શિક્ષણ

સતત શિક્ષણ (continuing education)

સતત શિક્ષણ (continuing education) : જીવનપર્યંત (life-long) ચાલુ રહે એ રીતનું શિક્ષણ. એને નિરંતર ચાલુ રહેતા (recurrent) શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિક્ષણ વિશે પરંપરાગત ખ્યાલ એવો છે કે જે કોઈ તબક્કો – જેવો કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ વગેરે – પર્યાપ્ત શિક્ષણ આપી દેતો હોય છે, તે આખી જિંદગી…

વધુ વાંચો >

સફાઈ વિદ્યાલય

સફાઈ વિદ્યાલય : તમામ પ્રકારનાં સફાઈકાર્યોને લગતા શિક્ષણ, પ્રશિક્ષણ અને તેના પ્રચાર-પ્રસારણ અંગેનું વિદ્યાલય. 1958માં ગાંધી સ્મારક નિધિ દ્વારા અપ્પાસાહેબ પટવર્ધનના અધ્યક્ષસ્થાને અને મુંબઈ રાજ્યના ગ્રામસફાઈના માનાર્હ સલાહકાર અને ગાંધીવાદી કૃષ્ણદાસ શાહના સંચાલન હેઠળ વ્યારા (જિ. સૂરત) મુકામે પ્રથમ સફાઈ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે તત્કાલીન ગાંધી સ્મારક…

વધુ વાંચો >

સમ્પત્તી આર્યની (શ્રીમતી)

સમ્પત્તી આર્યની (શ્રીમતી) (જ. 31 માર્ચ 1923, પટણા શહેર, બિહાર) : મગહી વિદુષી. તેમણે 1952માં પટણા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., 1956માં બિહાર યુનિવર્સિટીમાંથી પાલિમાં એમ.એ. તથા પટણા યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી. તેમણે પટણા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા તરીકે કારકિર્દી શરૂ કરી; 1953થી હિંદી વિભાગમાં અધ્યાપનની કામગીરી કરી. તેઓ રીડર તરીકે સેવાનિવૃત્ત થયાં. 1965થી…

વધુ વાંચો >

સરદાર પટેલ યુનિવર્સિટી

સરદાર પટેલ યુનિવર્સિટી : સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના 31મી ઑક્ટોબર, 1955 એટલે કે સરદાર સાહેબના જન્મદિવસે કરવામાં આવી હતી અને યુનિવર્સિટી સાથે દેશના મહાન સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ આ શુભ દિવસે જ જોડવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સ્થાપવા માટે પહેલાં ભાઈકાકા (ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ) અને ભીખાકાકા(ભીખાભાઈ કુબેરભાઈ…

વધુ વાંચો >

સંશોધન (Research)

સંશોધન (Research) જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે તથ્યો ને સત્યોની ખોજ માટેની સ્વાધ્યાયમૂલક પ્રક્રિયા પર અવલંબતી પ્રવૃત્તિ; જેમાં અજ્ઞાતને જ્ઞાત કરવાની, અશુદ્ધને શુદ્ધ કરવાની, અસ્પષ્ટને સ્પષ્ટ કરવાની, ક્રમહીનને ક્રમબદ્ધ કરવાની, પ્રાચીનનું નવીન સાથે અનુસંધાન કરવાની, જે તે સંશોધનવિષયનું દેશકાળ કે પરિસ્થિતિના બદલાતા સંદર્ભમાં અર્થઘટન, અર્થવિસ્તાર, પુનર્મૂલ્યાંકન વગેરે કરી તેને છેવટનો ઓપ આપવાની, તેની…

વધુ વાંચો >

સાધુ વાસવાણી

સાધુ વાસવાણી (જ. 25 નવેમ્બર 1879, હૈદરાબાદ, સિંધ, પાકિસ્તાન; અ. 16 જાન્યુઆરી 1966, પુણે, મહારાષ્ટ્ર) : કેળવણીકાર, સમાજસેવક, લેખક અને વક્તા. તેમનું નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેઓ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી, એલિસ સ્કૉલર અને ડી. જે. સિંધ કૉલેજ, કરાંચીમાં ફેલો હતા. એમ.એ. થયા પછી તેઓ કોલકાતાની મેટ્રોપૉલિટન કૉલેજ(હવે વિદ્યાસાગર કૉલેજ)માં…

વધુ વાંચો >

સાધુ હીરાનંદ

સાધુ હીરાનંદ (જ. 23 માર્ચ 1863, હૈદરાબાદ; અ. 14 જુલાઈ 1893, બાન્કીપુર, બિહાર) : સિંધી કેળવણીકાર, સંત અને સમાજસેવક. પિતા શૌકીરામ આડવાણીના બીજા પુત્ર અને સાધુ નવલરામના ભાઈ. તેઓ મૅટ્રિક થયા બાદ ઉચ્ચ અભ્યાસાર્થે કોલકાતા ગયા. 13 ઑક્ટોબર 1883ના રોજ કૉલેજમાં તેમણે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને આવરી લઈ આદર્શોન્મુખ શ્રમયુક્ત…

વધુ વાંચો >

સુલિવન ઍન.

સુલિવન, ઍન. (જ. 1866, ફીડિંગ, હિબ્સ, મૅસેચ્યૂસેટ્સ, અમેરિકા; અ. 1936) : અમેરિકાનાં અંધજનો માટેનાં અંધ-શિક્ષિકા. ખાસ કરીને તેઓ હેલન કૅલરનાં શિક્ષિકા તરીકે બહુ જાણીતાં થયાં. બાળપણમાં તાવના પરિણામે તેઓ લગભગ અંધ બની ગયાં હતાં. તેમણે મૅસેચ્યૂસેટ્સમાં વૉલધૅમ ખાતે આવેલા પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશનમાં શિક્ષણ લીધું હતું. નવાં દાખલ કરાયેલાં 7 વર્ષનાં હેલન…

વધુ વાંચો >

સૈનિક શાળા  બાલાચડી

સૈનિક શાળા  બાલાચડી : ગુજરાત રાજ્યની એકમાત્ર સૈનિક શાળા. તે સૌરાષ્ટ્રના જામનગર શહેરથી 32 કિમી. દૂર જામનગર અને રાજકોટ વચ્ચેના ધોરી માર્ગ પર આવેલી છે. લગભગ 426 એકર જેટલો વિશાળ ભૂભાગ તે આવરી લે છે. તેની સ્થાપના 1961માં થયેલી. 1961-64 દરમિયાન તે જામનગર શહેરમાં કાર્યરત હતી અને ત્યારબાદ તે બાલાચડી…

વધુ વાંચો >