સાહિત્યતત્વ
કૃતિ-કૃતિત્વ
કૃતિ-કૃતિત્વ : કલાત્મક રચના. લેખક, કવિ કે કલાકારના કર્તૃત્વથી રચાયેલ સાહિત્ય, સંગીત, મૂર્તિ કે ચિત્ર. પ્રત્યેક કલાત્મક કૃતિ એ વિચારો, ભાવનાઓ અને સંવેદનાઓનું પ્રકટીકરણ છે, જેનું વ્યક્ત સ્વરૂપ જુદાં જુદાં માધ્યમો દ્વારા વિશિષ્ટ સંકેત રૂપે વ્યક્ત થાય છે. આ વ્યક્ત સ્વરૂપ પ્રતીક બનીને ભોક્તા કે ભાવકના મનમાં કલાકારના વિચારો, તેની…
વધુ વાંચો >કોટિ
કોટિ (conceit) : કાવ્યાલંકારનો પ્રકાર. મૂળ ઇટાલિયન શબ્દ concetto પરથી રચાયેલા લૅટિન શબ્દ conceptus પરથી અંગ્રેજી શબ્દ વ્યુત્પન્ન થયો છે. તે વિચાર, ખ્યાલ, કલ્પના એમ અનેક અર્થો માટે વપરાતો થયો હતો. કાવ્ય પૂરતું કહીએ તો દેખીતી રીતે દૂરાકૃષ્ટ સામ્ય ધરાવતા પદાર્થો, પ્રસંગો કે વિચારો વચ્ચે સામ્ય જોવા પાછળ રહેલી કાવ્યચમત્કૃતિ…
વધુ વાંચો >ચેતનાપ્રવાહ
ચેતનાપ્રવાહ : સાહિત્યવિવેચનક્ષેત્રની સંજ્ઞા. વિચારના અને આંતર-અનુભૂતિના તૂટક પ્રવાહ તેમજ જાગૃત-અર્ધજાગૃત ચિત્તનાં યાર્દચ્છિક સંવેદનોને સૂચવતી આ સંજ્ઞા આધુનિક કથાસાહિત્યમાં કથનરીતિને વર્ણવવા માટે વપરાય છે. મનોવિજ્ઞાનક્ષેત્રે વિલિયમ જેમ્સે એના ‘મનોવિજ્ઞાનના સિદ્ધાન્તો’(1890)માં આ સંજ્ઞાનો નિર્દેશ કર્યો છે. અર્ધજાગૃત ચિત્તના ઊંડાણનો અભ્યાસ વિલિયમ જેમ્સને આ વિષય તરફ દોરી ગયો. ઓગણીસમી સદીના અંતમાં અને…
વધુ વાંચો >દાદાવાદ
દાદાવાદ : સાહિત્ય અને કલાની નાસ્તિવાદી ઝુંબેશ. પ્રથમ વિશ્વયુદ્ધના શરણાર્થી તરીકે સ્વિટ્ઝર્લૅન્ડ આવેલા કેટલાક લેખકો-કલાકારોએ ઝુરિકમાં આશરે 1916માં તેનો પ્રારંભ કર્યાનું મનાય છે. તેના અગ્રણી પ્રણેતા હતા રુમાનિયાના કવિ ટ્રિશ્ટન ઝારા, અલાસ્કાના શિલ્પી હૅન્સ આર્પ તેમજ ચિત્રકાર અર્ન્સ્ટ અને ડૂશાં. પોતાની ઝુંબેશનું નામ શોધવા તેમણે શબ્દકોશનું પાનું અડસટ્ટે ઉઘાડ્યું અને…
વધુ વાંચો >ર્દષ્ટિબિંદુ
ર્દષ્ટિબિંદુ (point of view) : ચોક્કસ બિંદુએથી કોઈ વસ્તુને જોવી કે એનું નિરીક્ષણ કરવું. આ અર્થ પરથી કોઈ પણ વ્યક્તિના ચોક્કસ મનોવલણનો કે પછી એની પરિસ્થિતિઓથી બંધાયેલા અભિગમનો અર્થ પણ સૂચવાય છે. સાહિત્યક્ષેત્રે અને ખાસ કરીને કથાસાહિત્યક્ષેત્રે એનો વિશિષ્ટ પારિભાષિક અર્થ નિર્ધારિત છે. હેન્રી જેમ્સની પોતાની વિવિધ નવલકથાઓની લખેલી પ્રસ્તાવનાઓના…
