સંસ્કૃત સાહિત્ય

વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ)

વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ) (જ. 7 ફેબ્રુઆરી 1906, જોડ્રન્સ, જિ. ભિલવાડા, રાજસ્થાન) : હિંદી અને સંસ્કૃત પંડિત. 1932માં તેમણે સરકારી સંસ્કૃત કૉલેજ, વારાણસીમાંથી સાહિત્યશાસ્ત્રીની પદવી મેળવી. તેમણે શિવશક્તિ પીઠ, રાજમહલ, ઉદેપુરના નિયામક તરીકે કામગીરી કરી. 1928થી 1968 સુધી તેઓ ભૂપાલ નોબલ્સ ઇન્ટર કૉલેજ, ઉદેપુરમાં મુખ્ય પંડિત રહ્યા. તેઓ મેવાડ સ્ટેટના મહારાણા…

વધુ વાંચો >

શઙ્કુણ્ણિનાયર, એમ. પી.

શઙ્કુણ્ણિનાયર, એમ. પી. (જ. 4 માર્ચ 1917, મેષતુર, જિ. પાલઘાટ, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક. તેઓ સંસ્કૃત, અંગ્રેજી અને તમિળ ભાષાના તેજસ્વી વિદ્વાન છે અને સંસ્કૃતમાં ‘શિરોમણિ’નું બિરુદ તેમજ કલાના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. ચેન્નાઈની કૉલેજમાં ખૂબ લાંબો સમય અધ્યાપનની યશસ્વી કારકિર્દી પછી નિવૃત્ત થઈને હવે (2002માં) સ્વતંત્ર…

વધુ વાંચો >

શતકત્રય

શતકત્રય : ભર્તૃહરિ નામના કવિએ રચેલાં ત્રણ શતકકાવ્યો. ભર્તૃહરિએ રાજા અને એ પછી સંન્યાસી-જીવનમાં જે અનુભવો મેળવેલા તેનો સાર ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ ત્રણ કાવ્યોમાં રજૂ કર્યો છે. માનવજીવનના ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને અર્થ વિશેનું ચિંતન ‘નીતિશતક’માં, કામ વિશેનું ચિંતન ‘શૃંગારશતક’માં અને મોક્ષ વિશેનું ચિંતન ‘વૈરાગ્યશતક’માં રજૂ થયું છે. દરેકમાં…

વધુ વાંચો >

શબ્દ-બ્રહ્મ

શબ્દ–બ્રહ્મ : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રની એક આગવી વિભાવના. વૈયાકરણોએ ‘શબ્દ’ના દાર્શનિક સ્વરૂપને મહત્ત્વ આપતાં ‘શબ્દ એ જ બ્રહ્મ છે’ એવા શબ્દબ્રહ્મના સિદ્ધાંતને પ્રતિષ્ઠાપિત કર્યો છે. સુપ્રસિદ્ધ વૈયાકરણ અને વ્યાકરણશાસ્ત્રની એક વિશિષ્ટ દર્શન તરીકે પ્રતિષ્ઠા કરનાર ભર્તૃહરિએ તેમના ‘વાક્યપદીય’ નામના ગ્રન્થમાં શબ્દની બ્રહ્મ તરીકેની પ્રતિષ્ઠા વિસ્તારપૂર્વક કરી છે. આ ગ્રન્થની સૌપ્રથમ કારિકા…

વધુ વાંચો >

શબ્દવ્યાપારવિચાર

શબ્દવ્યાપારવિચાર : શબ્દશક્તિ વિશે આચાર્ય મમ્મટની રચના. આ નાનકડી રચના મમ્મટે મુકુલ નામના લેખકની ‘અભિધાવૃત્તમાતૃકા’ નામની રચનાની સામે પ્રતિક્રિયા અથવા વળતા જવાબ તરીકે લખી છે. તેનું શીર્ષક સૂચવે છે તે મુજબ અભિધા, લક્ષણા અને વ્યંજના  એ ત્રણ શબ્દશક્તિઓની ચર્ચા તેમાં રજૂ થઈ છે. આ નાનકડી રચના છ કારિકાઓની બનેલી છે.…

વધુ વાંચો >

શબ્દેન્દુશેખર

શબ્દેન્દુશેખર : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો ટીકાગ્રંથ. ભટ્ટોજી દીક્ષિતનો પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરનો વૃત્તિગ્રંથ કે પ્રક્રિયાગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે જાણીતો છે. તેના પર નાગેશ ભટ્ટે બે ટીકાઓ લખી છે. તેમાં વિસ્તૃત ટીકા તે ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ અને ઓછી વિસ્તૃત ટીકા તે ‘લઘુશબ્દેન્દુશેખર’. એ બંને ટીકાઓમાંથી ‘લઘુશબ્દેન્દુશેખર’ અભ્યાસકોમાં વધુ પ્રચલિત છે. ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ ભાગ્યે જ વંચાતી ટીકા છે.…

વધુ વાંચો >

શર્મા, એસ. શ્રીનિવાસ

શર્મા, એસ. શ્રીનિવાસ (જ. 1930, ચિદંબરમ્, જિ. દક્ષિણ આરકોટ, તામિલનાડુ) : સંસ્કૃતના વિદ્વાન. તેમને તેમની કૃતિ ‘જગદગુરુ- શ્રીચંદ્રશેખરેન્દ્રસરસ્વતીવિજયમ્’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો. તેમણે સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ હિંદી, અંગ્રેજી, તમિળ અને મલયાળમની જાણકારી ધરાવે છે. તેમણે અન્નામલાઈ વિશ્વવિદ્યાલય માટે 1200…

વધુ વાંચો >

શર્મા, ઓગેટી પરીક્ષિત

શર્મા, ઓગેટી પરીક્ષિત (જ. 1930) : સંસ્કૃત ભાષાશાસ્ત્રી, કવિ અને પંડિત. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાશાસ્ત્ર અને અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઘણી ભારતીય ભાષાઓના જ્ઞાતા છે. દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં 20 વર્ષ સુધી તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને મહારાષ્ટ્ર સરકારના ડિવિઝનલ…

વધુ વાંચો >

શર્મા, કે. વી.

શર્મા, કે. વી. (જ. 22 ડિસેમ્બર 1919, ચેગાન્નૂર, જિ. કોલ્લમ, કેરળ) : સંસ્કૃત અને મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.એસસી.; એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન ફ્રેન્ચ ઍન્ડ જર્મન, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ડી.લિટ્.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1962-65 દરમિયાન વી. વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હોશિયારપુરમાં ક્યુરેટર; 1965-1979 દરમિયાન વી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સંસ્કૃત…

વધુ વાંચો >

શર્મા, ચંદ્રધર

શર્મા, ચંદ્રધર (જ. 31 જાન્યુઆરી 1920, કોટા, રાજસ્થાન) : હિંદી તથા સંસ્કૃત પંડિત. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી તેમણે 1942માં એમ.એ.; 1944માં એલએલ.બી.; 1947માં ડી.ફિલ.; 1951માં ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ 1960-80 દરમિયાન જબલપુર યુનિવર્સિટીમાંથી ફિલસૂફી વિભાગના પ્રાધ્યાપક તથા વડા; 1963-64 અમેરિકામાં વ્હિટની ખાતે મુલાકાતી પ્રાધ્યાપક; 1980માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી મુલાકાતી પ્રાધ્યાપક…

વધુ વાંચો >