શિલીન નં. શુક્લ
કૅન્સર – મળાશય તથા મોટા આંતરડાનું
કૅન્સર, મળાશય તથા મોટા આંતરડાનું : મળાશય (rectum) અને / અથવા મોટા આંતરડા(સ્થિરાંત્ર, colon)નું કૅન્સર થવું તે. મોટું આંતરડું પોષક દ્રવ્યો, પાણી અને ક્ષારોના શોષણનું કાર્ય પૂર્ણ કરે છે, કેટલાંક વિટામિન તથા મળ બનાવે છે, મળાશયમાં સંગ્રહે છે અને ગુદા દ્વારા તેનો ત્યાગ કરે છે. મોટું આંતરડું 6.5 સેમી. પહોળું…
વધુ વાંચો >કૅન્સર – મૂત્રપિંડનું (પુખ્તવયે)
કૅન્સર, મૂત્રપિંડનું (પુખ્તવયે) : પુખ્તવયે મૂત્રપિંડ(kidney)નું કૅન્સર થવું તે. માણસમાં બે મૂત્રપિંડ આવેલા છે. મૂત્રપિંડને વૃક્ક પણ કહે છે. તે મૂત્રલ (nephron) નામના લોહીને ગાળનારા એકમોનો બનેલો પિંડ જેવો અવયવ છે. તેની મૂત્રલનલિકાઓ મૂત્રને મૂત્રપિંડ-કુંડ પાસે લાવે છે. બંને મૂત્રપિંડોમાંથી એક એક મૂત્રનળી (ureter) નીકળે છે જેના દ્વારા પેશાબ મૂત્રાશયમાં…
વધુ વાંચો >કૅન્સર – મૂત્રાશય(urinary bladder)નું
કૅન્સર, મૂત્રાશય(urinary bladder)નું : મૂત્રપિંડમાં બનેલો પેશાબ મૂત્રપિંડનળી (ureter) દ્વારા મૂત્રાશયમાં એકઠો થાય છે. મૂત્રમાર્ગનાં મોટા ભાગનાં કૅન્સર મૂત્રાશયમાં થાય છે. તેમાંથી મૂત્રાશયનળી (urethra) દ્વારા તે બહાર ફેંકાય છે. મૂત્રાશયનળીનું કૅન્સર શિશ્નના કૅન્સર સાથે વર્ણવ્યું છે. વસ્તીરોગવિદ્યા : ભારતમાં દર 1 લાખ પુરુષોમાં 0.0થી 7.5ના પ્રમાણમાં તથા દર 1 લાખ…
વધુ વાંચો >કૅન્સર – મૃદુપેશી(soft tissue sarcoma)નું (પુખ્ત વયે)
કૅન્સર, મૃદુપેશી(soft tissue sarcoma)નું (પુખ્ત વયે) : તંતુઓ, નસો, ચરબીના કોષો, સ્નાયુઓ, હાડકાંના સાંધાનું આવરણ વગેરે વિવિધ પ્રકારની મૃદુપેશી(soft tissue)નું કૅન્સર થવું તે. આ પ્રકારની પેશીઓને સંધાનપેશી (connective tissue) કહે છે. તેના કૅન્સરને મૃદુપેશી માંસાર્બુદ (યમાર્બુદ, sarcoma) કહે છે. તે બધાં ગર્ભની એક જ પ્રકારની આદિપેશી(મધ્યત્વચા, mesoderm)માંથી વિકસતાં હોવા છતાં…
વધુ વાંચો >કૅન્સર – મોં-નાક અને ગળાનું
કૅન્સર, મોં, નાક અને ગળાનું : મોં, નાક, ગળું તથા લાળગ્રંથિનું કૅન્સર થવું તે. તેને અંગ્રેજીમાં head and neck cancers તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મગજ, આંખ તથા ચહેરાની ચામડી, હાડકાં અને મૃદુપેશીના કૅન્સરનો તેમાં સમાવેશ કરાતો નથી. હોઠ, મોંની બખોલ અથવા મુખગુહા (oral cavity), જીભ, ગળાનો ભાગ, નાક અને…
