શિલીન નં. શુક્લ
બોવે, ડૅનિયલ
બોવે, ડૅનિયલ (Bovet, Danial) (જ. 23 માર્ચ 1907, ન્યૂ એટલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઈ. સ. 1957ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે કેટલાંક સંશ્લેષિત સંયોજનોની શરીરમાંનાં રસાયણો પરની અસરો અને તેના દ્વારા નસો અને હલનચલનના સ્નાયુઓ પરની તેમની અસરો અંગે સંશોધનો કરીને આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેઓ…
વધુ વાંચો >બ્રાઉન, માઇકલ
બ્રાઉન, માઇકલ (જ. 1914, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ઈ. સ. 1985ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના જૉસફ લિયૉનાર્દ ગોલ્ડસ્ટેઇન સાથેના નોબેલ પુરસ્કારના વિજેતા. કોલેસ્ટેરૉલ અંગેનાં તેમનાં સંશોધનોએ તેમને આ વિશ્વસન્માનના અધિકારી બનાવ્યા હતા. તેઓ યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસમાં ડલ્લાસના હેલ્થ સાયન્સ સેન્ટરમાં કાર્ય કરતા હતા ત્યારે તેમણે અલ્પઘન મેદપ્રોટીન(low density lipoprotein)ના સ્વીકાર…
વધુ વાંચો >બ્લૂમબર્ગ, બરુચ સૅમ્યુલ
બ્લૂમબર્ગ, બરુચ સૅમ્યુલ (જ. 28 જુલાઈ 1925, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.) : ઈ. સ. 1976ના કાર્લેટોન ડી. જજડુસકે સાથેના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. તેમને ચેપી રોગોના ઉદભવ અને ફેલાવા અંગેની નવી ક્રિયાપ્રવિધિઓ (mechanisms) શોધવા માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. તેઓ અમેરિકી તબીબ હતા અને 1946માં યુનિયન કૉલેજમાં…
વધુ વાંચો >બ્લૅક, (સર) જેમ્સ
બ્લૅક, (સર) જેમ્સ (જ. 1924) : ઈ. સ. 1988ના નોબેલ પુરસ્કાર-વિજેતા. દવાઓ વડે કરાતી સારવાર અંગેના સંશોધન અંગે તેમને જર્ટ્રુડ ઇલિયૉન અને જ્યૉર્જ હિચિંગ્સ સાથે તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયેલો છે. તેઓ સૌપ્રથમ એવા વૈજ્ઞાનિક બન્યા, જેમને વ્યાપારિક ધોરણે વિજ્ઞાનના ક્ષેત્રે કામ કરતા હોવા છતાં પણ…
વધુ વાંચો >બ્લૉક, કૉન્રાડ
બ્લૉક, કૉન્રાડ (Bloch, Konrad) [જ. 21 જાન્યુઆરી, 1912, નિસે (Neisse), જર્મની (હાલ પોલૅન્ડ)] : ઈ. સ. 1964માં ફિયોદૉકર લિનેન સાથેના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા. ઈ. સ. 1934માં મ્યુનિખમાંથી એન્જિનિયરિંગની પદવી હાંસલ કરીને તેઓ પ્રથમ સ્વિટ્ઝર્લૅન્ડ અને પછી યુ.એસ. ગયા. ત્યાં કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પીએચ.ડી. થયા…
વધુ વાંચો >ભગંદર
ભગંદર (fistula-in-ano) (આયુર્વિજ્ઞાન) : ગુદામાર્ગ (anal canal) કે મળાશય(rectum)ને બહારની ચામડી જોડે જોડતી કૃત્રિમ નળી બનાવતો વિકાર. આવી નળીને સંયોગનળી (fistula) કહે છે, જેની અંદરની દીવાલ દાણાદાર પેશી(granulation tissue)ની બનેલી હોય છે અને તેનો બહારનો છેડો ગુદાછિદ્ર(anus)ની આસપાસ હોય છે. સામાન્ય રીતે તે ગુદા અને મળાશયની બહાર બનતું ગુદામળાશયી ગૂમડું…
વધુ વાંચો >ભગોષ્ઠ ખૂજલી
ભગોષ્ઠ ખૂજલી (pruritus vulvae) : સ્ત્રીનાં બાહ્ય જનનાંગોમાં અનુભવાતી ખૂજલીનો વિકાર. સારવાર લેવા આવતી આશરે 10 % સ્ત્રીઓને તેની તકલીફ હોય છે. તેને ભગખૂજલી પણ કહે છે. સામાન્ય રીતે ત્યાં દુખાવો, કોઈ વિકાર દર્શાવતી વિકૃતિ કે સ્પર્શવેદના (tenderness) હોતી નથી. સંવેદનાઓને વિશિષ્ટ પ્રકારની ચેતાઓ વડે મગજ સુધી લઈ જવામાં આવે…
વધુ વાંચો >ભારત
ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…
વધુ વાંચો >ભાંગ
ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં…
વધુ વાંચો >ભૂખ
ભૂખ : કશુંક ખાવાની ઇચ્છા કે જરૂરિયાત. તેને ક્ષુધા (hunger) પણ કહે છે. કોઈ ચોક્કસ વસ્તુ ખાવાની રુચિ (appetite) અથવા કશુંક કરવાની તીવ્ર ઇચ્છા (desire) દર્શાવવા માટેના અર્થમાં પણ આ શબ્દ વપરાય છે. દરેક પ્રાણીની આહાર મેળવવા માટેની ઇચ્છા કે તડપનને ભૂખ (hunger) કહે છે. તે પ્રાથમિક આવેગના સ્વરૂપે હોય…
વધુ વાંચો >