શિલીન નં. શુક્લ

સ્વરભંગ (hoarseness)

સ્વરભંગ (hoarseness) : અવાજ બેસી જવો તે. તેને ‘અવાજ તણાવો’ (voice strain) અથવા ‘દુર્ધ્વનિતા’ (dysphonia) પણ કહે છે. બોલવામાં તકલીફ પડવી, અવાજની ધ્વનિતીવ્રતા (pitch) કે અવાજની ગુણવત્તામાં ફેરફાર થાય તેને સ્વરભંગ કહે છે. અવાજ નબળો પડે, બોલતાં જાણે શ્વાસ ભરાય, કર્કશ કે ખોખરો બને તો તેનું કારણ સ્વરરજ્જુ સાથે જોડાયેલી…

વધુ વાંચો >

સ્વરરજ્જુગંડિકા (Vocal cord nodule)

સ્વરરજ્જુગંડિકા (Vocal cord nodule) : સ્વરપેટીમાં ધ્વનિ ઉત્પન્ન કરતાં સ્વરરજ્જુ પર પેશીની ગાંઠ થવી તે. સામાન્ય રીતે તે સ્વરરજ્જુના આગળના 2 ભાગમાં થાય છે. સ્વરરજ્જુનો આ ભાગ અવાજ ઉત્પન્ન કરવા માટે સૌથી વધુ બળપૂર્વક સંકોચન પામે છે. તે ભાગમાં ગંડિકા થાય ત્યારે ગંડિકા સ્વરરજ્જુના સંકોચનમાં વિક્ષેપ કરે છે. સ્વરરજ્જુના સંકોચનથી…

વધુ વાંચો >

સ્વલ્પ તત્વો

સ્વલ્પ તત્વો : 20 મિગ્રા./દિવસથી ઓછી માત્રામાં દૈનિક આવશ્યકતા હોય તેવાં પોષક તત્વો. તેમાં સ્વલ્પ ધાતુઓ  જસત (zinc), ક્રોમિયમ, સેલેનિયમનો સમાવેશ થાય છે. ઉપર જણાવેલી વ્યાખ્યા પ્રમાણે, લોહતત્વ, મૅન્ગેનીઝ તથા તાંબું નામની ધાતુઓ અને આયોડિન અને ફ્લોરાઇડ – એ અધાતુ તત્વોનો પણ સ્વલ્પ તત્વોમાં સમાવેશ કરી શકાય છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

સ્વાદુપિંડશોથ (pancreatitis)

સ્વાદુપિંડશોથ (pancreatitis) : સ્વાદુપિંડ(pancreas)નો પીડાકારક સોજો (શોથ, inflammation) થવો તે. તેના કારણ અનુસાર વિવિધ પ્રકારો છે; પરંતુ નિદાનચિકિત્સી (clinical) પ્રક્રિયામાં તેનાં મુખ્ય 2 સ્વરૂપો જોવા મળે છે  ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic). ઉગ્ર સ્વાદુપિંડશોથ ટૂંકા ગાળામાં ઉદભવેલો વિકાર છે, જ્યારે દીર્ઘકાલીન વિકારનો ઉદભવ ધીમો, અલાક્ષણિક (insidious) અને લાંબા ગાળાનો હોય…

વધુ વાંચો >

સ્વાદુપિંડી આભાસી કોષ્ઠ (pancreatic pseudocyst)

સ્વાદુપિંડી આભાસી કોષ્ઠ (pancreatic pseudocyst) : સામાન્ય રીતે સ્વાદુપિંડના પીડાકારક સોજા (શોથ, inflammation) પછીની આનુષંગિક તકલીફ રૂપે જઠરની પાછળ લઘુપ્રકોશા (lesser sac) નામના પોલાણમાં સ્વાદુપિંડના ઉત્સેચકો (enzymes), લોહી તથા કોશનાશી પેશી(necrotic tissue)વાળું પ્રવાહી ભરાવું તે. આ પ્રવાહી ભરેલા પોલાણની દીવાલ અધિચ્છદ (epithelium) નામના પડ વડે થયેલી ન હોવાથી તેને આભાસી…