વધુ વાંચો >દોષો (કાવ્યના)
દોષો (કાવ્યના) : કાવ્યના આત્મા રસને હાનિકારક તત્ત્વો. અનૌચિત્ય એ જ કાવ્યદોષનું મૂળ છે. રસની પ્રતીતિમાં વિઘાત કરે તે રસદોષ, વિલંબ કરે તે અર્થદોષ અને અવરોધ કરે તે શબ્દદોષ – એવા ત્રણ મુખ્ય પ્રકારો થઈ શકે. આ રીતે રસને સીધી હાનિ પહોંચાડે તે રસદોષ છે. વીર રસમાં શૂરવીર યોદ્ધાને બદલે…
વધુ વાંચો >નર્મ-મર્મ (wit and humour)
નર્મ-મર્મ (wit and humour) : અનુક્રમે નર્મયુક્ત વાક્ચાતુર્ય અને સમર્મ હાસ્યરસનો નિર્દેશ કરતાં પદો. હાસ્યની નિષ્પત્તિમાં સામાન્યત: નર્મ અને મર્મનો પ્રયોગ થાય છે. વ્યંગ કે કટાક્ષ કે અવળવાણીનો આશ્રય લઈને નર્મોક્તિ હાસ્ય નિષ્પન્ન કરે છે. મજાક કે મશ્કરીમાં વિશિષ્ટ કાકુથી ઉચ્ચારાતાં વચનો પણ નર્મોક્તિ જ છે. સુદામાને જોઈને મજાક કરતી…
વધુ વાંચો >પરંપરાવાદ
પરંપરાવાદ : રૂઢિવાદ, સનાતનપણું કે શાશ્વતવાદને નામે ચાલતો મતવાદ. આનો આશ્રય લઈને અનેક ક્ષેત્રે આ મતવાદ પ્રગટતો જોવામાં આવે છે. સાહિત્યમાં એને ‘ટ્રેડિશનાલિઝમ’ કહે છે. જે લેખકો કે રચનાકારો પરંપરામાં માનતા હોય છે તે પરંપરાને વ્યક્ત કરનારાં શાસ્ત્રોને અનુસરતા હોય છે. ચર્ચામાં પણ તેઓ પ્રાચીન પરંપરિત શાસ્ત્રો અને સિદ્ધાંતોની જ…
વધુ વાંચો >પરાવાસ્તવવાદ
પરાવાસ્તવવાદ : ચિત્રકલા, ચલચિત્રકલા, શિલ્પ અને સાહિત્ય જેવી કલાઓમાં પ્રસરેલું વીસમી સદીનું એક આત્યંતિક આંદોલન. તેના માટે ‘અતિવાસ્તવવાદ’, ‘અતિયથાર્થવાદ’ જેવા પર્યાયો પણ ગુજરાતીમાં યોજાય છે. આ આંદોલન પૅરિસથી પ્રસર્યું. એનો પ્રવર્તક આન્દ્રે બ્રેતોં છે, આન્દ્રે બ્રેતોંએ 1924, 1930 અને 1934માં ખરીતાઓ બહાર પાડ્યા પણ એમાં એની સૈદ્ધાંતિક ભૂમિકા બદલાતી રહી;…
વધુ વાંચો >પુરાકલ્પન
પુરાકલ્પન : મુખ્યત્વે અતિપ્રાચીન પ્રકારની દંતકથા પ્રકારની રચનાઓ માટે પ્રયોજાયેલી સાહિત્યિક સંજ્ઞા. અંગ્રેજી શબ્દ myth માટે ગુજરાતીમાં ‘પુરાકલ્પન’ પર્યાય યોજાય છે. પુરાકથાઓ ગુજરાતના લોકજીવનમાં ઓતપ્રોત છે. આ પુરાકથાનકોની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) સ્વભાવે ફાંટાબાજ હોવું, (2) સ્વપ્નસૃદૃષ્ટિનું નિર્માણ કરવું; (3) અલૌકિક સાથે વારંવાર હાથ મિલાવવો; (4) કોઈક મૂલ્યવાન…
વધુ વાંચો >