શિવપ્રસાદ મ. જાની
કાપરેકર દત્તાત્રય રામચંદ્ર
કાપરેકર દત્તાત્રય રામચંદ્ર (જ. 17 જાન્યુઆરી 1905, દહાણુ, મહારાષ્ટ્ર; અ. 4 જુલાઈ 1986, નાસિક) : ભારતના એક અકિંચન, અપરિગ્રહી અને અઠંગ સંખ્યાવ્યાસંગી ગણિતજ્ઞ. કાપરેકર એક અનોખા ગણિતજ્ઞ હતા. આમ તો તેઓ કેવળ સ્નાતક હતા, પણ સંખ્યાઓના જુદા જુદા ગુણધર્મો વિશે તેમણે ખૂબ વિચાર કર્યો હતો અને વ્યવસાયી ગણિતજ્ઞોને પણ આશ્ચર્ય…
વધુ વાંચો >કૅન્ટૉર જ્યૉર્જ
કૅન્ટૉર, જ્યૉર્જ (જ. 3 માર્ચ 1845, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 6 જાન્યુઆરી 1918, હાલ જર્મની) : જર્મન ગણિતશાસ્ત્રી. પંદર વર્ષના થયા તે પહેલાં જ ગણિતમાં તેમનું બુદ્ધિચાતુર્ય ખીલી ઊઠ્યું. કૅન્ટૉરના પિતા તેમને ઇજનેર બનાવવા ઇચ્છતા હતા, પરંતુ તેમને સમજાવી તે 1863માં બર્લિન યુનિવર્સિટીમાં જોડાયા અને ભૌતિકશાસ્ત્ર, ફિલસૂફીઅને ગણિતશાસ્ત્રમાં વિશેષજ્ઞતા (specialisation)…
વધુ વાંચો >કેરેથિયોડોરી – કૉન્સ્ટન્ટિન
કેરેથિયોડોરી, કૉન્સ્ટન્ટિન (જ. 13 સપ્ટેમ્બર 1873, બર્લિન; અ. 2 ફેબ્રુઆરી 1950, મ્યૂનિક) : અર્વાચીન યુગના પ્રસિદ્ધ ગ્રીક ગણિતશાસ્ત્રી. ચલનનું કલન, બિંદુ સમુચ્ચય માપન તથા વાસ્તવિક વિધેયો પરના સિદ્ધાંત પરત્વે તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. બે વર્ષ ઇજિપ્તમાં બ્રિટિશ ડૅમ પ્રોજેક્ટમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે કામ કર્યા પછી કેરેથિયોડોરીએ 1900માં બર્લિન યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >કેલી – આર્થર
કેલી, આર્થર (જ. 16 ઑગસ્ટ 1821, રિચમંડ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 26 જાન્યુઆરી 1895, કેમ્બ્રિજ) : અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને બૅરિસ્ટર. તેમના પિતા રશિયામાં. તેમની માતા મારિયા ઍન્ટોનિયા રશિયન કુળ(origin)ની હતી. કેલી ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયા. આર્થરે લંડનની કિંગ્ઝ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેમને મોટી મોટી સંખ્યાઓની ગણતરીમાં ખૂબ મજા પડતી. શરૂઆતમાં ઉચ્ચ ગણિતનો…
વધુ વાંચો >કૅલ્ક્યુલેટર
કૅલ્ક્યુલેટર : ઇલેક્ટ્રૉનિક સાધનની મદદથી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી અનેક અંકગણિતની પ્રક્રિયાઓ કરી આપતું સુવાહ્ય (portable) સાધન. વિક્રેતા, વેપારી અને ઇજનેરોને તેમના રોજબરોજના કામમાં ગણતરીમાં મદદરૂપ થાય છે. ગણતરી કરવાનાં યંત્રો શોધાયાં તેમાં લખોટાયંત્ર (abacus) ગણતરી કરવાનું સુંદર સાધન છે. તે બૅબિલોનિયનકાળથી પ્રચલિત છે. 1614માં જ્હૉન નેપિયરે ગણતરી કરવા…
