સંસ્કૃતિ (સામાન્ય)
વૅલેન્ટાઇન ડે
વૅલેન્ટાઇન ડે : પ્રેમ અને લાગણીના ઉત્સવ તરીકે, 14મી ફેબ્રુઆરીએ દુનિયાના અનેક દેશોમાં, હોંશભેર ઊજવાતો દિવસ. આ દિવસે લોકો, સવિશેષ યુવક-યુવતીઓ પોતપોતાનાં પ્રિય પાત્રોને, મિત્રોને કે કુટુંબના સભ્યોને ‘વૅલેન્ટાઇન’ના અભિવાદન-સંદેશા મોકલે છે. કેટલાક સંદેશા-પત્રોમાં કાવ્યો, હાસ્યપ્રધાન ચિત્રો કે કહેવતો પણ હોય છે. આ દિવસે ઠેર ઠેર મિજબાનીઓ અને નૃત્ય-સમારંભો યોજાય…
વધુ વાંચો >વોરા (દાઊદી વોરા સહિત)
વોરા (દાઊદી વોરા સહિત) : પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે વેપારધંધો કરતી એક જાતિ. વોરા હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં હોય છે. મુસ્લિમ વોરા મોટેભાગે ગુજરાતમાં રહે છે. ‘વોરા’ શબ્દની વ્યુત્પત્તિ અને વોરા જાતિના મૂળ વિશે બે મત પ્રવર્તે છે. એક મતાનુસાર ગુજરાતી ભાષાના શબ્દ ‘વહોરવું’ ઉપરથી ‘વોરા’ અથવા ‘વહોરા’ શબ્દ બન્યો…
વધુ વાંચો >શબ્દપ્રમાણ
શબ્દપ્રમાણ : પ્રાચીન ભારતીય દાર્શનિકોએ સ્વીકારેલું એક પ્રમાણ. શબ્દપ્રમાણનું લક્ષણ છે આપ્તોપદેશ. અર્થાત્, આપ્તવચન શબ્દપ્રમાણ છે. વેદ, શાસ્ત્ર અથવા જ્ઞાની મનુષ્યે કહેલું વાક્ય શબ્દપ્રમાણ છે. અશ્રદ્ધેય વ્યક્તિએ કહેલું વાક્ય પ્રમાણ નથી. ચાર્વાક સિવાય બધા ભારતીય દાર્શનિકો શબ્દપ્રમાણને સ્વીકારે છે; પરંતુ તે સ્વતંત્ર પ્રમાણ છે કે અનુમાનપ્રમાણમાં જ તે સમાવિષ્ટ છે…
વધુ વાંચો >શયતાન/સેતાન
શયતાન/સેતાન : અલ્લાનો વિરોધ કરનારું તત્વ. ‘શયતાન’ અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ‘દુષ્ટ’ થાય છે. ઇસ્લામી વિચારસરણીમાં શયતાન એક એવો જીન હતો જે બીજા બધા જીનો(ફિરસ્તાઓ)નો શિક્ષક હતો. કુરાનમાં જણાવ્યા પ્રમાણે જ્યારે અલ્લાએ મનુષ્ય-(આદમ)નું સર્જન કર્યું ત્યારે બધા જીનોને આજ્ઞા આપી કે તેઓ મનુષ્યને નમન કરે; પરંતુ શયતાને જવાબ…
વધુ વાંચો >શર્મા, શ્રીમન્નથુરામ
શર્મા, શ્રીમન્નથુરામ (જ. 10 ઑક્ટોબર 1858, મોજીદડ, લીંબડી, સૌરાષ્ટ્ર; અ. 16 ઑક્ટોબર 1941, બીલખા) : સૌરાષ્ટ્રના મહાન સંત. તેમનો જન્મ ઔદીચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પીતાંબર રાવળ અને માતાનું નામ નંદુબા હતું. તેમણે મોજીદડ અને ચુડાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ચોટીલા પાસેના મેવાસા ગામે જ્યોતિષનો…
