શિલીન નં. શુક્લ

નરસ્તનવૃદ્ધિ (gynaecomastia)

નરસ્તનવૃદ્ધિ (gynaecomastia) : પુરુષનું સ્તન મોટું થવું તે. સામાન્ય રીતે તેમાં પુરુષોના સ્તનની ગ્રંથિઓ મોટી થયેલી હોય છે. જો તે ઝડપથી થાય તો તેમાં દુખાવો થાય છે તથા તેને અડવાથી દુખે છે. જાડા છોકરાઓ તથા મોટી ઉંમરના પુરુષોમાં ઘણી વખતે ચરબી જામવાથી પણ નરસ્તનવૃદ્ધિ થયેલી લાગે છે. ડીંટડીના પરિવેશ(areola)ને આંગળીઓ…

વધુ વાંચો >

નસકોરી ફૂટવી (epistaxis)

નસકોરી ફૂટવી (epistaxis) : નાકમાંથી લોહી પડવું તે. નાકના આગળના કે પાછળના ભાગમાંથી લોહી વહે છે. ક્યારેક નાકમાંથી લોહી આપોઆપ વહેવા માંડે છે તો ક્યારેક તે કોઈક ચોક્કસ કારણે થાય છે. નસકોરી ફૂટવાનાં અનેક કારણો છે. કારણવિદ્યા અને નિદાન : નસકોરી ફૂટવાનું કારણ સ્થાનિક એટલે કે નાકમાં જ હોય અથવા…

વધુ વાંચો >

નસ્લિન-વૉલ્હાર્ડ, ક્રિશ્ચિયન 

નસ્લિન-વૉલ્હાર્ડ, ક્રિશ્ચિયન  (Nasslein-Volhard Christiane) (જ. 20 ઑક્ટોબર 1942, મગ્ડેબર્ગ, જર્મની) : સન 1995ના નોબેલ પુરસ્કારનાં એડવર્ડ બી. લૂઇસ અને એરિક  વીઝકોસ સાથેનાં વિજેતા. ભ્રૂણ અથવા પ્રાગર્ભ(embryo)ના શરૂઆતના વિકાસમાં જનીનો દ્વારા થતા નિયંત્રણ અંગે સંશોધન કરવા માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું. આર્કિટેક્ટ પિતાનાં પાંચ સંતાનોમાંનાં એક એવાં ક્રિશ્ચિયને ફ્રેંકાફરટના ગ્યૂઇથે…

વધુ વાંચો >

નાઇટ્રેટ ઑર્ગૅનિક (આયુર્વિજ્ઞાન)

નાઇટ્રેટ ઑર્ગૅનિક (આયુર્વિજ્ઞાન) : હૃદયની નસો સંકોચાવાથી થતા દુખાવાની સારવારમાં વપરાતું ઔષધ. હૃદયના સ્નાયુની નસોમાં જ્યારે લોહી ઓછા પ્રમાણમાં વહે તો તેને હૃદ્-સ્નાયુની અલ્પરુધિરવાહિતા (myocardial ischaemia) કહે છે. તેનાથી થતા હૃદયના રોગને અલ્પરુધિરવાહી હૃદયરોગ (ischaemic heart disease) કહે છે. તેમાં કામ કરતાં કે બેઠાં બેઠાં છાતીમાં દુખાવો થાય તો તેને…

વધુ વાંચો >

નાડી (pulse)

નાડી (pulse) લોહીના તરંગને કારણે લોહીની નસનું પહોળું થવું તે. સામાન્ય રીતે પોલી અને ધબકતી નસને નાડી કહે છે, જેને અંગ્રેજીમાં pulse કહે છે. તેને ગુજરાતીમાં નાડીનો ધબકાર કહેવાય, પરંતુ રોજિંદા વ્યવહારમાં ‘નાડી’ શબ્દ પણ નાડીના ધબકારા માટે વપરાશમાં લેવાય છે. નસોના કે હૃદયના ધબકારાને સંયુક્ત રીતે pulsations કહે છે.…

