શિલીન નં. શુક્લ
કાલા-આઝાર
કાલા-આઝાર : રેતમાખી (sand fly) દ્વારા ફેલાતા લિશમેનિયા ડોનોવાની નામના પરોપજીવીના ચેપથી થતો રોગ. તેમાં લાંબા સમય સુધી વારંવાર તાવ આવે છે, બરોળ અને યકૃત મોટાં થાય છે, વજન ઘટે છે, ચામડીનો રંગ ગાઢો થાય છે તથા રુધિરકોષઅલ્પતા (pancytopenia – લોહીના કોષોની સંખ્યામાં ઘટાડો) થવાથી શરીર ફિક્કું, કાળું થઈ જાય…
વધુ વાંચો >કીકી
કીકી : ખુલ્લી આંખમાં કેન્દ્રસ્થાને વચ્ચે દેખાતો કાળો કે નીલો ભાગ. તેમાં બહિર્ગોળ પારદર્શક સ્વચ્છા અથવા પારદર્શકપટલ (cornea), સ્નાયવી પટલ અથવા કૃષ્ણમંડળ કે કનીનિકાપટલ (iris) અને તેની વચ્ચે આવેલું કાણું–કનીનિકા (pupil) જોવા મળે છે. કીકીની આસપાસ આંખના ડોળાનું બહારનું આવરણ, સફેદ રંગનું શ્વેતાવરણ (sclera) હોય છે. શ્વેતાવરણ પર નેત્રકલા (conjunctiva)…
વધુ વાંચો >કુશિંગનું સંલક્ષણ
કુશિંગનું સંલક્ષણ (Cushing’s syndrome) : અધિવૃક્ક ગ્રંથિના બાહ્યક(adrenal cortex)ના કોર્ટિસોલ નામના અંત:સ્રાવના વધેલા ઉત્પાદનથી થતો વિકાર. અધિવૃક્ક ગ્રંથિના બાહ્યકના મુખ્ય 3 અંત:સ્રાવો છે : કોર્ટિસોલ, આલ્ડોસ્ટીરોન અને પુંકારી અંત:સ્રાવ (androgen). જો આલ્ડોસ્ટીરોનનું ઉત્પાદન વધે તો તેને અતિઆલ્ડોસ્ટીરોનતા (hyper-aldosteronism) કહે છે. જો પુંકારી અંત:સ્રાવનું ઉત્પાદન વધે તો સ્ત્રીઓમાં પુરુષોનાં કેટલાંક લક્ષણો…
વધુ વાંચો >કુષ્ઠ (આયુર્વિજ્ઞાન)
કુષ્ઠ (આયુર્વિજ્ઞાન) : માયકોબૅક્ટેરિયમ લેપ્રી (mycobacterium Leprae) નામના જીવાણુ સામેની કોષીય પ્રતિરક્ષા(cell-mediated, immunity)થી થતો લાંબા ગાળાનો રોગ. તેને હેન્સનનો રોગ પણ કહે છે. તેને કેટલાક લોકો ભૂલથી કોઢ(Leucoderma)ના નામે પણ ઓળખે છે. તે કોઢ કરતાં જુદો જ રોગ છે. તેના મુખ્ય બે ધ્રુવીય (polar) પ્રકાર છે : ક્ષયાભ (tuberculoid) અને…
વધુ વાંચો >કૂમ્ઝ(antibody)ની કસોટી
કૂમ્ઝ(antibody)ની કસોટી : રક્તકોષો પર સ્થાપિત થયેલાં અને તેનું લયન કરતાં પ્રતિદ્રવ્યો (antibody) અથવા પ્રતિરક્ષાપૂરકોની હાજરી દર્શાવતી કસોટીઓ. રક્તકોષો ઉપર જ્યારે પ્રતિદ્રવ્ય અથવા પ્રતિરક્ષાપૂરક સ્થાપિત થયેલું હોય ત્યારે રક્તકોષો અતિસંવેદનશીલ થયેલા (sensitised) હોય છે. તે નિશ્ચિત પ્રતિજન(antigen)ની હાજરીમાં તૂટી જાય છે. રક્તકોષોના તૂટી જવાને રક્તકોષલયન (haemolysis) કહે છે. આ કસોટી…
વધુ વાંચો >કૃત્રિમ છિદ્રણ
