સૂક્ષ્મજીવશાસ્ત્ર

ગંધક જીવાણુઓ

ગંધક જીવાણુઓ (sulphur bacteria) : ગંધક અને ગંધકયુક્ત સંયોજનો પર પ્રતિક્રિયા કરવાની ક્ષમતા ધરાવતા જીવાણુઓના વિવિધ પ્રકારોનો સમૂહ. કુદરતમાં ગંધક ચક્ર (sulphur cycle) માટે તે અગત્યના છે. પ્રોટીન તેમજ કોષમાંના વિવિધ એમીનો ઍસિડ જેવા કે સિસ્ટીન, સિસ્ટેઇન, મેથિઓનિન અને વિટામિન ‘બી’માં ગંધક રહેલો હોય છે. જીવાણુઓ દ્વારા તેમનું વિઘટન થતાં…

વધુ વાંચો >

ગાભમારાની ઇયળ

ગાભમારાની ઇયળ : છોડમાં દાખલ થઈ ગર્ભ કોરી ખાઈને ખેતીપાકમાં નુકસાન કરતી ઇયળની કેટલીક જાતો. ગાભમારાની ઇયળ જુદા જુદા નામથી ઓળખાય છે. આ ઇયળોની અસર હેઠળ ગાભમારો પેદા થાય છે. (1) એમેલોપ્સેરા ડિપ્રેસેલ્લા : રોમપક્ષ (lepidoptera) શ્રેણીના પાયરેલીડી કુળની આ જીવાતનો ઉપદ્રવ દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર કરતા વિસ્તારમાં જોવા મળે…

વધુ વાંચો >

ગ્રામ અભિરંજન

ગ્રામ અભિરંજન : ડેન્માર્કના વિજ્ઞાની એચ. સી. જે. ગ્રામે બૅક્ટેરિયાને પારખવા શોધી કાઢેલી અગત્યની પદ્ધતિ. આ પદ્ધતિમાં બૅક્ટેરિયાને આલ્કલિક અભિરંજક વડે અભિરંજિત કરવામાં આવે છે. ત્યારબાદ અભિરંજિત બૅક્ટેરિયાને આલ્કોહૉલ કે ઍસિટોન જેવા કાર્બનિક દ્રાવણથી ધોવામાં આવે છે. ધોયા પછી બૅક્ટેરિયા રંગવિહીન બને તો તેને ગ્રામ-ઋણી (gram negative) તરીકે ઓળખવામાં આવે…

વધુ વાંચો >

ઘોડિયા ઇયળ

ઘોડિયા ઇયળ : એરંડા, કપાસ જેવા પાકને નુકસાન કરતી ઇયળ. આ ઇયળો પાન પર ચાલે છે ત્યારે શરીરનો વચ્ચેનો ભાગ ઊંચો થઈ અર્ધગોળાકાર બને છે, તેથી તેને ‘ઘોડિયા ઇયળ’ તરીકે ઓળખવામાં આવે છે. આ કીટકનો સમાવેશ રોમપક્ષ (lepidoptera) શ્રેણીના Noctuidae કુળમાં કરવામાં આવ્યો છે. દિવેલાની ઘોડિયા ઇયળ : તેનો ઉપદ્રવ…

વધુ વાંચો >

ચિક એમ્બ્રીઓ (chick embryo)

ચિક એમ્બ્રીઓ (chick embryo) : મનુષ્ય કે અન્ય પ્રાણીઓના વિષાણુના સંવર્ધન માટે વપરાતું એક અગત્યનું માધ્યમ. આ પદ્ધતિમાં મરઘીના ફલિતાંડનું 5થી 12 દિવસ સુધી સેવન કરી તેની અંદર વિષાણુ ધરાવતા પ્રવાહીને સિરિંજ દ્વારા દાખલ કરવામાં આવે છે. વિકાસ પામતા આ ગર્ભને 36° સે. તાપમાને સેવન માટે મૂકવામાં આવે છે. સેવન…

