સરમણ ઝાલા
પૉમ્પિડુ જ્યૉર્જ જિં રેમન્ડ
પૉમ્પિડુ, જ્યૉર્જ જિં રેમન્ડ (જ. 5 જુલાઈ 1911 મોન્તબોદીફ, ફ્રાન્સ; અ. 2 એપ્રિલ 1974, પૅરિસ) : અગ્રણી ફ્રેન્ચ મુત્સદ્દી તથા કુશળ પ્રશાસક. પૅરિસ ખાતે ઇકોલ નોરમાલે સુપીરિયરમાં તેમણે શિક્ષણ લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેઓ શાળાના શિક્ષક હતા. 1944-46 સુધી તેઓ દ’ ગોલના અંગત સ્ટાફમાં અને તેમાંથી રાજીનામું આપ્યા પછી…
વધુ વાંચો >પ્લૅખાનૉવ, જ્યૉર્જી વાલેનટિનોવિચ
પ્લૅખાનૉવ, જ્યૉર્જી વાલેનટિનોવિચ (જ. 11 ડિસેમ્બર 1856, ગુડાલોવકા, રશિયા; અ. 30 મે 1918, ટેરિયૉકી, ફિનલૅન્ડ) : અગ્રણી માર્ક્સવાદી સિદ્ધાંતપ્રવર્તક તથા રશિયામાં માર્ક્સવાદી ચળવળના સ્થાપક. ઉમરાવ કુટુંબમાં જન્મ. વોરોનેચ મિલિટરી એકૅડેમીમાં અભ્યાસ પૂરો કર્યા પછી પિટર્સબર્ગની કૉન્સ્ટેન્ટિનૉવસ્કોર મિલિટરી સ્કૂલમાં લશ્કરી અધિકારી થવાના ઇરાદાથી દાખલ થયા. તેમની તરત જ માઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં બદલી…
વધુ વાંચો >બહુજનસમાજ પક્ષ
બહુજનસમાજ પક્ષ : ભારતના બહુજનસમાજના ઉત્કર્ષ માટે રચાયેલો રાજકીય પક્ષ. તેની સ્થાપના પક્ષના સ્થાપક પ્રમુખ કાંસીરામે એપ્રિલ 1984માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના દિવસે દિલ્હી ખાતે કરી હતી અને તેનું પહેલું અધિવેશન જૂન 1984માં દિલ્હી ખાતે જ મળ્યું હતું. ભારતના બહુજનસમાજમાં અનુસૂચિત જાતિના 15 %, અનુસૂચિત જનજાતિના 7.5 %, અન્ય પછાત…
વધુ વાંચો >રાજકીય આજ્ઞાધીનતા
રાજકીય આજ્ઞાધીનતા : રાજ્ય અને શાસકોની સત્તા તથા આદેશોનું પાલન. રાજ્યશાસ્ત્રનું કેન્દ્રબિંદુ સત્તા છે. આ સત્તાનો ઉપયોગ પ્રજા કે આમજનતા માટે કરવામાં આવે છે. એટલે કે રાજ્યની આજ્ઞાઓનું પાલન રાજકીય જીવનની અનિવાર્યતા છે. રાજકીય આજ્ઞાપાલન કે આજ્ઞાધીનતા વિના પ્રજાવ્યવહારને ગોઠવી ન શકાય યા કાયદો અને વ્યવસ્થા સ્થાપી શકાય નહીં. આથી…
વધુ વાંચો >