સંસ્કૃત સાહિત્ય

વૃત્ર

વૃત્ર : વેદમાં વર્ણવાયેલો એક રાક્ષસ. વૃત્ર ઇન્દ્રશત્રુ છે. ઋગ્વેદના તેના ઇન્દ્ર સાથેના વિરોધના નિર્દેશો છે. એ વિરોધ ચાર પ્રકારે છે : તે (1) જળધારાઓને વરસતી રોકે છે; (2) ગાયોનું અપહરણ કરે છે; (3) સૂર્યને ઢાંકી દે છે; (4) સૂર્યોદય(ઉષા)ને રોકે છે. આચાર્ય યાસ્ક એના સ્વરૂપ વિશે બે અભિપ્રાય આપે…

વધુ વાંચો >

વેણીસંહાર

વેણીસંહાર : પ્રાચીન ભારતીય સંસ્કૃત નાટક. ભટ્ટનારાયણ નામના નાટકકારે આ નાટક સાતમી સદીના ઉત્તરાર્ધ અને આઠમી સદીના પૂર્વાર્ધમાં રચેલું છે. છ અંકનું બનેલું આ વીરરસપ્રધાન નાટક મહાભારતનાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરે છે. પ્રથમ અંકમાં શૂરવીર ભીમને કૌરવો સાથે સંધિ કે સુલેહ પસંદ નથી, કારણ કે યુદ્ધ કરીને કૌરવો સામે…

વધુ વાંચો >

વેદ

વેદ : જગતસાહિત્યના સૌથી પ્રાચીનતમ ગ્રંથો. આ ગ્રંથોમાં પરમ જ્ઞાન અર્થાત્ ઈશ્વર વિશેનું જ્ઞાન રહેલું છે. સાયણાચાર્ય કહે છે કે જે ઉપાય પ્રત્યક્ષ (પ્રમાણ) કે અનુમાન(પ્રમાણ)થી જાણી શકાતો નથી એને વેદથી જાણી શકાય છે. તેથી તેને ‘વેદ’ કહે છે. ઋગ્વેદ વગેરે જ્ઞાનની પ્રાપ્તિમાં સાધન હોવાથી ‘વેદ’ કહેવાય છે. ‘ઋગ્વેદભાષ્યભૂમિકા’માં સ્વામી…

વધુ વાંચો >

વેંકટ કૃષ્ણ શાસ્ત્રી, બી. વી.

વેંકટ કૃષ્ણ શાસ્ત્રી, બી. વી. (જ. 13 ઑગસ્ટ 1954, દેવનહલ્લી, જિ. બૅંગલોર, કર્ણાટક) : સંસ્કૃત પંડિત. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી બી.એસસી.; સંસ્કૃત સાથે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ઇન્ટરનૅશનલ સંસ્કૃત રિસર્ચ એકૅડેમી, બૅંગલોરના નિયામક; અખિલ કર્ણાટક સંસ્કૃત પરિષદના સેક્રેટરી અને નિષ્ણાત સમિતિના સભ્ય રહ્યા. તેઓ સંસ્કૃત પાઠ્યપુસ્તકોના સમીક્ષક પણ…

વધુ વાંચો >

વેંકટમાધવ

વેંકટમાધવ : જગતના પ્રાચીનતમ ભારતીય ગ્રંથ ‘ઋગ્વેદ’ના ભાષ્યકાર. એક મત અનુસાર તેમણે ઋગ્વેદ પર બે ભાષ્યો લખ્યાં હતાં; પરંતુ હાલ માત્ર એક જ ભાષ્ય ઉપલબ્ધ છે. તેમના ઋગ્વેદભાષ્યના પ્રથમ અધ્યાયમાં તેમણે પોતાનો પરિચય આપ્યો છે, તે મુજબ તેમના પિતાનું નામ વેંકટ અને પિતામહનું નામ માધવ છે. તેમની માતાનું નામ સુંદરી…

