સૂક્ષ્મજીવશાસ્ત્ર
રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : વિવિધ જાતના સૂક્ષ્મજીવોના કોષરસના ભાગ રૂપે દેહધર્મ-પ્રક્રિયા દરમિયાન નિર્માણ થતાં રંજકદ્રવ્યો. આમ તો રંજકદ્રવ્યો બધાં સજીવોમાં એક યા બીજા સ્વરૂપે આવેલાં હોય છે. કોષના બંધારણ રૂપે આવેલાં રંજકદ્રવ્યોનો ખ્યાલ પરાવર્તન (reflection) અને પ્રકીર્ણન (scattering) જેવી પ્રક્રિયાઓને અધીન અભિવ્યક્ત થતો હોય છે. લીલ-શેવાળ (green alga), પ્રકાશ-સંશ્લેષક જીવાણુઓ…
વધુ વાંચો >રિકેટ્સિયા
રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…
વધુ વાંચો >રૂપાંતરણ (transformation) (સૂક્ષ્મવિજ્ઞાન)
રૂપાંતરણ (transformation) (સૂક્ષ્મવિજ્ઞાન) : સંશ્લેષણ (conjugation), પારક્રમણ (transduction) જેવી પ્રક્રિયા દરમિયાન યજમાન સૂક્ષ્મજીવના સંજનીન(genome)માં થતું સંભાવ્ય પરિવર્તન. આ પ્રક્રિયામાં પર્યાવરણિક માધ્યમમાં રંગસૂત્ર કે જનીનના ભાગ રૂપે આવેલ DNAની સાંકળ યજમાન સૂક્ષ્મજીવમાં પ્રવેશીને તેમાં ભળી જાય છે. જોકે યજમાનના શરીરની બાહ્ય સપાટી તરફ DNAની સાંકળને સ્વીકારે તેવા સ્વીકારકો (receptors) હોય તો…
વધુ વાંચો >લાઇસોજેની
લાઇસોજેની : બૅક્ટેરિયોફાજ નામે ઓળખાતા વિષાણુઓ (virus) યજમાન બૅક્ટેરિયાના શરીરમાં પ્રવેશીને ત્યાં ગુણન પામવાને બદલે તેમના જનીનો યજમાન બૅક્ટેરિયાનાં રંગસૂત્ર સાથે સંયોજન પામી સંયુક્ત જનીન સંકુલ નિર્માણ કરવા સાથે સંકળાયેલી એક વૈશિષ્ટ્યપૂર્ણ પ્રક્રિયા. હંમેશાં વિષાણુઓનો યજમાનના શરીરમાં પ્રવેશ માત્ર જનીનો પૂરતો મર્યાદિત હોય છે. ઉપર્યુક્ત જનીન સંકુલને પ્ર-વિષાણુ (provirus) કહે…
વધુ વાંચો >લાઇસોઝાઇમ (Lysozyme)
લાઇસોઝાઇમ (Lysozyme) : માનવઅશ્રુ તેમજ શરીરના અન્ય ભાગમાંથી સ્રવતું એક કુદરતી પ્રતિબૅક્ટેરિયાકારક (antibacterial agent). બૅક્ટેરિયાની દીવાલ લઘુ-શર્કરા (oligo-saccharides) અને નત્રલ પદાર્થો(proteins)ની એક સંકીર્ણ સ્વરૂપની શૃંખલાના સંયોજનથી બનેલી હોય છે. એકાંતરે આવેલ N-acetyl glucose amine (GlcNAC) અને Nacetyl muramic acid (NAM) શર્કરાનું જોડાણ 4 પેપ્ટાઇડ D-amino acidની સાંકળ સાથે થતાં ઉદભવતા…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >લેવનહૂક, આંતૉન વાન (Leeuwenhoek Anton Van)
લેવનહૂક, આંતૉન વાન (Leeuwenhoek Anton Van) (જ. 1632; અ. 1723) : નેધરલૅન્ડ્ઝના સૂક્ષ્મદર્શક-નિષ્ણાત (microscopist). તેમણે બૅક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનું સૌપ્રથમ અવલોકન કર્યું હતું. નીચલી કક્ષાનાં પ્રાણીઓ વિશેની તેમની શોધખોળોથી પહેલી વાર સ્વયંભૂ-જનન(spontaneous generation)નો વાદ નકારી શકાયો. તેમનાં અવલોકનો દ્વારા બૅક્ટીરિયૉલોજી અને પ્રોટો-ઝુઑલોજીના વિજ્ઞાનનો પાયો નંખાયો. લેવનહૂકના બાળપણ વિશે ઝાઝું…
વધુ વાંચો >વાઇરૉઇડ
વાઇરૉઇડ : વિરિયોન (વાઇરસનું ચેપકારક સૂક્ષ્મકણ) કરતાં સરળ રચના ધરાવતા કણો. આ કણો RNAના અત્યંત ટૂંકા ખંડ સ્વરૂપે હોય છે. તેઓ સૌથી સૂક્ષ્મ વાઇરસના કરતાં દશમા ભાગ જેટલા હોય છે. વાઇરૉઇડના RNAના ખંડો નગ્ન હોય છે. તેમની ફરતે પ્રોટીનનું આવરણ (capsid) હોતું નથી. વાઇરસની જેમ વાઇરૉઇડનો જૈવિક દરજ્જો નિશ્ચિત છે.…
વધુ વાંચો >વાતજૈવવિજ્ઞાન
વાતજૈવવિજ્ઞાન : વાયુવાહિત (air borne) સજીવો અને જૈવિક ઉદભવવાળા વાયુવાહિત કણો સાથે સંકળાયેલું વિજ્ઞાન. આ કણોનું વહન હવાના પ્રવાહ દ્વારા પરોક્ષ રીતે થાય છે. સામાન્ય રીતે હવામાં રહેલાં પરાગરજ અને બીજાણુઓ વાયુવાહિત જૈવિક કણો છે; જ્યારે નાના કીટકો વાયુવાહિત સજીવો છે. મોટા કીટકો અને પક્ષીઓ વાયુવાહિત સજીવો નથી. 2002માં લીલ…
વધુ વાંચો >વાદળી (sponge)
વાદળી (sponge) : છિદ્રોવાળું શરીર ધરાવતું એક અનોખું જલજીવી પ્રાણી. બહુકોષીય પ્રાણી હોવા છતાં ચેતાતંત્રના અભાવમાં તેનો પ્રત્યેક કોષ સ્વતંત્રપણે કાર્ય કરતો હોય છે. જોકે કોષોની ગોઠવણ વિશિષ્ટ રીતે થયેલી હોવાથી કોષોની કાર્યપદ્ધતિમાં સુમેળ સધાયેલો હોય છે. શરીરની બાહ્ય સપાટીએ આવેલાં નાનાં છિદ્રો (ostia) દ્વારા શરીરમાં પાણી પ્રવેશે છે અને…
વધુ વાંચો >