શિલીન નં. શુક્લ
શીતળા (small pox)
શીતળા (small pox) : અતિશય ફેલાતો, તાવ, ફોલ્લા અને પૂયફોલ્લા (pustules) કરતો અને મટ્યા પછી ચામડી પર ખાડા જેવાં ક્ષતચિહ્નો (scars) કરતો પણ હાલ વિશ્વભરમાંથી નાબૂદ કરાયેલો વિષાણુજન્ય રોગ. તેને શાસ્ત્રીય રીતે ગુરુક્ષતાંકતા (variola major) પણ કહેવાય. તે પૂયસ્ફોટી વિષાણુ(poxvirus)થી થતો રોગ છે. પૂયસ્ફોટી વિષાણુઓ 200થી 300 મિલી. માઇડ્રોન કદના…
વધુ વાંચો >શીળસ અને વાહિનીજળશોફ (urticaria and angio-oedema)
શીળસ અને વાહિનીજળશોફ (urticaria and angio-oedema) : ચામડી પર ઊપસેલા લાલાશ પડતા અને ખૂજલીવાળા વિસ્તારોને શીળસ કહે છે અને તેવી જ રીતે શરીરની અંદરના અવયવોમાં પ્રવાહી ઝમવાથી થતા વિકારને વાહિનીજળશોફ કહે છે. ચામડી પર જોવા મળતા ઊપસેલા અને રતાશ રંગના વિસ્તારો જાણે મધપૂડાના નાના નાના કોષો હોય એવા લાગતા હોવાથી…
વધુ વાંચો >શુક્રકોષ-પ્રસર્જન (spermatogenesis)
શુક્રકોષ–પ્રસર્જન (spermatogenesis) : શુક્રકોષોનું ઉત્પાદન અને વિકાસ થવો તે. વૃક્ષણ, શુક્રપિંડ અથવા શુક્રગ્રંથિ(testis)ને બહારથી એક શ્વેત આવરણ હોય છે. તેને શ્વેતવલ્ક (tunica albuginea) કહે છે. તેમાંથી નીકળતી પટ્ટીઓ શુક્રપિંડને 200થી 300 ખંડિકાઓ(lobules)માં વિભાજે છે. આ ખંડિકાઓમાં એકથી 3 ગૂંચળું વળેલી નલિકાઓ (tubules) હોય છે. તેમને શુક્રપ્રસર્જક નલિકાઓ (seminiferous tubules) કહે…
વધુ વાંચો >શુક્લ, રામચંદ્ર દામોદર
શુક્લ, રામચંદ્ર દામોદર (જ. 8 જુલાઈ 1905, શહેરા, જિ. પંચમહાલ; અ. 16 મે 2000, અમદાવાદ) : જાણીતા સાહિત્યકાર. તેમણે ‘સ્વિટ્ઝરલૅન્ડની સ્વતંત્રતા’ (1924), ‘નવલિકા-સંગ્રહ’ (નવલિકાનો વિકાસના અગ્રલેખ સાથે, 1928), ‘નવલિકા-સંગ્રહ-2’ પુસ્તક બીજું (નવલિકાનાં તત્વો પરના અગ્રલેખ સાથે, 1932), ‘ગુજરાતી સાહિત્ય : એનું મનન અને વિવેચન’ (1936), પશ્ચિમની કલાકૃતિઓ – ફ્રેન્ચ, રશિયન,…
વધુ વાંચો >શુષ્કવર્ણી ત્વચારોગ (xeroderma pigmentosum)
શુષ્કવર્ણી ત્વચારોગ (xeroderma pigmentosum) : સુક્કી અને રંગદ્રવ્યોના વિકારવાળી ત્વચાનો જનીનીય વારસાગત રોગ, જેમાં ચામડીનું કૅન્સર થવાની સંભાવના વધે છે. તે એક દેહસૂત્રીય પ્રચ્છન્ન (autosomal recessive) વારસાથી ઉદ્ભવતો રોગ છે, જેમાં ડિઑક્સિ-રિબોન્યૂક્લિઇક ઍસિડ(DNA)નું સમારકામ ક્ષતિપૂર્ણ હોય છે. તેથી તેવું બાળક, સૂર્યના પ્રકાશમાંનાં સામાન્ય પારજાંબલી કિરણો તેના શરીરના જે ભાગ પર…