વધુ વાંચો >કોનારવેલુ ચંદ્રશેખરન્ ક્રિશ્નપ્પા
કોનારવેલુ ચંદ્રશેખરન્ ક્રિશ્નપ્પા (જ. 21 નવેમ્બર 1920, મસલીપટ્ટનમ્; અ. 13 એપ્રિલ 2017, ઝુરિચ, સ્વિટર્ઝલેન્ડ) : વિખ્યાત ભારતીય ગણિતશાસ્ત્રી. ચેન્નાઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી, પ્રિન્સ્ટન (અમેરિકા) યુ.એસ.એ.ની ઉચ્ચતમ (advanced) શિક્ષણ સંસ્થાની પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઈમાં વરિષ્ઠ વ્યાખ્યાતા અને નાયબનિયામક (1949-1965) થયા. ભારત સરકારના મંત્રીમંડળની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના…
વધુ વાંચો >કોલ્મોગોરોવ આન્દ્રે નિકોલાયેવિચ
કોલ્મોગોરોવ, આન્દ્રે નિકોલાયેવિચ (જ. 25 એપ્રિલ 1903, રશિયા; અ. 23 ઑક્ટોબર 1987, મોસ્કો, રશિયા) : રશિયન ગણિતશાસ્ત્રી. આધુનિક ગણિતશાસ્ત્રની વિવિધ શાખાઓમાં તેમણે સંશોધનકાર્ય કરેલું છે. 17 વર્ષની ઉંમરે તે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં દાખલ થયા. 1921ની પાનખરમાં તેમણે ત્રિકોણમિતીય શ્રેણીઓ (series) અને ગણ પ્રક્રિયાઓ (set operations) પરની જટિલ સમસ્યાઓ પર કામ…
વધુ વાંચો >કોસંબી દામોદર ધર્માનંદ
કોસંબી, દામોદર ધર્માનંદ (જ. 31 જુલાઈ 1907, કોસબેન, ગોવા; અ. 29 જૂન 1966, પુણે) : પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાપંડિત અને ગણિતજ્ઞ. પ્રા. ધર્માનંદ કોસંબીના પુત્ર. નાનપણમાં જ તે પિતાની સાથે અમેરિકા ગયા અને ત્યાંની હાર્વર્ડ યુનિ.ની પદવી મેળવી (1929). વિદ્યાર્થી અવસ્થામાં પ્રક્ષેપણશાસ્ત્ર(ballistics)માં રસ પડ્યો અને તેનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે ગણિતમાં 1934માં…
વધુ વાંચો >ક્રોનેકર, લિયૉપોલ્ડ
ક્રોનેકર, લિયૉપોલ્ડ (જ. 7 ડિસેમ્બર 1823, લિગ્નિઝ (પ્રશિયા); અ. 29 ડિસેમ્બર 1891, બર્લિન) : ઉચ્ચ બીજગણિત અને સમીકરણના સિદ્ધાંતમાં અમૂલ્ય પ્રદાન આપનાર જર્મન ગણિતી. માતા યહૂદી. પિતા ગણિતશાસ્ત્રી. પિતાનો વેપાર ધમધોકાર ચાલતો. પિતાને ફિલસૂફીના વિષય તરફ ખાસ આકર્ષણ એટલે લિયૉપોલ્ડ પણ તે તરફ વળે એમ તેઓ ઇચ્છતા હતા. લિયૉપોલ્ડનું પ્રાથમિક…
વધુ વાંચો >ક્લાઇન, ફિલિક્સ
ક્લાઇન, ફિલિક્સ (જ. 25 નવેમ્બર 1849, ડુસલડૉર્ફ, જર્મની; અ. 22 જૂન 1925, ગોટિન્જન, જર્મની) : પ્રસિદ્ધ જર્મન ગણિતશાસ્ત્રી. સમૂહ રૂપાંતરણ (group transformation) નીચે જેના ગુણધર્મો નિશ્ચલ (invariant) રહે છે એવા અવકાશનો તેમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસ ઍરલૅંગર પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. ઍરલગન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા પછીનું તેમનું…
વધુ વાંચો >