સમાજશાસ્ત્ર

સામાજિક માળખું (સામાજિક રચના) (social structure)

સામાજિક માળખું (સામાજિક રચના) (social structure) : સામાજિક વ્યવસ્થાના જુદા જુદા સામાજિક એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી. આ ગોઠવણને સામાજિક રચના પણ કહેવામાં આવે છે. આ રચના જુદા જુદા સામાજિક એકમોની વ્યવસ્થિત ક્રમબદ્ધતા સૂચવે છે અને મહદ્અંશે એ સ્થિર અને કાર્યલક્ષી ગોઠવણી હોય છે. દરેક જૈવકીય કે ભૌતિક વસ્તુને પણ…

વધુ વાંચો >

સામાજિક વિભેદીકરણ અને સ્તરીકરણ (Social Differ-entiation and Stratification)

સામાજિક વિભેદીકરણ અને સ્તરીકરણ (Social Differ-entiation and Stratification) : માનવ-સમુદાયો વચ્ચે ભેદ પાડતી પ્રક્રિયા. વિભેદ એટલે ભેદ, ફરક કે જુદાપણું અને વિભેદીકરણ એ ભેદ કે જુદાપણાની પ્રક્રિયા છે. વનસ્પતિ, વસ્તુઓ, પ્રાણીઓ, વ્યક્તિઓ, માનવ-સમાજો વગેરે અનેક બાબતોમાં એકબીજાંથી જુદાં પડે છે. વિભેદીકરણ એ માનવ-સમાજનું અંગભૂત લક્ષણ છે. સમાજમાં આ પ્રક્રિયા આદિકાળથી…

વધુ વાંચો >

સામાજિક સમસ્યા

સામાજિક સમસ્યા : સમાજના સભ્યો માટે સર્જાતી એવી અનિચ્છનીય સ્થિતિ, જેને સુધારી શકાય તેમ છે એવું લોકો માનતા હોય છે. સામાન્ય લોકોમાં સામાજિક સમસ્યાઓ અંગે ‘સમાજજીવનની વણઊકલી તથા અવગણી પણ ન શકાય તેવી સહિયારી મુશ્કેલીઓ’ તેવા અર્થધ્વનિવાળી સમજ પ્રવર્તતી જોવા મળે છે. આધુનિક સામાજિક વિજ્ઞાનોમાં, ખાસ કરીને સમાજશાસ્ત્રમાં, સામાજિક સમસ્યાની…

વધુ વાંચો >

સામાજિક સંઘર્ષ

સામાજિક સંઘર્ષ : વ્યક્તિઓ વચ્ચે અને જૂથો વચ્ચે વિવિધ સ્વરૂપે પ્રવર્તતા સંઘર્ષો. સામાજિક આંતરક્રિયાના એક સ્વરૂપ તરીકે સામાજિક સંઘર્ષ માનવ-સમાજમાં સાર્વત્રિક છે. આર્થિક તથા રાજકીય અથડામણો, યુદ્ધો, હુલ્લડો, દુશ્મનાવટભરી બદનક્ષી/ગાલિપ્રદાન, કોર્ટોમાં મુકદ્દમા રૂપે ચાલતી તકરારો વગેરે જેવાં અનેકવિધ રૂપોમાં સંઘર્ષ પ્રગટ થાય છે. તદુપરાંત ગુલામી, વેઠ કે શોષણને લગતા વ્યવહારોમાં…

વધુ વાંચો >

સામાજિકીકરણ (Socialization)

સામાજિકીકરણ (Socialization) : વ્યક્તિને સામાજિક બનાવતી પ્રક્રિયા. માનવ-બાળક જન્મ સમયે માત્ર જૈવિક અસ્તિત્વ ધરાવતું હોય છે; અર્થાત્, પ્રાણી-બાળ જેવું જ હોય છે. ત્યારપછી તેને સમાજનાં પ્રચલિત ધોરણો, મૂલ્યો, સામાજિક સંબંધોની વિવિધ ઢબો શીખવવામાં આવે છે. આ શિક્ષણ આપતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. દરેક સમાજ તેનાં નવાં જન્મેલાં બાળકોને નિશ્ચિત…

વધુ વાંચો >

સારડા હરવિલાસ

સારડા, હરવિલાસ (જ. 3 જૂન 1867, અજમેર, રાજસ્થાન; અ. 1952) : પ્રખર સમાજસુધારક, વિદ્વાન અને બાળલગ્નપ્રતિબંધક ધારાના જનક. તેમના પિતા હરનારાયણ સારડા અજમેરની ગવર્નમેન્ટ કૉલેજના ગ્રંથાલયી અને વડાકારકુન હોવા ઉપરાંત સંસ્કૃતના વિદ્વાન હતા. એથી ફાજલ સમયમાં તેઓ ઉપનિષદ, ગીતા અને યોગવસિષ્ઠ જેવા સંસ્કૃત ગ્રંથોના અભ્યાસમાં રત રહેતા અને તેના પઠન-પાઠનનો…

વધુ વાંચો >

સારાભાઈ અનસૂયાબહેન

સારાભાઈ અનસૂયાબહેન : જુઓ અનસૂયાબહેન સારાભાઈ.

વધુ વાંચો >

સારાભાઈ મૃદુલાબહેન

સારાભાઈ મૃદુલાબહેન : જુઓ મૃદુલા સારાભાઈ.

વધુ વાંચો >