શિલીન નં. શુક્લ

ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases)

ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases) આહાર અને પોષણના અગત્યના ઘટકોની ઊણપથી થતા રોગો. પોષક દ્રવ્યો(nutrients)ને બે મુખ્ય જૂથમાં વિભાજિત કરાય છે : (અ) અસૂક્ષ્મ પોષક દ્રવ્યો (macronutrients); જેવા કે, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી; પ્રોટીન તથા અસૂક્ષ્મ ખનીજ ક્ષારો (macrominerals); જેવાં કે, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને ફૉસ્ફરસ તથા (આ) સૂક્ષ્મપોષક દ્રવ્યો (micronutrients); જેવાં કે, પ્રજીવકો…

વધુ વાંચો >

પથરી, પિત્તજ (gall stones)

પથરી, પિત્તજ (gall stones) પિત્તમાર્ગમાં ખાસ કરીને પિત્તાશય(gall bladder)માં બનતી પથરીઓનો રોગ. ખોરાકમાંના ઘી, તેલ અને ચરબીને પચાવવાનું કાર્ય પિત્ત કરે છે. તે યકૃત(liver)માં બને છે અને પિત્તમાર્ગની નળીઓ દ્વારા પિત્તાશયમાં સંગ્રહાય છે તથા સાંદ્રિત (concentrated) થાય છે. જો પિત્તાશયમાંનું પિત્ત (bile) કૉલેસ્ટીરોલ અને કૅલ્શિયમથી અતિસંતૃપ્ત (supersaturated) થાય તો તેઓ…

વધુ વાંચો >

પથરી, મૂત્રમાર્ગીય

પથરી, મૂત્રમાર્ગીય : મૂત્રપિંડ, મૂત્રપિંડનલિકા, મૂત્રાશય વગેરેમાં પથરી થવી તે. શરીરમાં બનતી પથરીને શાસ્ત્રીય રીતે અશ્મરી (calculus) કહે છે અને તેનાથી થતા વિકારને અશ્મરિતા (lithiasis) કહે છે. મૂત્રમાર્ગમાં પથરી થવાના વિકારને મૂત્રપિંડી અશ્મરિતા (nephrolithiasis) કહે છે. તેનું ઘણું વ્યાપક પ્રમાણ જોવા મળે છે. યુ.એસ.માં 12 % વસ્તી તેનાથી કોક ને…

વધુ વાંચો >

પયધારણ (lactation)

પયધારણ (lactation) : નવા જન્મેલા શિશુના આહાર માટે માતામાં થતી દૂધ-ઉત્પત્તિની પ્રક્રિયા. યૌવનારંભ(puberty)ના સમયે સ્ત્રીના સ્તનનો વિકાસ થાય છે. ત્યારબાદ દરેક ઋતુસ્રાવચક્રમાં ઇસ્ટ્રોજન નામના સ્ત્રીઓના એક અંત:સ્રાવ(hormone)ની અસરમાં તેની પયજનક ગ્રંથિઓ (mammary glands) વૃદ્ધિ પામે છે. તે સાથે સ્તનમાં ચરબી પણ જમા થાય છે; પરંતુ તેમની ખરી વૃદ્ધિ અને વિકાસ…

વધુ વાંચો >

પરમિયો (gonorrhoea)

પરમિયો (gonorrhoea) : નિસેરિયા ગોનોકોકાઈ નામના જીવાણુ(bacteria)થી થતો જાતીય સંસર્ગ વડે ફેલાતો ચેપી રોગ. પરમિયાના જીવાણુઓને યુગ્મગોળાણુ (diplococci) કહે છે. તે ગોળ છે અને બે-બેની જોડમાં જોવા મળે છે. તે ગ્રામ-પદ્ધતિથી અભિરંજિત થતા નથી માટે તેને ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુ પણ કહે છે. સામાન્ય રીતે તેનો ચેપ લાગ્યા પછી 2થી 10…

વધુ વાંચો >

પરાગલગ્રંથિ (parathyroid gland)

