સંગીતકલા

વલ્લભદાસજી

વલ્લભદાસજી (જ. 1903; અ. 1972, મુંબઈ) : સ્વામીનારાયણ પંથના મહંત અને શાસ્ત્રીય સંગીતના ગાયક. તેમણે બાળપણમાં જ સંન્યાસ ધારણ કર્યો હતો અને તેઓ મુંબઈના એક મંદિરમાં નિવાસ કરતા હતા. બાળપણથી જ તેમને સંગીતનો ખૂબ શોખ હતો. મંદિરમાં ગાયન-વાદનના કાર્યક્રમો થતા, જેમાંથી તેમને સંગીતમાં રુચિ પેદા થઈ અને તેઓ મૃદંગ વગાડવાનું…

વધુ વાંચો >

વહીદખાં

વહીદખાં (જ. 1895, ઇટાવા; અ. ?) : સૂરબહાર અને સિતારના પ્રસિદ્ધ કલાકાર. તેમના પિતા ઉસ્તાદ ઇમદાદખાં પણ સૂરબહાર અને સિતારના ઉચ્ચ કલાકાર હતા. ઇનાયતખાંસાહેબ તેમના નાના ભાઈ હતા. વહીદખાંએ શરૂઆતમાં ધ્રુપદ, ખયાલ તથા ઠૂમરીની તાલીમ લઈ, પછી સિતાર અને સૂરબહારની તાલીમ પોતાના પિતા પાસેથી પ્રાપ્ત કરી. ત્રણ વર્ષ સુધી તેઓ…

વધુ વાંચો >

વહીદખાં

વહીદખાં (જ. ?; અ. 1949) : શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક અને ઉચ્ચ કોટિના સંગીત-શિક્ષક. પોતાના શિષ્યોને તેઓ દિલથી શીખવતા. તેમનું બાળપણ તેમના કાકા ઉસ્તાદ હૈદરખાં (જેઓ કોલ્હાપુરના જાણીતા સારંગીવાદક હતા.) પાસે કોલ્હાપુરમાં વ્યતીત થયું. હૈદરખાંએ બીનકાર બન્દેઅલીખાં પાસેથી અનેક ઘરાણેદાર ચીજોની તાલીમ મેળવી હતી. આ બધી ચીજો તેમણે પોતાના ભત્રીજા…

વધુ વાંચો >

વાગ્નર, રિચાર્ડ

વાગ્નર, રિચાર્ડ (જ. 22 મે 1813, લિપઝિગ, જર્મની; અ. 13 ફેબ્રુઆરી 1883, વેનિસ, ઇટાલી) : પ્રસિદ્ધ જર્મન ઑપેરા-સ્વરનિયોજક અને સંગીત-સિદ્ધાંતકાર. ઓગણીસમી સદીના યુરોપના સંગીતને દિશાસૂચન કરવાનું કામ તેણે પોતાના સંગીત તેમજ ગ્રંથો વડે કર્યું. કુટુંબમાં જ સંગીતનું વાતાવરણ હતું. એ બાળક હતો ત્યારે પિતા મૃત્યુ પામ્યા. માતા અને અભિનેતાની કારકિર્દી…

વધુ વાંચો >

વાઘેલા, જયવન્તસિંહજી રણમલસિંહજી મહારાણા (સાણંદના બાપુ)

વાઘેલા, જયવન્તસિંહજી રણમલસિંહજી મહારાણા (સાણંદના બાપુ) (જ. 16 ઑક્ટોબર 1904, સાણંદ, જિ. અમદાવાદ; અ. 18 જૂન 1980, સાણંદ, જિ. અમદાવાદ) : અમદાવાદ નજીકના સાણંદ રિયાસતના ઠાકોર; ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ, પ્રોત્સાહક અને પુરસ્કર્તા; નવા રાગોના સર્જક અને શબ્દ તથા સ્વર બંનેના વિખ્યાત રચનાકાર. મૂળ કર્ણાટકના સોલંકી વંશમાં જન્મ. પિતાનું…

વધુ વાંચો >

વાડકર, સુરેશ

વાડકર, સુરેશ (જ. 7 ઑગસ્ટ 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક, ચલચિત્રજગતના પાર્શ્ર્વગાયક તથા કુશળ તબલાંવાદક. માત્ર દસ વર્ષના હતા ત્યારે મુંબઈની જાણીતી શાસ્ત્રીય સંગીતની તાલીમ સંસ્થા આચાર્ય જિયાલાલ વસંત સંગીત નિકેતનમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા દાખલ થયા અને તરત જ તેમનામાં રહેલી ગાયક તરીકેની જન્મજાત કુશળતાનો…

વધુ વાંચો >

વાદ્યસંગીત

વાદ્યસંગીત ઘટક પદાર્થો(material)માંથી બનાવવામાં આવતાં જુદા જુદા પ્રકારનાં વાજિંત્રના માધ્યમથી નિર્માણ કરવામાં આવતું કર્ણપ્રિય સંગીત. આવાં વાજિંત્ર મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે : તંતુવાદ્ય, ચર્મવાદ્ય અથવા આનદ્ધવાદ્ય, સુષિર અથવા કંઠવાદ્ય તથા ઘન અથવા હસ્તવાદ્ય. આ પ્રકારનાં વાજિંત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, ઢોલ, શંખ, ઘંટા, ઝાલર, કિરતાલ, સારંગી, મંજીરાં,…

વધુ વાંચો >

વાન્ગ વી

વાન્ગ વી (જ. 699, ચીહ્સિન, શાન્સી પ્રાંત, ચીન; અ. 759, ચીન) :  પ્રખ્યાત ચીની ચિત્રકાર, સંગીતકાર અને કવિ. બીજું નામ વાન્ગ મો ચી. 17મી સદીમાં થઈ ગયેલા ચીની કલાઇતિહાસકાર અને રસજ્ઞ તુન્ગ ચિયાન્ગે દક્ષિણ ચીની કાવ્યશૈલી અને ચિત્રશૈલીના પ્રારંભકર્તા તરીકે વાન્ગ વીની પ્રતિષ્ઠા કરી અને વધુમાં પ્રશંસા કરતાં કહ્યું કે…

વધુ વાંચો >

વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર

વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર (જ. 27 નવેમ્બર 1801, મૉસ્કો, રશિયા; અ. 27 ઑક્ટોબર 1848, સેંટ પિટર્સબર્ગ, રશિયા) : રશિયન લોકગીતો અને લોકસંગીતના આધારે મૌલિક સંગીતસર્જન કરનાર રશિયન સંગીતકાર અને સ્વરકાર. પિતા લશ્કરી અફસર હતા. બાળપણથી જ ઍલેક્ઝાન્ડર વાર્લામૉવનો કંઠ સુરીલો અને રણકતો હતો. તેથી તેને સેંટ પિટર્સબર્ગ કોયર સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો.…

વધુ વાંચો >

વાળિંબે, રામચંદ્ર શંકર

વાળિંબે, રામચંદ્ર શંકર (જ. 1911; અ. 1989) : મરાઠી વિવેચક; સાહિત્ય, સંગીત, નાટક અને અન્ય ભારતીય કલાના પ્રસિદ્ધ વિચારક અને પંડિત. તેઓ પુણે યુનિવર્સિટીમાં મરાઠીના પ્રાધ્યાપક અને વિભાગના અધ્યક્ષ ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા. વળી મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ ચૂંટાયા હતા. તેમણે કુલ 18 ગ્રંથો આપ્યા છે. તેમાં…

વધુ વાંચો >