સમાજશાસ્ત્ર
કામા, ખુરશેદજી રુસ્તમજી
કામા, ખુરશેદજી રુસ્તમજી (જ. 11 નવેમ્બર 1831; અ. 20 ઑગસ્ટ 1909) : મુંબઈના પારસી સમાજ અને જરથોસ્તી ધર્મના આગેવાન. તે સામાજિક અને ધાર્મિક સુધારાના આગ્રહી હતા. જુનવાણી વિચારના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. પારસીઓ માટે ધર્મનું જ્ઞાન સુલભ બને એ માટે એમણે 1865માં ‘જરથોસ્ત દીનની ખોળ કરનારી મંડળી’ સ્થાપી હતી.…
વધુ વાંચો >કારા, મણિબહેન
કારા, મણિબહેન (જ. 1905, મુંબઈ; અ. 1979) : ભારતનાં અગ્રણી મજૂરનેતા. કાપડનો વ્યાપાર કરતા ઉચ્ચ મધ્યમવર્ગી પરિવારમાં જન્મ. પિતા આર્યસમાજના સભ્ય અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા. સમાજસુધારણાના તેઓ પ્રખર હિમાયતી હતા. માધ્યમિક શિક્ષણ મુંબઈની સેન્ટ કોલંબા હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષામાં નપાસ થવાથી પિતાએ મણિબહેનને આગળ ભણવા ઇંગ્લૅન્ડ મોકલ્યાં, જ્યાં…
વધુ વાંચો >કાળે, રાવજી રામચંદ્ર (રાવબહાદુર)
કાળે, રાવજી રામચંદ્ર (રાવબહાદુર) (જ. 8 ઑગસ્ટ 1868, વિટે, સાતારા જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 17 જાન્યુઆરી 1936, સાતારા) : મહારાષ્ટ્રના સંસ્કૃત પંડિત, કાયદાશાસ્ત્રી, સમાજસુધારક, મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના પૂર્વ સભાસદ તથા પુણે ખાતેની ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પૉલિટિક્સ ઍૅન્ડ ઇકૉનોમિક્સના દાતા અને સંસ્થાપક. મૂળ નામ પુરુષોત્તમ, પરંતુ નાનપણમાં પરિવારમાં તેમને રાવજી, રાવ, રાવબા…
વધુ વાંચો >કિરાત (મૉંગોલોઇડ)
કિરાત (મૉંગોલોઇડ) : પ્રાચીન સમયમાં ઉત્તરાપથમાં વસતી એક અનાર્ય જાતિ. આ લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઊપસેલા ગાલ, બદામી આકારની આંખો અને શરીર તેમજ ચહેરા પર ખૂબ ઓછી રુવાંટી ધરાવતા હતા. આ લોકોની બે શાખાઓ મળે છે : (1) પૂર્વ મૉંગોલ અને (2) તિબેટી મૉંગોલ. પૂર્વ મૉંગોલમાં (અ) લાંબા માથાવાળા…
વધુ વાંચો >કિંગ્સલી ડેવિસ
કિંગ્સલી ડેવિસ (જ. 20 ઑગસ્ટ 1988; અ. 27 ફેબ્રુઆરી 1997) : યુ.એસ.ની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા(બર્કલી)માં સોશિયૉલોજીના ફૉર્ડ પ્રોફેસર. તે ઇન્ટરનૅશનલ પૉપ્યુલેશન ઍન્ડ અર્બન રિસર્ચ નામની સંશોધન-સંસ્થાના અધ્યક્ષ હતા. તેમનાં બે પ્રકાશનો વિશ્વખ્યાત થયેલાં : ‘વર્લ્ડ અર્બનાઇઝેશન’ (1950-1970), વૉલ્યૂમ 1 : બેઝિક ડેટા ફૉર સિટીઝ, કન્ટ્રિઝ ઍન્ડ રીજિયન્સ, તથા વૉલ્યૂમ 2…
વધુ વાંચો >કુઈની રિનૂજા
કુઈની રિનૂજા (જ. 23 જાન્યુઆરી 1919; અ. 18 ડિસેમ્બર 2015) : મેઘાલયનાં જાણીતાં-માનીતાં સમાજસેવિકા. પિતાનું નામ જોર્જ ડુન્ન ને માતાનું નામ ચિએડ રંગડ. પ્રાથમિક શિક્ષણ પાઇન માઉન્ટ સ્કૂલમાં લીધું. વેલ્સ મિશન કન્યા હાઈસ્કૂલમાંથી 1936માં મૅટ્રિક થયાં. કલકત્તા યુનિવર્સિટીમાંથી 1938માં ઇન્ટર મિડિયેટ આર્ટ્સ કર્યું. એમણે પાઇન માઉન્ટ સ્કૂલ’માં અધ્યાપિકા તરીકે કાર્ય…
વધુ વાંચો >કુટુંબકલ્યાણ કાર્યક્રમ
કુટુંબકલ્યાણ કાર્યક્રમ : વસ્તીનિયંત્રણ તથા સમગ્ર કુટુંબના કલ્યાણને લક્ષમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલો ભારત સરકારનો કાર્યક્રમ. ભારતમાં આઝાદીની પ્રાપ્તિ બાદ લોકકલ્યાણ માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિવિધ વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા છે. 1952થી વિકાસ કાર્યક્રમોમાં સરકારે રાષ્ટ્રીય સ્તરે કુટુંબનિયોજન કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ સમયે દેશમાં વ્યાપક નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો…
વધુ વાંચો >કુટુંબનિયોજન
કુટુંબનિયોજન : સુયોજિત સીમિત કુટુંબની રચના. પ્રાપ્ત સંજોગોમાં દંપતી જેટલાં સંતાનોનું યોગ્ય રીતે ભરણપોષણ તથા ઉછેર કરી શકે તેટલાં સંતાનોની સમયબદ્ધ પ્રજોત્પત્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે અને સભાનતાપૂર્વક ઇષ્ટ કદની કુટુંબરચના એટલે કુટુંબનિયોજન. કુટુંબનું કદ સીમિત રાખવું એ તેનો મર્યાદિત (નકારાત્મક) હેતુ ખરો, પરંતુ વ્યાપક અર્થમાં પોતાના કુટુંબને સુખ, શાંતિ અને…
વધુ વાંચો >