કૃત્રિમ છિદ્રણ (ostomy) : શરીર પર કૃત્રિમ છિદ્ર દ્વારા ખોરાક લેવા, શ્વાસ લેવા કે મળમૂત્રનો ઉત્સર્ગ કરવા કરાયેલો માર્ગ. અન્નમાર્ગ, શ્વસનમાર્ગ, મળમાર્ગ કે મૂત્રમાર્ગના રોગ કે અવરોધ હોય અથવા શસ્ત્રક્રિયા દ્વારા તેના કોઈ ભાગનું ઉચ્છેદન (excision) કરાયેલું હોય તો કૃત્રિમ માર્ગ બનાવવાની જરૂર પડે છે. તેના વિવિધ પ્રકારો છે :…
વધુ વાંચો >કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન)
કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન) : આંતરડાં, લોહી તથા અન્ય પેશીઓમાં રહેતા કૃમિથી થતો રોગ (આકૃતિ 1). કૃમિ બહુકોષી, ત્રિસ્તરીય પરોપજીવી પ્રાણીઓ છે. તે ડાબી અને જમણી એમ બંને બાજુએ એકસરખી સંરચના (structure) ધરાવે છે. તેમને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. (ક) નિમેટોડા (નળાકારકૃમિ) વર્ગ : તેમાંના મુખ્ય કૃમિઓ આંતરડાંના…
વધુ વાંચો >કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ
કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) : માણસ અને અન્ય પ્રાણીઓની ચામડીના રંગનું નિયંત્રણ કરતા અંત:સ્રાવનું જૂથ. તેને કૃષ્ણવર્ણ-વર્ધક (melanotrophin) પણ કહે છે. કેટલાંક ઉભયજીવી પ્રાણીઓ અને માછલીઓમાં તે વર્ણકદ્રવ્ય(pigment)ના કણોને એકઠા કે છૂટા કરીને તેમને વાતાવરણ સાથે સુમેળ પામે તેવું રંગપરિવર્તન કરાવે છે. તેને કારણે તે સહેલાઈથી અલગ…
વધુ વાંચો >કૅન્સર
કૅન્સર અપરિપક્વ કોષોની આક્રમક સંખ્યાવૃદ્ધિ કે તેને કારણે થતી જીવલેણ ગાંઠ એટલે કૅન્સર. લોહીના અપરિપક્વ કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતા રુધિરકૅન્સર(leukaemia)માં ગાંઠ જોવા મળતી નથી. કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠને અર્બુદ (tumour) અથવા નવવિકસન (neoplasia) કહે છે. તે સૌમ્ય (benign) અને જીવલેણ કે મારક (malignant) એમ બે પ્રકારની હોય છે. સૌમ્ય…
વધુ વાંચો >કૅન્સર અને લિંગિતા
કૅન્સર અને લિંગિતા : લૈંગિક (sexual) કારણોસર થતાં કૅન્સર અને કૅન્સરના દર્દીના જાતીયતા (sexuality) સંબંધિત પ્રશ્નો ઉદભવવા તે. લૈંગિક (sexual) કારણો : વિવિધ પ્રકારના સંભોગ કે જાતીય સંસર્ગ દ્વારા ફેલાતા ચેપી રોગો કૅન્સરજનન સાથે સંકળાયેલા છે. સ્ત્રીઓમાં પેપિલોમા-વિષાણુ(પ્રકાર 16 અને 18)નો ચેપ જાતીય સંબંધોથી ફેલાય છે. તેના લાંબા સમયના ચેપ…
વધુ વાંચો >