને ખાણઉદ્યોગને લગતા વિષયોની નમૂનાઓ દ્વારા થયેલી રજૂઆત સવિશેષ નોંધપાત્ર છે.

સોનલ મણિયાર