સંસ્કૃત સાહિત્ય

વક્રોક્તિ

વક્રોક્તિ : પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાન્ત. કાવ્યમાં  પ્રધાન તત્વ કયું છે એ વિશે કુંતક કે કુંતલ નામના આચાર્ય(950)નો મત એવો છે કે કાવ્યનો આત્મા વક્રોક્તિ છે. કુંતકના મતે અલંકાર, રસ, ગુણ, રીતિ, ધ્વનિ – એ બધાં તત્વોનો સમાહાર વક્રોક્તિમાં થઈ જાય છે. કુંતકના શબ્દોમાં વક્રોક્તિ એટલે કવિકર્મના કૌશલની શોભાભરી…

વધુ વાંચો >

વક્રોક્તિજીવિત

વક્રોક્તિજીવિત (ઈ. સ. 925 આસપાસ) : ભારતીય કાવ્યશાસ્ત્રનો આચાર્ય કુંતકે રચેલો વક્રોક્તિ વિશેનો અપૂર્ણ ગ્રંથ. આ ગ્રંથ ચાર ઉન્મેષોમાં વહેંચાયેલો છે. ચોથા ઉન્મેષમાં વચ્ચે વચ્ચે અને અંતે કેટલાક ફકરા પ્રાપ્ત થતા નથી. આ ગ્રંથમાં 165 કારિકાઓ પર સમજૂતી આપવામાં આવી છે. એમાં 500થી વધુ ઉદાહરણો આપવામાં આવ્યાં છે. પ્રથમ ઉન્મેષમાં…

વધુ વાંચો >

વર્મા, મદનલાલ

વર્મા, મદનલાલ [જ. 16 મે 1931, તુલમ્બા, જિ. મુલતાન (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી અને સંસ્કૃતના લેખક. તેમણે હિંદી તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની, હિંદીમાં પીએચ.ડી. અને સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તે પછી અધ્યાપનકાર્યમાં જોડાયા અને સેવાનિવૃત્ત થયા. તેમણે અત્યાર સુધીમાં હિંદી તેમજ સંસ્કૃતમાં 12 ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતમાં તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘ગિરિકર્ણિકા’ (ગદ્યપદ્ય…

વધુ વાંચો >

વાક્ – 2 (વ્યાકરણ)

વાક્ – 2 (વ્યાકરણ) : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો એક પદાર્થ કે જે શબ્દબ્રહ્મનો પર્યાય છે. વ્યાકરણ(શબ્દશાસ્ત્ર)ના દાર્શનિક સ્વરૂપના ચિન્તક ભર્તૃહરિએ ‘વાક્યપદીય’ નામના ગ્રંથમાં ‘વાક્’ની વ્યાપકતાનું નિરૂપણ કરતાં તેની ‘બ્રહ્મરૂપતા’ દર્શાવી છે. આ જ બ્રહ્મરૂપતાનો નિર્દેશ મહાન આલંકારિક દંડીએ તેમના ‘કાવ્યાદર્શ’(1/34)માં આપતાં જે કહ્યું છે તે પ્રમાણે ‘જો શબ્દરૂપી જ્યોતિ આ સંસારમાં…

વધુ વાંચો >

વાક્યપદીય

વાક્યપદીય : પાણિનીય વ્યાકરણશાસ્ત્રના તત્વજ્ઞાનને વર્ણવતો પ્રસિદ્ધ ગ્રંથ. તેના લેખક ભર્તૃહરિ હતા. તેમને સંક્ષેપમાં હરિ પણ કહે છે. તેઓ બૌદ્ધ હતા તેમ કેટલાક વિદ્વાનો માને છે. સાતમી સદીમાં આ ગ્રંથ રચાયેલો છે એવું સ્વીકારવામાં આવ્યું છે; પરંતુ કેટલાક વિદ્વાનો તેમાં સંમત નથી. પાણિનિના ‘અષ્ટાધ્યાયી’ જેવા ગ્રંથો પ્રક્રિયાગ્રંથો ગણાય છે કે…

વધુ વાંચો >

વાચસ્પતિ મિશ્ર

વાચસ્પતિ મિશ્ર : ભારતીય દાર્શનિક લેખક. તેઓ મૈથિલ બ્રાહ્મણ અને ઉત્તર પ્રદેશના વતની હતા. તેમના જીવન વિશે એક અનુશ્રુતિ એવી છે કે પોતાને શાંકરભાષ્ય વગેરે પર ટીકાગ્રંથો લખવા હતા એટલે ગૃહસ્થ ધર્મ બજાવવાના બદલે ઘરનાં કામ પત્નીને સોંપી તેઓ સતત ગ્રંથલેખન કરતા રહ્યા. છેલ્લો શાંકરભાષ્ય પરનો ટીકાગ્રંથ પૂરો કર્યો ત્યારે…

વધુ વાંચો >

વાત્સ્યાયન

વાત્સ્યાયન : પ્રાચીન ભારતીય કામશાસ્ત્રના લેખક. તેમને ‘વાત્સ્યાયન મુનિ’ અથવા ‘મહર્ષિ વાત્સ્યાયન’ એવા નામે ઓળખવામાં આવે છે. એમનું મૂળ નામ મલ્લનાગ હતું. જ્યારે વાત્સ્યાયન – એ એમનું ગોત્રનામ અથવા કુળનામ છે. આ ગોત્રના મૂળ ઋષિ વત્સ હતા અને તેમના વંશજોને ‘વાત્સ્યાયન’ એવા નામથી ઓળખવામાં આવે છે. ઈ. સ.ની સાતમી સદીમાં…

વધુ વાંચો >

વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી)

વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી) (જ. 31 જુલાઈ 1918, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત પંડિત. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. (1941) તથા ડી.લિટ.ની પદવી મેળવી હતી. તેઓ નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા પછી કોલકાતા ખાતે સત્યાનંદ મહાપીઠમાં કુલાચાર્ય તરીકે જોડાયેલા. 1952થી 1956 સુધી તેઓ સંસ્કૃત વિશ્વ પરિષદના…

વધુ વાંચો >

વાર્ત્તિક

વાર્ત્તિક : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિનાં સૂત્રો પર મૂળ સૂત્ર જેવું જ પ્રમાણભૂત વિધાન. આચાર્ય પાણિનિએ પોતાની અષ્ટાધ્યાયીમાં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના નિયમો પ્રસ્તુત કર્યા છે. એના પર કાત્યાયન વગેરેએ પાછળથી વાર્ત્તિકો લખ્યાં છે. જે નિયમ સૂત્રમાં ન કહ્યો હોય (અનુક્ત) અને પોતે ઉમેર્યો હોય તે વિધાન ‘વાર્ત્તિક’ કહેવાય. સૂત્રમાં નિયમ બરાબર ન…

વધુ વાંચો >

વાલ્મીકિ

વાલ્મીકિ : સંસ્કૃત ભાષાના આદિકવિ અને ‘રામાયણ’ મહાકાવ્યના રચયિતા મહાકવિ. તેમના જીવન વિશે નિશ્ચિત માહિતી વિરલ છે એટલે તેમના વિશે મળતી અનુશ્રુતિઓ પર આધાર રાખવો પડે તેમ છે. વળી તેમનું ઉપજીવન લેનારા સંસ્કૃત ભાષાના મહાકવિઓ અને નાટ્યકારોએ પણ તેમની ઘણી પ્રશંસા કરી છે. શ્રેષ્ઠ નાટ્યકાર ભવભૂતિ તેમને શબ્દબ્રહ્મના જાણકાર મનીષી…

વધુ વાંચો >