વધુ વાંચો >શર્મા, શ્રીરામ
શર્મા, શ્રીરામ (જ. 20 સપ્ટેમ્બર 1911, આંવલખેડા, જિ. આગ્રા; અ. 2 જૂન 1990) : ગાયત્રી મહાવિદ્યાના જાણીતા ઉદ્ધારક અને પ્રચારક. તેઓનો જન્મ એક જમીનદાર કુટુંબમાં થયો હતો. તેમના પિતા પંડિત રૂપકિશોર શર્મા તે સમયના રાજવી કુટુંબોમાં રાજપુરોહિત તરીકે અને ભાગવતના કથાકાર તરીકે પ્રસિદ્ધ હતા. દાનકુંવરીદેવી તેમનાં માતા હતાં. શ્રીરામ શર્માની…
વધુ વાંચો >શાહ, અલીજી ગામધણી
શાહ, અલીજી ગામધણી : અમદાવાદના વિખ્યાત સંત કવિ. અમદાવાદમાં જમાલપુર રોડ પર તેમની દરગાહ આવેલી છે, તેની પાછળ આવેલી મસ્જિદમાં તુગ્રા શૈલીમાં એક લેખ છે. તેમાં અલ્લાહ મુહમ્મદ તથા તેમના ચાર મુખ્ય સહચરો હજરત અબૂબક્ર ઊર ઉસ્માન અને અલી વગેરેનાં નામોનું થુલ્થ શૈલીના તુગ્રા રૂપમાં આલેખન કરવામાં આવ્યું છે. જયકુમાર…
વધુ વાંચો >શિવકાંચી
શિવકાંચી : દક્ષિણ ભારતનું એક શૈવ તીર્થ. અહીં 108 મંદિરો આવેલાં છે જેમાં મુખ્ય મંદિર એકાગ્રેશ્વરનું છે. સપ્તતીર્થ સરોવર પાસે આ વિશાળ મંદિર ત્રણ ગોપુર દ્વારોની ભીતર આવેલું છે. રેતિયા પથ્થરના મંદિરના ગર્ભગૃહમાં શ્યામવર્ણની લિંગમૂર્તિનાં દર્શન થાય છે. અહીં એકાગ્રેશ્વર પર જળાભિષેક થતો નથી. તેમનો અભિષેક ચમેલીના સુગંધિત તેલથી કરવામાં…
વધુ વાંચો >શિવરાત્રિ
શિવરાત્રિ : ગુજરાતમાં માઘ (ઉત્તર ભારતમાં ફાલ્ગુન) માસની કૃષ્ણ ચતુર્દશીએ ઊજવાતું શિવરાત્રિ વ્રતપર્વ. આને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસે શિવ અને પાર્વતીનાં લગ્ન થયાં હતાં. હસ્તમેળાપ વિષ્ણુ ભગવાને કરાવ્યો હતો અને બ્રહ્માજીએ પૌરોહિત કાર્ય સંભાળ્યું હતું. આ તિથિએ શંકરે તાંડવનૃત્ય કર્યું હતું અને પોતાના ડમરુથી સર્વત્ર જ્ઞાન-વિજ્ઞાનને ફેલાવ્યું હતું.…
વધુ વાંચો >શુચીન્દ્રમ
શુચીન્દ્રમ : કન્યાકુમારીથી લગભગ 15 કિમી. દૂર શુચીન્દ્રમ નામના સ્થાને શિવનું એક મહામંદિર આવેલું છે. અહીંના શિવલિંગ અંગે અનુશ્રુતિ છે કે બાણાસુરે તપ કરી શિવને પ્રસન્ન કર્યા અને કોઈ કન્યા દ્વારા જ પોતાનું મૃત્યુ થાય એવું વરદાન મેળવ્યું. ત્યાર પછી તે ઘણો અત્યાચારી થઈ ગયો. ભયભીત દેવતાઓ વિષ્ણુને શરણે ગયા…
વધુ વાંચો >