સંસ્કૃત સાહિત્ય

અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી

અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી (1862–1943) : મહારાષ્ટ્રના પ્રખ્યાત સંસ્કૃત વૈયાકરણ તેમજ અનેક શાસ્ત્રોના નિષ્ણાત. 1921માં બ્રિટિશ સરકારે એમને મહામહોપાધ્યાયની પદવી આપીને એમની વિદ્વત્તાને બિરદાવેલી. એમણે સતારાના રામશાસ્ત્રી ગોડબોલે પાસે બાલ્યવયથી જ સંસ્કૃતનું અધ્યયન કરેલું. તે પછી તેમની નિમણૂક પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં તથા સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી તરીકે થયેલી. તેમણે વ્યાકરણ, વેદાન્ત, મીમાંસા,…

વધુ વાંચો >

અભ્યુપગમતર્ક

અભ્યુપગમતર્ક : પ્રતિવાદીનો મત વાદીને સ્વીકાર્ય ન હોય તોપણ, તે મતને સ્વીકારવા ખાતર સ્વીકારીને પછી, પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા માટે તર્ક રજૂ કરવામાં આવે તે ચર્ચા-પદ્ધતિ. ધારો કે વાદી પર્વતમાં ધૂમ્રને જોઈને ત્યાં અગ્નિ હોવાનું અનુમાન કરે છે, પરંતુ, પ્રતિવાદી એ વાત ન માને અને કહે છે – પર્વતમાં ધૂમ્ર…

વધુ વાંચો >

અભ્યુપગમવાદ

અભ્યુપગમવાદ : પ્રતિવાદીનો મત વાદીને ઇષ્ટ ન હોય તોપણ તે મતના બળનું નિરીક્ષણ કરવા માટે, તે મતનો અભ્યુપગમ અર્થાત્ સ્વીકાર કરવામાં આવે અને પછી પોતાના મતને સાચો અને પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા વાદ (નિશ્ર્ચિત પ્રકારની ચર્ચા) કરવામાં આવે તે ચર્ચાપદ્ધતિ. (प्रतिवादिचलनिरीक्षणार्थम् अनिष्टम् स्वीकरणम्). આ અભ્યુપગમવાદ પ્રૌઢિવાદ જેવો છે. પ્રૌઢિવાદ અર્થાત્…

વધુ વાંચો >

અમરકોશ

અમરકોશ : સંસ્કૃત ભાષાનો પ્રાચીન શબ્દકોશ. લેખક અમરસિંહ. સહેલાઈથી યાદ રહે તે માટે કોશની છંદોબદ્ધ રચના કરેલી. તેનું વાસ્તવિક નામ અમરસિંહે ‘નામલિંગાનુશાસન’ આપેલું. તેમાં નામ અર્થાત્ સંજ્ઞા અને તેના લિંગભેદનું અનુશાસનશિક્ષણ છે. તેમાં અવ્યયો છે, પણ ધાતુ (ક્રિયાપદ) નથી. આ કોશમાં સાધારણ શબ્દો સાથે અપરિચિત લાગે તેવા શબ્દો ભરપૂર છે.…

વધુ વાંચો >

અમરચંદ્રસૂરિ (13મી સદી, પૂર્વાર્ધ)

અમરચંદ્રસૂરિ (13મી સદી, પૂર્વાર્ધ) : સોલંકીકાલના વિદ્વાન વૈયાકરણ, તેઓ જયાનંદસૂરિના શિષ્ય હતા. તેમણે હેમચંદ્રાચાર્ય-કૃત ‘સિદ્ધ. હેમશબ્દાનુશાસન’નાં 757 સૂત્રોની બૃહદવૃત્તિ પર ‘અવચૂર્ણિ’ રચી છે. દેવેન્દ્ર ભટ્ટ