વધુ વાંચો >કૅન્સર – યકૃત(liver)નું
કૅન્સર, યકૃત(liver)નું : યકૃત પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો 1.4 કિગ્રા.નો ઘન અવયવ છે. તેના મુખ્ય બે ખંડો (lobes) છે, જમણો અને ડાબો. યકૃતકોષોમાં બનતું પિત્ત (bile) પિત્ત-લઘુનલિકાઓ(bile canaliculi)માં થઈને યકૃતનલિકાઓ(hepatic-ducts)માં ઠલવાય છે. ડાબી, જમણી અને મુખ્ય યકૃતનલિકા ઉપરાંત પિત્તાશયનળી અને મુખ્ય પિત્તનળીના સમૂહને પિત્તનલિકાઓ કહે છે. તે અને પિત્તાશય…
વધુ વાંચો >કૅન્સર – યોનિ(vagina)નું
કૅન્સર, યોનિ(vagina)નું : સ્ત્રીઓનું બાહ્ય જનનાંગ ભગોષ્ઠ (vulva) છે. તેમાં છિદ્ર દ્વારા યોનિ ખૂલે છે. યોનિમાં ગર્ભાશયનો ગર્ભાશય-ગ્રીવા નામનો ભાગ છે જે એક છિદ્ર દ્વારા ખૂલે છે. યોનિનું દુ:વિકસન (dysplasia) અને અતિસીમિત કૅન્સર થવાનો દર ઘણો ઓછો છે. તેનું કારણ જાણમાં નથી પરંતુ વિષાણુઓ કેટલાક કિસ્સામાં કારણભૂત હશે તેમ મનાય…
વધુ વાંચો >કૅન્સર – લસિકાભ પેશીનું (લિમ્ફોમા)
કૅન્સર, લસિકાભ પેશીનું (લિમ્ફોમા) : લસિકાગ્રંથિઓ (lymph nodes) અને અન્ય લસિકાભ (lymphoid) પેશીનું કૅન્સર થવું તે. તેને લસિકાર્બુદ (lymphoma) કહે છે. ગળું, બગલ તથા જાંઘના મૂળ(ઊરુપ્રદેશ)માં ‘વેળ ઘાલી’ને મોટી થતી ગાંઠો મૂળ લસિકાગ્રંથિઓ અથવા લસિકાપિન્ડો (lymph nodes) જ છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે ત્યારે લોહીની સૌથી નાની નસો, કેશવાહિનીઓ(capillaries)માંથી…
વધુ વાંચો >કૅન્સર – લોહીનું
કૅન્સર, લોહીનું : લોહીના કોષો ઉત્પન્ન કરતી પેશીનું કૅન્સર. તેને રુધિરકૅન્સર (leukaemia) કહે છે. લોહીમાં ત્રણ પ્રકારના કોષો હોય છે : રક્તકોષ, શ્વેતકોષ અને ગંઠનકોષ (platelets). તેમને સંયુક્ત રીતે રુધિરકોષો (blood cells) કહે છે. શ્વેતકોષો વિવિધ પ્રકારના હોય છે : 3 પ્રકારના કણિકાકોષો (granulocytes), લસિકાકોષો (lymphocytes) અને એકકેન્દ્રી કોષો (monocytes).…
વધુ વાંચો >કૅન્સર – શિશ્ન(penis)નું તથા મૂત્રાશયનળીનું
કૅન્સર, શિશ્ન(penis)નું તથા મૂત્રાશયનળીનું : શિશ્નનું કૅન્સર : પુરુષોના બાહ્ય જનનાંગ(external genitalia)નું કૅન્સર થવું તે. શિશ્ર્ન પોચી વાહિનીજન્ય (vascular) પેશીનું બનેલું અંગ છે જેમાં લોહી ભરાય ત્યારે તેનું કદ વધે છે. તે પુરુષોમાં પેશાબના ઉત્સર્ગ તથા વીર્યના બહિ:ક્ષેપ માટે વપરાતું અંગ છે. તેના મુખ્ય 3 ભાગ છે : મૂળ, દંડ…
વધુ વાંચો >