પરાગલગ્રંથિ (parathyroid gland) : શરીરમાં કૅલ્શિયમનું નિયમન કરતી અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓ. કુલ 120 ગ્રામની 4 પરાગલગ્રંથિઓ ડોકમાં ગલગ્રંથિ(thyroid gland)ની પાછળ આવેલી છે. 5 % વ્યક્તિઓમાં 4થી વધુ ગ્રંથિઓ હોય છે. બે બાજુ બે બે એમ 4 ગ્રંથિઓમાંથી ઉપલી ગ્રંથિઓ ગર્ભની ચોથી ચૂઈલક્ષી પુટલિકા(branchial pouch)માંથી ઉદ્ભવે છે અને તે ગલગ્રંથિના ખંડની…

વધુ વાંચો >

પરાવિકસન (metaplasia)

પરાવિકસન (metaplasia) : એક પુખ્તકોષ પ્રકારને સ્થાને બીજા પુખ્તકોષ પ્રકારના કોષો વિકસવા તે. મધ્યત્વકીય (mesenchymal) કોષો કરતાં અધિત્વકીય (epithelial) કોષો વિરોધી વાતાવરણમાં વધુ ટકી રહે છે. આમ તે એક પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિને અનુરૂપ કોષોનું અવેજીકરણ (substitution) છે. કુટેવપૂર્ણ ધૂમ્રપાન કરનારાના શ્વસનમાર્ગમાંના સામાન્ય સ્તંભાકાર (columnar) કોષોના સ્થાને સ્તરીકૃત લાદીસમ અધિચ્છદ(stratified squamous…

વધુ વાંચો >

પરિચ્છેદ-ચિત્રણ (tomography)

પરિચ્છેદ–ચિત્રણ (tomography) શરીરનો જાણે આડો છેદ પાડીને લેવાયેલા એક્સ-રે ચિત્રાંકન જેવું ચિત્રાંકન (image) મેળવવાની પદ્ધતિ. તેને અનુપ્રસ્થ ચિત્રાંકન અથવા આડછેડી ચિત્રાંકન પણ કહે છે.  તેને બે પ્રકારમાં વહેંચી શકાય: રૂઢિગત (conventional) અને કમ્પ્યૂટરયુક્ત (computed). રૂઢિગત પરિચ્છેદ-ચિત્રણનો વ્યાવહારિક પ્રથમ ઉપયોગ બોકેજે કર્યો હતો. તેમાં ઝીડીસ્કડી-પ્લમ્પ્સે સુધારા કર્યા. ટિવનિંગે તેનું સરળ સાધન…

વધુ વાંચો >

પરિતનગુહા (peritoneal cavity)

પરિતનગુહા (peritoneal cavity) : પેટના પોલાણની અંદરની દીવાલની  સતરલકલા(serous membrane)ના પડવાળી ગુહા. પરિતનકલા (peritoneum) તંતુમય પેશીના આધારવાળા મધ્યત્વકીય (mesenchymal) કોષોની બનેલી હોય છે.  તે પેટના પોલાણની દીવાલનું તથા અવયવોના બહારના ભાગનું આવરણ બનાવે છે. તેમાંથી  રસમય અથવા સતરલ (serous) પ્રવાહી ઝરે છે, જે અવયવોના હલનચલન વખતે લીસી અને લસરતી સપાટી…

વધુ વાંચો >

પરિફેફસીકલા અને તેના વિકારો (pleura and its disorders)

પરિફેફસીકલા અને તેના વિકારો (pleura and its disorders) ફેફસાંની આસપાસનું આવરણ અને તેના વિકારો થવા તે. ફેફસાંની આસપાસ પરિફેફસીકલાનું આવરણ આવેલું છે. તેનાં બે પડ હોય છે : અવયવી (viscual) અને પરિઘીય (parietal). ફેફસાંને અડીને બનતું આવરણ અવયવી પરિફેફસીકલા કહેવાય છે જ્યારે છાતીના હાડ-સ્નાયુના પિંજરને સ્પર્શતું પડ પરિઘીય પરિફેફસીકલા કહેવાય…

વધુ વાંચો >