વધુ વાંચો >

અમરુ-શતક

અમરુ-શતક (ઈ. આઠમી સદી) : કવિ અમરુકૃત માધુર્ય તથા પ્રસાદગુણથી યુક્ત શૃંગારરસપ્રધાન સો શ્લોકવાળું સંસ્કૃત ખંડકાવ્ય. નાયક-નાયિકાનાં શૃંગારચિત્રો તથા કામશાસ્ત્રીય સંયોગ અને વિયોગના કલાત્મક ભાવોનું નિરૂપણ કરતું આ કાવ્ય મુખ્યરૂપે શાર્દૂલવિક્રીડિત, ઉપરાંત સ્રગ્ધરા, હરિણી, વસંતતિલકા જેવા છંદોમાં રચેલાં સો કે તેથી અધિક મુક્તકો ધરાવે છે. આ કાવ્યના અનેક શ્લોકો સંસ્કૃતના…

વધુ વાંચો >

અમોઘવૃત્તિ

અમોઘવૃત્તિ (નવમી સદી) : સંસ્કૃત વ્યાકરણગ્રંથ ‘શાકટાયન શબ્દાનુશાસન’ પરની ટીકા. સંસ્કૃત વ્યાકરણની જૈન પરંપરાના પાલ્યકીર્તિ નામના વૈયાકરણે ‘શાકટાયન’ ઉપનામથી ‘શાકટાયન શબ્દાનુશાસન’ રચ્યું. પોતે રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ પહેલાના આશ્રિત હતા એટલે શબ્દાનુશાસનનાં 3,200 સૂત્રો પર, પોતે જ 18,000 શ્લોકમાં રાજા અમોઘવર્ષનું નામ જોડેલી અમોઘવૃત્તિ (અમોઘાવૃત્તિ) ટીકા રચી. તેમાં ગણપાઠ, ધાતુપાઠ, લિંગાનુશાસન…

વધુ વાંચો >

અરણ્યાની

અરણ્યાની : એક જ સૂક્ત(10-146)માં ઉદબોધન પામેલાં અરણ્યાની એટલે કોઈક નિર્જન અરણ્યનાં પાલયિત્રી અધિદેવતા. રાત્રિની નીરવતામાં અનેક પશુપંખીઓના ભયજનક અવાજોના વાતાવરણને પડછે વગર ખેતીએ સ્વાદુ ફળો અને અન્નભંડારો ધરાવતાં આ અહિંસક વનદેવતાની પ્રશસ્તિ મંત્રદ્રષ્ટા ઋષિ मृगाणां मातरम् તરીકે કરે છે. જયાનંદ દવે

વધુ વાંચો >

અરિસિંહ

અરિસિંહ (ઈ. 1242) : જૈન કવિ. લાવણ્યસિંહ કે લવણસિંહના પુત્ર, ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલના જૈન મંત્રી વસ્તુપાલના આશ્રિત તથા જિનદત્તસૂરિના શિષ્ય અરિસિંહે વસ્તુપાલની પ્રશંસા માટે ‘સુકૃતસંકીર્તન’ નામે મહાકાવ્ય સંસ્કૃતમાં લખ્યું છે. અરિસિંહે લખેલ અન્ય અલંકારશાસ્ત્રીય સંસ્કૃત ગ્રંથ ‘કાવ્ય-કલ્પલતા’ છે. આમાં કાવ્યની રચના વિશેના નિયમો તથા કવિઓ માટે માર્ગદર્શન આપેલું છે. અરિસિંહ…

વધુ વાંચો >

અરુંધતી

અરુંધતી : વસિષ્ઠ ઋષિનાં પત્ની. એમનું બીજું નામ અક્ષમાલા. સ્વયં અરુંધતીએ પોતાના નામની વ્યુત્પત્તિ આપી છે : ‘‘હું અરુ અર્થાત્ પર્વત, પૃથ્વી અને દ્યુલોકને ધારણ કરું છું; મારા સ્વામીની સમીપ રહું છું અને તેમના મનને ‘અનુરુંધતી’ એટલે અનુસરું છું. માટે મારું નામ અરુંધતી છે.’’ અરુંધતી અત્યંત ઉગ્ર તપશ્ર્ચર્યા કરનારી અને…

વધુ વાંચો >