સમુદ્રવિદ્યા
જુવાળ-ઊર્જા (tidal energy)
જુવાળ-ઊર્જા (tidal energy) : દરિયાઈ મોજાં દ્વારા પ્રાપ્ત થતી ઊર્જા. સમુદ્રકિનારે અવિરત અફળાતા તરંગો તથા ભરતી-ઓટમાં પ્રચંડ શક્તિ રહેલી છે. મહાસાગરમાં ઊછળતાં મોજાંમાં સમાયેલી આ પ્રચંડ ઊર્જાને નાથવાનું કામ કઠિન છે. ભરતીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આર્થિક ર્દષ્ટિએ પરવડે તેવું સ્થળ મળવું મુશ્કેલ છે. વિદ્યુત-ઉત્પાદન માટે ભરતીનો ઉપયોગ કરવો હોય…
વધુ વાંચો >ટંડેલ
ટંડેલ : ખલાસીઓના ઉપરી. ‘નાખવો’, ‘નાખુદા’ કે ‘નાખોદા’ તેના પર્યાયરૂપ શબ્દો છે. સંસ્કૃતમાં આ માટે ‘पोतवाह’ શબ્દ છે. ખલાસીઓને વહાણના સંચાલન માટે તે આદેશો આપે છે અને સમગ્ર વહાણના સંચાલનની જવાબદારી તેની રહે છે. સ્ટીમરના કૅપ્ટન સાથે તેને સરખાવી શકાય. લાંબા વખત સુધી સમુદ્રની ખેપના અનુભવથી આ પદ પ્રાપ્ત થાય…
વધુ વાંચો >ઢળતી સપાટી
ઢળતી સપાટી (inclined plane) : ક્ષૈતિજ તલને સમાંતર ન હોય તેવી સપાટી. સમુદ્રજલતલને સ્પર્શરેખીય હોય તે તલને ક્ષૈતિજ તલ કહેવાય. કોઈ પણ સપાટી ઢળતી છે કે કેમ તે અન્ય સપાટીના સંદર્ભમાં નક્કી કરાય છે. સંદર્ભ સપાટી તરીકે ક્ષૈતિક તળ લેવાય છે. પુલના બંને છેડાના રસ્તાઓ, સીડીઓ, છાપરાંઓ વગેરે ઢળતી સપાટીનાં…
વધુ વાંચો >તરાપો
તરાપો : જુઓ, કેનુ.
વધુ વાંચો >ત્સુનામી
ત્સુનામી : સમુદ્રતળમાં થતા ભૂકંપ(સમુદ્રકંપ–seaquake)થી ઉદભવતા વિશિષ્ટ પ્રકારના ભરતી-તરંગો. તે સમુદ્રસપાટી પરથી વિરાટ ભરતી રૂપે કાંઠા તરફ ધસી આવીને વિનાશકારી બને છે. સમુદ્રમાં નિયમિત આવતી ભરતી કરતાં આ તરંગો ભિન્ન પ્રકારના હોય છે. આ તરંગો સમુદ્રકંપને કારણે ઉત્પન્ન થતા હોવાથી તેમને ભૂકંપીય સમુદ્રતરંગો (seismic sea waves) પણ કહે છે. આ…
વધુ વાંચો >દીર્ઘવિસ્તાર નૌનયન
દીર્ઘવિસ્તાર નૌનયન : જુઓ, નૌનયન
વધુ વાંચો >દીવાદાંડી
દીવાદાંડી : વહાણો અને આગબોટોને રાત-દિવસ નાવીય સંદર્ભસ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર. દિવસના દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે…
વધુ વાંચો >નાન્સેન, ફ્રિટ્યૉફ
નાન્સેન, ફ્રિટ્યૉફ (જ. 10 ઑક્ટોબર 1861, ઑસ્લો, નૉર્વે; અ. 13 મે 1930) : માનવતાવાદી સમુદ્રવિજ્ઞાની રાજપુરુષ. 1922ના નોબેલ શાંતિ પારિતોષિકના વિજેતા. તેમના આર્ક્ટિક પ્રદેશના અભ્યાસપ્રવાસ વડે તેમણે સમુદ્રવિજ્ઞાનના સંશોધનક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલી. યુદ્ધની ક્રૂર અને ભયજનક યાતનાઓ સહન કરી રહેલ યુદ્ધકેદીઓ, યુદ્ધના નિર્વાસિત વિસ્થાપિતો તથા દુષ્કાળપીડિતોને ઉગારવા માટે તેમણે અથાગ…
વધુ વાંચો >નાવ-દુરસ્તી (ship repairs)
નાવ-દુરસ્તી (ship repairs) : બધા પ્રકારની નૌકાઓની જાળવણી તથા સમયાંતરે દુરસ્તી કરવાનું કાર્ય. નૌકાઓનો બહારની બાજુનો ઘણો ભાગ સતત પાણીમાં રહે છે. લોખંડની નૌકાઓને પાણીમાં ક્ષારણ (corrosion) થતાં કાટ લાગે. એથી લોખંડની પ્લેટોની જાડાઈ ઘટે અને નૌકા નબળી પડે. ઘણા પ્રકારના સૂક્ષ્મ સામુદ્રિક જીવો (marine organisms) લોખંડની પ્લેટો પર સખત…
વધુ વાંચો >નાવભંજન (ship breaking)
નાવભંજન (ship breaking) : ઉપયોગ માટે તદ્દન નકામી અથવા આર્થિક રીતે ન પોસાય તેવી નૌકાઓ/જહાજોને વ્યવસ્થિત રીતે ભાંગવાનું કાર્ય. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ આવી નૌકાઓ/જહાજોના ફરી ઉપયોગમાં લઈ શકાય તેટલા ભાગોની પુન:પ્રાપ્તિ કરવાનો અને બાકીના ભંગારનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાનો હોય છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં આ પ્રવૃત્તિ…
વધુ વાંચો >