સંસ્કૃત સાહિત્ય

અનુપપત્તિ (ન્યાય)

અનુપપત્તિ (ન્યાય) : એક તર્કદોષ. ‘ઉપપત્તિ’ એટલે તાર્કિક સંગતિ, અવિરોધ; તેનો અભાવ તે ‘અન્-ઉપપત્તિ’. કોઈ પદાર્થ કે સિદ્ધાંતની સ્થાપનામાં નડતો આ એક તર્કદોષ છે. તર્કદૃષ્ટિએ જ્યારે કોઈ તથ્યનું અસ્તિત્વ અમુક અન્ય બાબતનું અસ્તિત્વ ફલિત કરે, ત્યારે તે તથ્ય પેલી અન્ય બાબતના અભાવની સ્થિતિમાં સંભવતું નથી. આથી જ કોઈ નવી (=…

વધુ વાંચો >

અનુમાન (પ્રમાણ)

અનુમાન (પ્રમાણ) : કોઈ જ્ઞાત વસ્તુ ઉપરથી અજ્ઞાત વસ્તુનું જ્ઞાન જે પ્રમાણથી થાય છે તે. આપણે દૂર પર્વત ઉપર ધુમાડો દેખીએ છીએ પણ અગ્નિને દેખતા નથી. ધુમાડો પ્રત્યક્ષથી જ્ઞાત છે. અગ્નિ અજ્ઞાત છે. જ્ઞાત ધુમાડા ઉપરથી આપણને અજ્ઞાત અગ્નિનું જ્ઞાન થાય છે. આ રીતે થયેલું અગ્નિનું જ્ઞાન અનુમાન છે. અહીં…

વધુ વાંચો >

અનુયાજ

અનુયાજ : પ્રધાન યાગની સમાપ્તિ વખતે થતું ગૌણ કે પૂરક યજ્ઞાનુષ્ઠાન. (अनु + यज् + धञ् = अनुयाग). પ્રાચીન વૈદિક દર્શપૌર્ણમાસેષ્ટિ યાગમાં પ્રધાન યાગ કે દેવતાના યાગની પહેલાં વિશિષ્ટ પાંચ દેવતાઓને ઉદ્દેશીને પાંચ વિશિષ્ટ આહુતિઓ અપાય છે તે પ્રયાજયાગ; અને પ્રધાન યાગ થયા પછી બર્હિ:, નરાશંસ અને સ્વિષ્ટકૃત્ અગ્નિ એમ…

વધુ વાંચો >

અનુવાદ (પૂર્વમીમાંસા)

અનુવાદ (પૂર્વમીમાંસા) : અન્ય પ્રમાણ વડે સિદ્ધ થયેલી બાબતનું કથન. પૂર્વમીમાંસા અનુસાર વેદના પાંચ વિભાગો પાડેલા છે : (1) વિધિ, (2) મંત્ર, (3) નામધેય, (4) નિષેધ અને (5) અર્થવાદ. અર્થવાદમાં નિરૂપિત વિષયવસ્તુને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પડેલા છે : (1) ગુણાનુવાદ, (2) અનુવાદ અને (3) ભૂતાર્થવાદ. ગૌતમીય ન્યાયદર્શનની વૃત્તિમાં અનુવાદના…

વધુ વાંચો >

અનુવૃત્તિ (વ્યાકરણ)

અનુવૃત્તિ (વ્યાકરણ) : અનુવર્તન, અનુસરણ. સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોમાં એક કે તેથી વધારે પદોની પુનરાવૃત્તિ કરવી એ દોષ મનાય છે. તેવું પુનરાવર્તન કરવું ન પડે અને સાથોસાથ સૂત્રની સંક્ષિપ્તતા (સ્વલ્પાક્ષરતા) સાધી શકાય તે હેતુથી આ યુક્તિનો આશ્રય લેવામાં આવે છે. ખાસ કરીને, પાણિનીય વ્યાકરણનાં સૂત્રોમાં આગલા સૂત્રમાં આવતું પદ તે પછીનાં…

