સિંધી સાહિત્ય
લાલવાણી, જેઠો માધવદાસ
લાલવાણી, જેઠો માધવદાસ [જ. 8 માર્ચ 1945, કાંઢિયારો (સિંધ) જિ. નવાબશાહ] : સિંધી નવલકથાકાર, વાર્તાકાર અને પત્રકાર. તેમણે એમ.એ. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી, બી.એડ. (વિશારદ) અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અને મુંબઈ યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લોમા અને 1996માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ સિંધી, હિંદી અને ઉર્દૂ ભાષાના જાણકાર છે, તે ઉપરાંત આકાશવાણી અને…
વધુ વાંચો >વફા, પ્રભુ
વફા, પ્રભુ (જ. 19 સપ્ટેમ્બર 1915, લાડકણા, સિંધ) : સિંધી કવિ. મૂળ નામ પ્રભુ જોતુમલ છુગાણી. ‘વફા’ તેમનું તખલ્લુસ છે. 1934માં મૅટ્રિક થઈ કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી તેમણે 1938માં સ્નાતક પદવી મેળવી. 13 વરસની ઉંમરે સાહિત્ય તરફ આકર્ષાયા. ઉર્દૂ અને સિંધીમાં કાવ્યો લખવા સાથે તેમણે મુશાયરાઓમાં ભાગ લેવા માંડ્યો.…
વધુ વાંચો >વાધવાણી, યશોધરા
વાધવાણી, યશોધરા (જ. 23 ડિસેમ્બર 1944, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : સિંધી લેખિકા અને અનુવાદક. 1967માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ.; પુણે યુનિવર્સિટીમાંથી 1970માં સર્ટિફિકેટ ઇન જર્મન અને ભાષાશાસ્ત્રમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ પુણેની ડેક્કન કૉલેજમાં એન્સાઇક્લોપીડિક સંસ્કૃત ડિક્શનરીની એકૅડેમિક કમિટીનાં સભ્ય, 1994થી 96 સુધી લિંગ્વિસ્ટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાનાં કારોબારી સભ્ય…
વધુ વાંચો >વારીઅ ભરિયો પલાંદ (1968)
વારીઅ ભરિયો પલાંદ (1968) : સિંધી ગઝલસંગ્રહ. સિંધી સાહિત્યના પ્રથમ શ્રેણીના કવિ નારાયણ શ્યામે (1922-1989) કાવ્યની બધી શાખાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એમણે દોહા-સોરઠા, ગીત, નઝમ, બેત, ચોડસી, રુબાઈ, વાઈ વગેરે કાવ્યપ્રકારો ખેડ્યા છે. જાપાની કાવ્ય ‘હાઈકુ’ને ‘તસ્વીરું’ નામે સિંધી સ્વરૂપ આપીને સિંધીમાં પ્રચલિત કર્યું. ફ્રેન્ચ Trioletના આધારે ‘તરાઇલ’ લખ્યાં.…
વધુ વાંચો >વાસવાણી, ખુશીરામ નેભરાજ
વાસવાણી, ખુશીરામ નેભરાજ (જ. 19 મે 1911, હૈદરાબાદ, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સિંધી અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1934માં ઇતિહાસ સાથે એમ.એ. અને 1936માં એલએલ.બી.ની પદવી મેળવી. તેઓ નૅશનલ કૉલેજ, હૈદરાબાદમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ વિવેકાનંદ રોક મેમૉરિયલના ઉપપ્રમુખ; ગાંધી સોસાયટી, દિલ્હીના નિયામક; 1956-57માં…
વધુ વાંચો >વાસવાણી, હરીશ
વાસવાણી, હરીશ (જ. 22 નવેમ્બર 1940, લોરાલાઈ, બલૂચિસ્તાન, સિંધ) : સિંધી ભાષાના કવિ, વાર્તાકાર અને સમીક્ષક. 1959થી આદિપુર(કચ્છ)માં સ્થાયી થયા છે. 1961માં બી.એ.ની પરીક્ષા આપી અને યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. અલીગઢ યુનિવર્સિટીમાંથી ત્રણ વિષયોમાં અનુસ્નાતક થયા – પૉલિટિકલ સાયન્સ (1964), અંગ્રેજી (1968) અને હિન્દી (1970). 1962થી તોલાણી આર્ટ્સઅને સાયન્સ કૉલેજ, આદિપુર…
વધુ વાંચો >વાસુદેવ, નિર્મલ
વાસુદેવ, નિર્મલ [જ. 2 જૂન 1936, કરાંચી, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી કવિ અને નાટ્યકાર. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી. ઈ. હિંદીમાં પરિચય અને સંસ્કૃતમાં ઉત્તમાની પદવીઓ મેળવી હતી. તેઓ નાયબ મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમની ઉલ્લેખનીય કૃતિઓ તરીકે ‘મુન્હિંજા સુર…
વધુ વાંચો >શમ્સુદ્દીન ‘બુલબુલ’
શમ્સુદ્દીન ‘બુલબુલ’ (જ. 1857, મેહર, પૂર્વ સિંધ; અ. 1919) : સિંધી કવિ, નિબંધકાર અને પત્રકાર. સિંધી કાવ્યમાં અતિસૂક્ષ્મ વ્યંગ્ય અને વિનોદ દાખલ કરનાર પ્રથમ કવિ. પત્રકારત્વમાં પણ તેમણે તેનો લાભ લીધો. તેઓ ઇસ્લામના ઉત્સાહી પ્રચારક હતા અને સિંધી મુસ્લિમોમાં તે સમયે પ્રવર્તતા બૂરા રિવાજો અંગે તેમનાં કાવ્યોમાં ભારોભાર વ્યંગ્ય અભિવ્યક્ત…
વધુ વાંચો >શર્મા, દેવદત્ત કુંદારામ
શર્મા, દેવદત્ત કુંદારામ (જ. 1900, અ. 1970) : સિંધી ગદ્યલેખક અને કવિ. તેમણે શાલેય શિક્ષણ ઉપરાંત પરંપરાગત પદ્ધતિથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વળી, તેમણે હિંદી તથા બીજી કેટલીક ભારતીય ભાષાઓ પર પ્રભુત્વ પણ મેળવ્યું. તેઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી હતા. તેમણે આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓ સિંધમાં હિંદી ભાષાના…
વધુ વાંચો >શર્મા, દ્વારકાપ્રસાદ રોચિરામ
શર્મા, દ્વારકાપ્રસાદ રોચિરામ (જ. 1898, દાદુ, સિંધ; અ. 1966) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર અને સ્વાતંત્ર્યસેનાની. તેમણે હિંદી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેઓ ગાંધીજીની ફિલસૂફીથી પ્રભાવિત થયા હતા. અસહકારની ચળવળમાં જોડાયા અને તેમની 1922માં ધરપકડ કરાઈ. જેલમાં તેઓ ભારતના જુદા જુદા ભાગના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. હિંદુ મહાસભાના અધ્યક્ષ વિનાયક…
વધુ વાંચો >