વધુ વાંચો >

હક્સલી એન્ડ્રુ ફિલ્ડિંગ (સર) (Sir Andrew Feilding Huxley)

હક્સલી, એન્ડ્રુ ફિલ્ડિંગ (સર) (Sir Andrew Feilding Huxley) (જ. 22 નવેમ્બર 1917, લંડન) : સન 1963ના તબીબી અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના સર જ્હૉન એકિલસ અને સર એલેન હોજકિન સાથે સરખા ભાગના વિજેતા. તેમણે ચેતાકોષના  પટલ(membrane)ના મધ્યસ્થ અને બાહ્ય ભાગોની ઉત્તેજના અને નિગ્રહણ(inhibition)માંની આયન-સંબંધિત ક્રિયા-પ્રવિધિ (mechanism) અંગે શોધ કરી હતી. તેથી…

વધુ વાંચો >

હગિન્સ ચાર્લ્સ બ્રેન્ટન (Huggins Charles Brenton)

હગિન્સ, ચાર્લ્સ બ્રેન્ટન (Huggins Charles Brenton) (જ. 22 સપ્ટેમ્બર 1901, હેલિફૅક્સ, નોવા સ્કોટિયા, યુ.એસ.; અ. 12 જાન્યુઆરી 1997) : તબીબીવિદ્યામાં નોબેલ પુરસ્કારવિજેતા. તેમને પેયટન રોસ (Peyton Rous) સાથે અર્ધા ભાગનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ચાર્લ્સ બ્રેન્ટન હગિન્સ તેમને આ સન્માન પુર:સ્થ ગ્રંથિ(prostate gland)ના કૅન્સરની અંત:સ્રાવી સારવારની શોધ માટે પ્રાપ્ત થયું…

વધુ વાંચો >

હડકવા (rabies)

હડકવા (rabies) : પ્રાણી દ્વારા મગજ પર સોજો કરતો વિષાણુજન્ય રોગ. તે માનવ સહિતનાં સસ્તન પ્રાણીઓના મગજમાં ચેપજન્ય સોજો એટલે કે મસ્તિષ્કશોથ (encephalitis) કરે છે. હડકવાને જલભીતિ (hydrophobia) કહે છે. તે અલર્ક (ગાંડો થયેલો કૂતરો) કૂતરો કરડે તેથી થતો હોવાથી તેને અલર્કવાત અથવા અલર્કતા (rabies) પણ કહેવાય. તેના અંગ્રેજી નામ…

વધુ વાંચો >

હરસ (piles) (આયુર્વિજ્ઞાન)

હરસ (piles) (આયુર્વિજ્ઞાન) : ગુદામાં નસો (શિરાઓ) પહોળી થઈને ઊપસી આવે તે. તેને શાસ્ત્રીય રીતે વાહિનીમસા (hemorrhoids) કહે છે. લોકબોલીમાં તેને ગુદામાર્ગના મસા પણ કહે છે. આયુર્વેદમાં તે ‘અર્શસ્’ અથવા ‘અર્શ’ નામે ઓળખાય છે. તે 2 પ્રકારના છે – ગુદાદ્વારના સંદર્ભે બાહ્ય (external) અને અંત:સ્થિત (internal). બાહ્ય હરસ ચામડી વડે…

વધુ વાંચો >

હર્પિસ બહુપીડક (herpes zoster)

હર્પિસ બહુપીડક (herpes zoster) : અછબડા કરતા વિષાણુ પુન:સક્રિય થઈને મોટે ભાગે કોઈ એક ચર્મપટ્ટા (dermatome) સુધી સીમિત સ્ફોટ કરતો રોગ. આ વિષાણુ પ્રાથમિક ચેપ રૂપે અછબડા (chicken pox) અથવા લઘુક્ષતાંકી સ્ફોટ (varicella) કરે છે અને શરીરના ચેતાતંત્રમાં સુષુપ્ત રહીને પુન:સક્રિય થાય ત્યારે જે તે ચેતા દ્વારા ચામડીના જે પટ્ટા…

વધુ વાંચો >