વધુ વાંચો >

અનુશાસન

અનુશાસન : અનુશાસન એટલે ઉપદેશ, આજ્ઞા, અનુકૂલન, આદેશ, માર્ગદર્શન. વૈદિક સાહિત્યમાં આ શબ્દ એવા અર્થોમાં પ્રયુક્ત થયેલો છે. ધર્મનિરૂપણ કે ધર્મોપદેશ એવો પણ તેનો અર્થ છે. भावे ल्युद् પ્રત્યયાન્ત અનુશાસન શબ્દના યથાર્થ જ્ઞાપન, નિરૂપણ, કર્તવ્યોપદેશ એવા અર્થો છે. करणे ल्युद् પ્રત્યયાન્ત તે શબ્દનો અર્થ શાસ્ત્રોપદેશ એમ થાય છે. શબ્દાનુશાસન એટલે…

વધુ વાંચો >

અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ)

અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ) : પ્રત્યેક વસ્તુને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવી, જોવી અને કહેવી તે. જૈનદર્શનની આધારશિલા અનેકાન્તવાદ છે. જૈનધર્મમાં જ્યારે પણ કોઈ વાત કહેવાઈ છે ત્યારે તે અનેકાન્તની કસોટી પર સારી રીતે ચકાસીને કહેવાઈ છે. આથી દાર્શનિક સાહિત્યમાં જૈનદર્શનનું બીજું નામ અનેકાન્તદર્શન પડ્યું છે. જૈનદર્શનમાં પ્રયોજાતા ‘અનેકાન્ત’ શબ્દનો અર્થ છે…

વધુ વાંચો >

અપવારિત

અપવારિત : સંસ્કૃત નાટકોમાં આવતું પાત્રોના સંવાદને લગતું નાટ્યસૂચન. રંગમંચ ઉપર કોઈ પાત્ર મોઢું બીજી બાજુ ફેરવીને ત્યાં હાજર રહેલ અન્ય પાત્રને ગુપ્ત વાત સંભળાવે તે અભિનય કે અભિવ્યક્તિને ‘અપવારિત’ કહેવામાં આવે છે. રંગમંચ ઉપર થતા પાત્રોના સંવાદો (1) સર્વશ્રાવ્ય, (2) નિયતશ્રાવ્ય અને (3) સ્વગત – એમ ત્રણ પ્રકારના હોય…

વધુ વાંચો >

અપાલા

અપાલા : સંસ્કૃત સાહિત્યનું પૌરાણિક પાત્ર. અત્રિ ઋષિનાં બ્રહ્મવાદિની પુત્રી. શરીરે કોઢ જેવો ચર્મરોગ હોવાથી પતિ દ્વારા ત્યજાયેલાં હોવાથી પિતાને ઘેર રહેતાં અપાલા દેવરાજ ઇન્દ્રની પ્રસન્નતા માટે આતુર હતાં. એક સમયે નદીએ જળ ભરવા જતાં તેમણે સોમ-વલ્લી જોઈ; તેને પોતાના મુખમાં મૂકીને ચર્વણ કરતાં થયેલા અવાજને સાંભળી ઇન્દ્ર ત્યાં આવી…

વધુ વાંચો >

અપ્પય્ય દીક્ષિત

અપ્પય્ય દીક્ષિત (અપ્પય કે અપ્પ દીક્ષિત) (જ. 1520, અડયપલ્લમ્, કાંચી દક્ષિણ ભારત; અ. 1593, ચિદમ્બરમ) : સુપ્રસિદ્ધ સંસ્કૃત ભાષ્યકાર. ભારદ્વાજ ગોત્ર. જન્મ દક્ષિણ ભારતમાં કાંચીની પાસે અડયપ્પલમ્ ગામમાં. સમય 1554થી 1626નો પણ મતાન્તરે મનાય છે. તેમના પિતાનું નામ રંગરાજાધ્વરી. તેમની આશરે 57 કૃતિઓ છે એમ સિદ્ધ થયું છે. આ કૃતિઓનો વિષય…

વધુ વાંચો >