વધુ વાંચો >

વૈદિક જાતિ

વૈદિક જાતિ : વેદમાં ઉલ્લેખાયેલી જાતિઓ. વેદકાલીન ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં ચોક્કસ કુળ અને કુટુંબના લોકોના વર્ગોને જાતિ કે ટોળીના નામે ઓળખવામાં આવે છે. ઋગ્વેદ વગેરેમાં તેમના કેટલાક ઉલ્લેખો મળે છે, તેથી તે ‘વૈદિક જાતિ’ એવી સંજ્ઞાથી ઓળખાય છે. પ્રાચીન ભારતીય સાહિત્યના કાળક્રમે ઉપલબ્ધ થતા સર્વપ્રથમ સ્મારક તરીકે વેદનું સ્થાન…

વધુ વાંચો >

વૈદિક સાહિત્ય

વૈદિક સાહિત્ય પ્રાચીન ભારતીય વેદગ્રંથો અને તેની સાથે સંકળાયેલું સાહિત્ય. જગતભરમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. ઋગ્વેદ ‘ઋચા’ કે ‘ઋચ્’ નામથી ઓળખાતા મંત્રોનો વેદ છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓની મુખ્યત્વે સ્તુતિ કરવામાં આવે છે. ‘ઋચ્’(ઋચ્-ઋક્)નો વેદ તે ઋગ્વેદ. સ્તુતિઓ ઉપરાંત, ઋગ્વેદમાં દાનસૂક્તો, અક્ષ-(જુગાર)સૂક્ત, વિવાહસૂક્ત, અંત્યેદૃષ્ટિસૂક્ત, દાર્શનિક સૂક્ત વગેરે વિવિધ…

વધુ વાંચો >

વૈયાકરણભૂષણ

વૈયાકરણભૂષણ : કૌંડ ભટ્ટે (1625) રચેલો સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો શબ્દાર્થની ચર્ચા કરતો ગ્રંથ. ભર્તૃહરિએ ‘વાક્યપદીય’ નામના પોતાના પ્રસિદ્ધ ગ્રંથમાં જે શબ્દાર્થવિચાર પ્રસ્તુત કર્યો છે તે જ વિષયના આધારે ભટ્ટોજી દીક્ષિતે 74 કારિકાઓની બનેલી ‘વૈયાકરણ સિદ્ધાન્તકારિકા’ લખેલી. એ કારિકાઓની ભટ્ટોજી દીક્ષિતના ભત્રીજા કૌંડ ભટ્ટે ‘વૈયાકરણભૂષણ’ નામના પોતાના ગ્રંથમાં વિસ્તૃત સમજ આપી છે.…

વધુ વાંચો >

વૈશેષિક દર્શન

વૈશેષિક દર્શન : પ્રાચીન ભારતીય આસ્તિક દર્શન. પ્રસિદ્ધ છ દર્શનો(ષડ્દર્શન)માંનું તે એક છે. ‘વૈશેષિક’ નામ ‘વિશેષ’ શબ્દ ઉપરથી બન્યું છે. ‘વિશેષ’ નામનો સ્વતંત્ર પદાર્થ માનતું હોવાથી આ દર્શનનું નામ ‘વૈશેષિક’ પડ્યું છે. આ દર્શનના પ્રણેતા કણાદ ઋષિ છે. કણાદે ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી છે. તેનો સમય ઈ. સ.ની પ્રથમ શતાબ્દી…

વધુ વાંચો >

વૈષ્ણવ દર્શન

વૈષ્ણવ દર્શન : ભગવાન વિષ્ણુને મુખ્ય માનતી પ્રાચીન ભારતીય વિચારધારા. બધાં વૈષ્ણવ દર્શનો, વિષ્ણુ દેવતાને, પરબ્રહ્મથી અભિન્ન માને છે. મુખ્ય વૈષ્ણવ દર્શનો આ પ્રમાણે છે : (1) રામાનુજ વૈષ્ણવ દર્શન, (2) નિમ્બાર્ક વૈષ્ણવ દર્શન, (3) મધ્વ વૈષ્ણવ દર્શન, (4) વલ્લભ વૈષ્ણવ દર્શન, (5) ચૈતન્ય વૈષ્ણવ દર્શન. અહીં દરેકનો સંક્ષિપ્ત પરિચય…

વધુ વાંચો >