ઓડમ, યુજેન પી. (જ. 17 સપ્ટેમ્બર 1913, લેક સીનાપી એન. એચ. અમેરિકા) : પર્યાવરણક્ષેત્રે ક્રાંતિકારી વિચારધારાના પ્રવર્તક અમેરિકન વિજ્ઞાની. તેમણે પર્યાવરણના સંશોધનની પ્રયોગશાળા સ્થાપીને તે વિષયમાં આમૂલ પરિવર્તન કરી બતાવ્યું. સેવેન્નાહ રીવર ઈકૉલોજી પ્રયોગશાળામાં પાસેના જ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટની વાતાવરણ પર કેવી વિપરીત અસર થાય છે તે દર્શાવીને અણુવિજ્ઞાનીઓને ખતરનાક અખતરા થંભાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

તેલક્ષેત્રે પરિસ્થિતિની અસરો, જ્યોર્જિયાની microcosm communityની રચના, સજીવોની કાર્યક્ષમતા, સિલ્વર સ્પ્રિંગ્ઝ ફ્લોરિડાનાં વમળો વગેરે પર મૌલિક સંશોધનો કર્યાં. પર્યાવરણ વિશેના તેમના ગ્રંથો આ ક્ષેત્રમાં પ્રમાણભૂત ગણાય છે.

સરોજા કોલાપ્પન

વાસુદેવ યાજ્ઞિક