વધુ વાંચો >

નારીનરકેશિતા (hirsutism)

નારીનરકેશિતા (hirsutism) : સ્ત્રીના શરીર પર પુરુષોની માફક વ્યાપક વિસ્તારમાં અને વધુ પ્રમાણમાં ઊગતા વાળવાળો વિકાર. વ્યક્તિના શરીર પર 2 પ્રકારના વાળ હોય છે : રુવાંટી અથવા રોમ (vellus) અને પુખ્ત કેશ (terminal hair). રોમ ઝીણું અને રંગ વગરનું હોય છે અને તે બાળકોમાં જોવા મળે છે. કેશ જાડા (coarser)…

વધુ વાંચો >

નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones)

નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones) : સ્ત્રીઓના લૈંગિક વિકાસ, જાળવણી અને નિયંત્રણ માટે કાર્યરત અંત:સ્રાવો. સ્ત્રીઓના અંડપિંડમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન જૂથના અંત:સ્રાવોનું નિયંત્રિત અને ચક્રીય (cyclic) રીતે ઉત્પાદન થાય છે. ઇસ્ટ્રોજન જૂથનો પ્રમુખ અંત:સ્રાવ ઇસ્ટ્રેડિઓલ છે અને પ્રમુખ પ્રોજેસ્ટિનને પ્રોજેસ્ટિરોન કહે છે. સગર્ભાવસ્થા સમયે નિતંબના હાડકાંના સાંધા ઢીલા કરવા માટે…

વધુ વાંચો >

નાસા વંકપટલ (deviated nasal septum)

નાસા વંકપટલ (deviated nasal septum) : બે નસકોરાં વચ્ચેનો પડદો વાંકો હોવાથી થતો તકલીફકારક વિકાર. બે નસકોરાંની વચ્ચે એક કાસ્થિ (cartilage) અને શ્લેષ્મકલા(mucaus membrane)નો પડદો આવેલો છે. તેને નાસાપટલ અથવા નાસિકાપટલ (nasal septum) કહે છે. તે નસકોરાની ગુહા(પોલાણ)ની મધ્યરેખા તરફની દીવાલ બનાવે છે. તેમાં વોમર અને ઇથમૉઇડ હાડકાની પટ્ટીઓ પણ…

વધુ વાંચો >

નાસૂર (dacryocystitis)

નાસૂર (dacryocystitis) : ચેપને કારણે થતો અશ્રુપોટીનો પીડાકારક સોજો. તેને અશ્રુપોટીશોથ (dacryocystitis) કહે છે. આંખમાં નેત્રકલા (conjunctiva) અને સ્વચ્છા(cornea)ને ભીનાં રાખવા માટે અશ્રુગ્રંથિ(lacrimal gland)માં આંસુ (અશ્રુ) બને છે. આંખના ડોળાની બહાર, આંખના ગોખલામાં બહાર અને ઉપલી બાજુ અશ્રુગ્રંથિ આવેલી છે. તે લગભગ 12 જેટલી નલિકાઓ (ducts) દ્વારા ઉપલા પોપચાની પાછળથી…

વધુ વાંચો >

નિકોલે, ચાર્લ્સ જુલ્સ હેન્રી

નિકોલે, ચાર્લ્સ જુલ્સ હેન્રી (જ. 21 સપ્ટેમ્બર 1866, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1936, ટ્યૂનિસ) : ફ્રેન્ચ તબીબ અને સૂક્ષ્મજીવવિદ (microbiologist). ‘ટાયફસ’ નામના રોગના અભ્યાસ માટે તેમને 1928નું તબીબી વિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેઓ 1903–1932 સુધી ટ્યૂનિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના નિયામક હતા. તેમણે રૉ (Roux) સાથે પૅરિસમાં કામ…

વધુ વાંચો >