શિલીન નં. શુક્લ
સુકતાન (rickets)
સુકતાન (rickets) : બાળકોમાં હાડકાંમાં કૅલ્શિયમની જમાવટ ન થાય ત્યારે પોચાં અને કુરચના(deformity)વાળાં હાડકાં બને તે. તે શિશુઓ અને બાળકોમાં સામાન્ય પ્રકારના અસ્થિકરણ-(ossification)માં વિકાર કરતો રોગ છે. પુખ્તવયે જ્યારે હાડકાંમાં ફક્ત કૅલ્શિયમની જમાવટ ન થાય પણ પ્રોટીન વગેરે પોષકદ્રવ્યોની ઊણપ ન હોય તો તેને અસ્થિમૃદુતા (osteomalacia) કહે છે. બાળકોમાં થતો…
વધુ વાંચો >સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર)
સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર) (જ. 19 નવેમ્બર 1915, બર્લિગેમ, કેન્સાસ, યુ.એસ.; અ. 9 માર્ચ 1974) : સન 1971ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યા (physiology) અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન અંત:સ્રાવોની ક્રિયાપ્રવિધિ (mechanism) અંગે તેમણે કરેલા અન્વેષણ(discovery)ને કારણે પ્રાપ્ત થયું હતું. તે સમયે તેઓ અમેરિકાના નેશવિલે(Nashville)ની વૅન્ડર્બિલ્ટ (Vanderbilt) વિશ્વવિદ્યાલયમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક…
વધુ વાંચો >સુરેખદંતવિદ્યા (orthodontics)
સુરેખદંતવિદ્યા (orthodontics) : વાંકાચૂકા કે આગળ આવતા દાંત તથા જડબાની ઓછી વધારે વૃદ્ધિનું સમયસરનું નિદાન અને તેમ થતાં અટકાવવાની તેમજ તેમને વ્યવસ્થિત કરવાની સારવારપદ્ધતિ. તેના નિષ્ણાત તબીબને સુરેખદંતવિદ (orthodontist) કહે છે. દાંત અને જડબાંની આ પ્રકારની વિષમતાને દંતીય કુમેળ (malocclusion) કહે છે, જેમાં ઉપરની અને નીચેની દંતપંક્તિઓના દાંત આવતી વખતે…
વધુ વાંચો >સૂક્ષ્મદર્શક (microscope)
સૂક્ષ્મદર્શક (microscope) : ઘણી સૂક્ષ્મ અને નરી આંખે સુસ્પષ્ટ રીતે ન દેખાતી વસ્તુને મોટી કરીને દેખાડનાર સંયોજિકા (device). આ પ્રક્રિયાને સૂક્ષ્મનિરીક્ષા (microscopy) કહે છે. સૂક્ષ્મદર્શકમાંના વિપુલદર્શક (magnifying) દૃગ-કાચોની મદદથી નાની સંરચનાઓ (structures) અને વિગતોને જોઈ શકાય છે. સૂક્ષ્મદર્શક જે મોટું કરેલું દૃશ્ય (image) દર્શાવે છે તેને જોઈ શકાય છે, તેની…
વધુ વાંચો >સૂચિવેધ (accupuncture)
સૂચિવેધ (accupuncture) : પીડાશમન માટે કે તંદુરસ્તીના પુન:સ્થાપન માટે પાતળા તંતુ જેવી (તંતુરૂપી, filiform) સોય શરીરના ચોક્કસ બિંદુઓ પર નાંખીને સારવાર કરવી તે. તેના મૂળ નામ ઝ્હીન જીઅ(zh n jiu)નો શબ્દાર્થ છે સૂચિ (સોય, needle) – ઉષ્મક્ષોભન (moxibustion). ચામડી પર રક્ષક મલમ લગાવીને તેના પર રૂના પૂમડા (moxa) જેવા જ્વલનશીલ…
વધુ વાંચો >સૅમ્યુલ્સન બેન્ગ્ટ આઇ.
સૅમ્યુલ્સન, બેન્ગ્ટ આઇ. (જ. 21 મે 1934, હેલ્મસ્ટેડ, સ્વીડન) : સન 1982ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પારિતોષિક વિજેતા. તેમને એસ. કે. બર્ગસ્ટ્રૉમ અને જે. આર. વૅન સાથે ત્રીજા ભાગનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તેમણે પુર:સ્થગ્રંથિનો (prosta-glandins) અને તેને સંલગ્ન જૈવિક સક્રિય પદાર્થોના અન્વેષણ (discovery) માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું.…
વધુ વાંચો >સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) :
સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) : શરીરમાં સોડિયમની આવક, સંગ્રહ, ઉત્સર્ગના નિયમન દ્વારા શારીરિક પ્રવાહીઓમાં તેનાં સ્તર તથા સાંદ્રતાની જાળવણી રાખવી તે. તેનું સાંકેતિક ચિહન Na છે. તે તત્વોની આવર્તન-સારણીમાં 11મો ક્રમાંક ધરાવે છે અને તેને આલ્કલી ધાતુ (ક્ષારદ) (alkali metal) રૂપે વર્ગીકૃત કરાય છે. ‘સોડા’ તરીકે જાણીતાં રસાયણો(દા.ત., કૉસ્ટિક…
વધુ વાંચો >સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ
સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ : લોહીનું દબાણ વધી જવાથી ઉદભવતા સંકટમાં ઉપયોગી ઔષધ. તેનું રાસાયણિક બંધારણ નીચેની આકૃતિમાં છે. તે નાઇટ્રિક ઑક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે ધમનિકાઓ (arterioles) અથવા નાની ધમનીઓને તથા લઘુશિરાઓ-(venules)ને પહોળી કરે છે અને તેથી લોહીનું દબાણ ઘટે છે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું શાસ્ત્રીય નામ છે સોડિયમ પેન્ટાસાયનોનાઇટ્રોસિલ ફેરેટ (III). તેનાં…
વધુ વાંચો >સોપાનો બાળવિકાસનાં (milestones of child develop-ment)
સોપાનો, બાળવિકાસનાં (milestones of child develop-ment) : બાળકની વૃદ્ધિવિકાસના તબક્કાનો કાલક્રમ. બાળકની પેશી, અવયવો તથા શરીરના ભૌતિક કદવધારાને વૃદ્ધિ (growth) કહે છે જ્યારે તેની કાર્યક્ષમતામાં થતા વધારાને વિકાસ (development) કહે છે. જુદી જુદી વયે બાળકોમાં જે તે નવી કાર્યક્ષમતાઓ વિકસે છે તેને તેના વિકાસનાં સોપાનો કહે છે. બાળકનો વિકાસ શારીરિક,…
વધુ વાંચો >સોરાયાસિસ (psoriasis)
સોરાયાસિસ (psoriasis) : ખૂજલી અને પોપડીવાળી ચકતીઓ (plaques) કરતો ચામડીનો અને ક્યારેક સાંધાઓને અસર કરતો એક રોગ. વધુ પડતી ચામડીના ઉત્પાદન અને શોથ-(inflammation)ને કારણે પોપડીઓ વળતી ચકતીઓ થાય છે. તે ચાંદી જેવી સફેદ હોય છે. મોટેભાગે કોણી તથા ઢીંચણ પર થાય છે, પરંતુ તે અન્ય સ્થળે શીર્ષ ચર્મ (scalp) તથા…
વધુ વાંચો >