સરોજા કોલાપ્પન
ઍસ્ક્લેપિયેડેસી
ઍસ્ક્લેપિયેડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (bicarpellatae), ગોત્ર – જેન્શિયાનેલ્સ, કુળ – ઍસ્ક્લેપિયેડેસી. આ કુળમાં લગભગ 280 પ્રજાતિઓ અને 2,000 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળભૂત રીતે…
વધુ વાંચો >ઍસ્ટરેસી (કમ્પૉસિટી)
ઍસ્ટરેસી (કમ્પૉસિટી) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી. ઉપવર્ગ – યુક્તદલા. શ્રેણી – અધ:સ્ત્રીકેસરી (inferae). ગોત્ર – ઍસ્ટરેલ્સ. કુળ – ઍસ્ટરેસી. સપુષ્પ વનસ્પતિઓમાં આ કુળ સૌથી મોટું છે અને લગભગ 1,000 પ્રજાતિઓ અને 15,000થી 23,000 જેટલી…
વધુ વાંચો >ઑક્સેલિડેસી
ઑક્સેલિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલ્સ, કુળ – ઑક્સેલિડેસી. આ કુળ 7 પ્રજાતિઓ અને લગભગ 1,000 જાતિઓનું બનેલું છે અને તે મોટેભાગે ઉષ્ણપ્રદેશોમાં વિતરણ…
વધુ વાંચો >ઓટ (ઓટ, જવલો)
ઓટ (ઓટ, જવલો) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ તૃણોની બનેલી છે અને તેનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 30 જેટલી જાતિઓ થાય છે. Avena byzantina Koch કૃષ્ય (cultivated) ઓટ છે અને A. sativa Linn. સામાન્ય ઓટ છે. આ…
વધુ વાંચો >ઓટેલિયા
ઓટેલિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા જલજ કુળ હાઇડ્રૉકેરિટેસીની એક પ્રજાતિ. તે નિમજ્જિત (submerged) કે અંશત: તરતી શાકીય જાતિઓની બનેલી છે અને પુરોષ્ણકટિબંધીય (paleotropic) પ્રદેશો અને બ્રાઝિલમાં થાય છે. તેની બે જાતિઓ નોંધાઈ છે. Ottelia alismoides Pers. માંસલ, શિથિલ (flaccid) જલજ શાકીય જાતિ છે અને ભારતમાં તળાવો, ખાબોચિયાં, ધીમાં વહેતાં…
વધુ વાંચો >ઑટોરેડિયોગ્રાફી
ઑટોરેડિયોગ્રાફી (autoradiography) : કોષના ગતિશીલ તંત્ર તથા સંશ્લેષણ અને ચયાપચયનાં સોપાનોની પરખ માટેની કિરણોત્સર્ગી (radioactive) પદ્ધતિ. તેને જૈવતંત્રના આત્મસંવેદનરૂપ આલેખ ગણી શકાય. મહાકાય અણુઓ(macromolecules)ના જૈવ-સંશ્લેષણ (biosynthesis) દરમિયાન યોગ્ય સોપાને કિરણોત્સર્ગી સમસ્થાનિકો (isotopes) (દા.ત., P-31, C-14, ટ્રિટિયમ H-3) દાખલ કરવામાં આવે છે. આવાં તત્વોવાળી પેશી અથવા અંગને સ્થાયી (fix) કરી, તેનો…
વધુ વાંચો >ઓડમ, યુજેન પી.
ઓડમ, યુજેન પી. (જ. 17 સપ્ટેમ્બર 1913, લેક સીનાપી એન. એચ. અમેરિકા; અ. 10 ઑગસ્ટ 2002 જ્યોર્જિયા, યુએસએ.) : પર્યાવરણક્ષેત્રે ક્રાંતિકારી વિચારધારાના પ્રવર્તક અમેરિકન વિજ્ઞાની. તેમણે પર્યાવરણના સંશોધનની પ્રયોગશાળા સ્થાપીને તે વિષયમાં આમૂલ પરિવર્તન કરી બતાવ્યું. સેવેન્નાહ રીવર ઈકૉલોજી પ્રયોગશાળામાં પાસેના જ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટની વાતાવરણ પર કેવી વિપરીત અસર…
વધુ વાંચો >ઓનાગ્રેસી
ઓનાગ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – વજ્ર-પુષ્પી (Calyciflorae), ગોત્ર મિર્ટેલીસ, કુળ – ઓનાગ્રેસી. આ કુળને ઇનોથેરેસી કે એપિલોબિયેસી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તે લગભગ 20 પ્રજાતિઓ અને 650…
વધુ વાંચો >ઑફિયૉગ્લૉસેસી
ઑફિયૉગ્લૉસેસી : ત્રિઅંગી વનસ્પતિઓમાં આવેલા સુબીજાણુ-ધાનીય (Eusporangiopsida) વર્ગના ઑફિયૉગ્લૉસેલીસ ગોત્રનું આદ્ય કુળ. આ કુળમાં ચાર પ્રજાતિઓ (Ophioglossum, Botrychium, Helminthostachys અને Rhizoglossum) અને 70 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ ભૌમિક (terrastrial) અને શાકીય વનસ્પતિઓ છે અને કોઈ અશ્મી-ઇતિહાસ ધરાવતી નથી. બીજાણુજનક (sporophyte) ટૂંકી, નાની અને માંસલ ગાંઠામૂળી (rhizome) ધરાવે…
વધુ વાંચો >ઓરોબેન્કેસી
ઓરોબેન્કેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી. ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae). શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae). ગોત્ર – પર્સોનેલ્સ. કુળ – ઓરોબેન્કેસી. આ કુળમાં 13 પ્રજાતિઓ અને લગભગ 140 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટેભાગે…
વધુ વાંચો >