વધુ વાંચો >શૅરિંગ્ટન, ચાર્લ્સ સ્કૉટ (સર)
શૅરિંગ્ટન, ચાર્લ્સ સ્કૉટ (સર) (જ. 27 નવેમ્બર 1857, આઇલિંગ્ટન, લંડન; અ. 4 માર્ચ 1952) : ચેતાકોષ(neurons)ના કાર્ય અંગે શોધાન્વેષણ (discovery) કરીને એડ્ગર ડગ્લાસ ઍડ્રિયન સાથેના સરખા ભાગના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન સન 1932માં પ્રાપ્ત થયું હતું. તેઓ બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા, જ્યારે તેમના સહવિજેતા ત્યાંની કૅમ્બ્રિજ…
વધુ વાંચો >શેલી, એન્ડ્રુ વી. (Schally, Andrew V.)
શેલી, એન્ડ્રુ વી. (Schally, Andrew V.) (જ. 30 નવેમ્બર 1926, વિલ્નો પોલૅન્ડ) : સન 1977ના રોજર ગિલ્મિન (Roger Guillemin) (1/4 ભાગ) અને રોઝાલિન યૅલો (1/2 ભાગ) સાથેના 1/4 ભાગના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમણે આ સન્માન મગજમાં ઉત્પાદન પામતા પેપ્ટાઇડ અંત:સ્રાવો (hormones) અંગેના ગિલ્મિન સાથેના શોધાન્વેષણ (discovery) માટે મળ્યું હતું. રોઝાલિન…
વધુ વાંચો >શોથ (inflammation)
શોથ (inflammation) : સૂક્ષ્મજીવો કે ઝેરી દ્રવ્યો કે ભૌતિક પરિબળોથી પેશીને થયેલી ઈજામાં ઈજાના મૂળ કારણને તથા તેનાથી થયેલા કોષનાશનાં શેષ દ્રવ્યોને દૂર કરીને રૂઝ આવે તેવી સ્થિતિ પેદા કરતી પ્રક્રિયા. આ પ્રક્રિયા વગર જીવન ટકાવી રાખવું શક્ય નથી. તેનાં મુખ્ય 4 લક્ષણો છે જે ભાગમાં સોજો આવે છે, તે…
વધુ વાંચો >શ્યામ મળ (melana)
શ્યામ મળ (melana) : ડામર જેવા કાળા રંગનો મળ. જઠર કે આંતરડાંમાં લોહી વહે ત્યારે અર્ધપચિત રુધિરમિશ્રિત મળનો રંગ ડામર જેવો કાળો (farry black) બને છે. તે જઠર અને આંતરડાંમાં ક્યાંક લોહી વહી રહ્યું છે તે દર્શાવે છે. જો જઠર કે આંતરડાંમાં પુષ્કળ પ્રમાણમાં રુધિરસ્રાવ થાય તો લોહીની ઊલટી થાય…
વધુ વાંચો >શ્રવણ (hearing)
શ્રવણ (hearing) : સાંભળવાની ક્રિયા. બહારથી આવતા અવાજના તરંગો હવા તથા હાડકાં દ્વારા વહન પામીને કાનની સાંભળવાની સૂક્ષ્મ સંયોજના સુધી પહોંચે છે. આને અનુક્રમે વાયવીય વહન (air conduction) અને અસ્થીય વહન (bone conduction) કહે છે. વાયવી વહનમાં અવાજનાં મોજાં (તરંગો) બાહ્યકર્ણનળીમાંથી પસાર થાય છે. કર્ણઢોલ પર આવતા અવાજના તરંગો કર્ણઢોલને…
વધુ વાંચો >