વધુ વાંચો >

છોડ-ઘર અસર (greenhouse effect)

છોડ-ઘર અસર (greenhouse effect) : નાના છોડવાની વૃદ્ધિ તેમજ ઇતર ઋતુના છોડવાઓનું રક્ષણ કરતી આબોહવાને નિયંત્રિત કરતી કાચની પરિબદ્ધ (enclosed) સંરચનાની સમતુલાનો ભંગ કરતી અસર. જીવસૃષ્ટિને કારણે પર્યાવરણને અસર થતી હોય છે. માનવસમુદાય તથા ઉદ્યોગો હવા, પાણી અને જમીનમાં અપશિષ્ટ (રદ્દી) દ્રવ્યો મુક્ત કરે છે અને પર્યાવરણનું પ્રદૂષણ કરે છે.…

વધુ વાંચો >

જમીનમાંની જીવસૃષ્ટિ

જમીનમાંની જીવસૃષ્ટિ : પૃથ્વીની સપાટી પરના હવાના સંપર્કમાં રહેતા, પ્રથમ પડની જમીનમાં રહેતા જીવો. વનસ્પતિનાં વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી હવા, પાણી, ખનિજ તેમજ કાર્બનિક પદાર્થો જમીન પૂરાં પાડે છે. જમીનમાં રહેલાં કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન, નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટૅશિયમ, કૅલ્શિયમ, સલ્ફર, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ, જસત, તાંબું, બોરોન, મોલિબ્ડેનમ તથા ક્લોરિન જેવાં…

વધુ વાંચો >

જલતલસ્થ સજીવો

જલતલસ્થ સજીવો : જલતલસ્થ વિભાગ(benthic division)માંની વનસ્પતિસૃષ્ટિ તથા તેમાં વસતાં પ્રાણીઓ. સમુદ્ર, મીઠા પાણીનાં સરોવર કે તળાવના તલપ્રદેશમાં તટથી માંડી સૌથી વધારે ઊંડાઈ સુધી જોવા મળતા જલીય સજીવોના નિવાસને જલતલસ્થ વિભાગ કહે છે. આ વિભાગમાં વસતા જલતલસ્થ સજીવોમાં લીલ, જીવાણુઓ, ફૂગ, જલીય સપુષ્પ વનસ્પતિ, સ્તરકવચીઓ, જલીય કીટકો, નૂપુરક, મૃદુકાય અને…

વધુ વાંચો >

જિંગોડા (ઇતરડી)

જિંગોડા (ઇતરડી) : શરીર પર વળગીને પ્રાણીઓનાં શરીરમાંથી લોહી ચૂસનાર પરોપજીવી અષ્ટપાદી. લોહી ચૂસવાથી તેનું શરીર ફૂલી જાય છે. તેથી જ તે જિંગોડા કે ગિંગોડા તરીકે ઓળખાય છે. પ્રાણીના શરીર પરથી છૂટા પડી તે ભેજવાળી જમીનમાં, ઢોરને બાંધવા માટેના તબેલાની તિરાડોમાં, ઘાસની પથારીમાં કે ગમાણમાં લાકડાની તિરાડોમાં સંખ્યાબંધ ઈંડાં મૂકે…

વધુ વાંચો >

જીવજનન (biogenesis)

જીવજનન (biogenesis) : માત્ર સજીવો નવા સજીવોને જન્મ આપી શકે છે, આવા મતનું પ્રતિપાદન કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ ક્યારેય નિર્જીવ ઘટકોમાંથી સ્વયંસ્ફુરણથી સજીવ જન્મ પામતા નથી. અગાઉ એવી માન્યતા હતી કે નિર્જીવ ઘટકોમાંથી સ્વયંપરિવર્તન દ્વારા નવા સજીવો જન્મે છે. આ ભ્રામક સિદ્ધાંતને અજીવજનનવાદ (abiogenesis) કહેતા; પરંતુ લૂઈ પાશ્ચરના પ્રયોગોએ…

વધુ વાંચો >