વ્રિજવિહારી દીનાનાથ દવે
ઍસિડિક અગ્નિકૃત ખડકો
ઍસિડિક અગ્નિકૃત ખડકો : અગ્નિકૃત ખડકોનો 66 ટકાથી વધુ સિલિકા ધરાવતો પ્રકાર. સિલિકાના પ્રમાણ અનુસાર અગ્નિકૃત ખડકોના ઍસિડિક, સબ-ઍસિડિક, બેઝિક અને અલ્ટ્રાબેઝિક એમ વર્ગો પાડવામાં આવ્યા છે. હેચ નામના ખડકવિદ દ્વારા સિલિકાના પ્રમાણ પર આધારિત આ વર્ગીકરણ યોજવામાં આવ્યું છે. અંત:કૃત ખડકો પૈકી ગ્રૅનાઇટ અને જ્વાળામુખી ખડકો પૈકી રહાયોલાઇટ ઍસિડિક…
વધુ વાંચો >ઑગાઇટ
ઑગાઇટ : પાયરૉક્સીન વર્ગનું એક ખનિજ. રા.બં. – (Ca, Na) (Mg, Fe, Al) SiAl)2O6; સ્ફ.વ. – મૉનૉક્લિનિક; સ્વ. – પ્રિઝમ, પિનેકોઇડ અને હેમીપિરામિડ સ્વરૂપ સાથેના સ્ફટિકો સામાન્ય, કેટલીક વખતે જથ્થામય કે દાણાદાર, ભાગ્યે જ તંતુમય. સાદા કે અંતર્ભેદિત યુગ્મ સ્ફટિકો; રં. – કાળો, આછાથી ઘેરો કથ્થાઈ લીલાશ પડતો; સં. –…
વધુ વાંચો >ઑગિટાઇટ
ઑગિટાઇટ (augitite) : બેસાલ્ટનો એક પ્રકાર. મુખ્યત્વે ઑગાઇટ મહાસ્ફટિકોથી બનેલો બેસાલ્ટ. ક્યારેક તેમાં બાયૉટાઇટ અથવા હૉર્નબ્લેન્ડ પણ હોઈ શકે છે, જે મોટેભાગે સોડા-સમૃદ્ધ કાચ-સમૃદ્ધ દ્રવ્યમાં જડાયેલાં હોય છે. ખડકના સ્ફટિકમય ભાગના સંદર્ભથી જોતાં, ઑગિટાઇટ એ પૉર્ફિરિટિક કણરચનાવાળો, લગભગ એક-ખનિજીય ખડક ગણાય; જેમાં ટિટેનઑગાઇટ ખનિજના સ્ફટિકછેદ, લોહધાતુ-ખનિજની વિપુલતાવાળા બિનસ્ફટિકીય દ્રવ્યમાં જડાયેલા…
વધુ વાંચો >ઑડિનાઇટ (સ્પેસર્ટાઇટ)
ઑડિનાઇટ (સ્પેસર્ટાઇટ) : જર્મનીના સ્પેસર્ટ પર્વતો ઉપરથી સ્પેસર્ટાઇટ તરીકે ઓળખાતા પૉર્ફિરિટિક કણરચનાવાળા લૅમ્પ્રોફાયર પ્રકારનો ભૂમધ્યકૃત (અગ્નિકૃત) ખડક. તે ગ્રેનાઇટ કે ગ્રૅનોડાયૉરાઇટ બંધારણવાળા મૅગ્માની બેઝિક સ્વભેદિત પેદાશ છે. કણ-કદની સૂક્ષ્મતાને કારણે તેના ખનિજ ઘટકો સૂક્ષ્મદર્શક નીચે પારખી શકાય છે. આ ખડક સામાન્ય રીતે લૅબ્રેડોરાઇટ, પાયરૉક્સિન અને ઍમ્ફિબૉલ ખનિજોથી બનેલો હોય છે.…
વધુ વાંચો >ઑનિક્સ
ઑનિક્સ : સિલિકાવર્ગની અતિસૂક્ષ્મ સ્ફટિકમય કૅલ્સિડોની ખનિજનો એક પ્રકાર. તેનું રાસાયણિક બંધારણ SiO2 છે. ઑનિક્સમાં સફેદ અને રાખોડી કે કથ્થાઈ પટ્ટા હોય છે, જે નિયમિત ગોઠવાયેલા હોય છે. આ લક્ષણને કારણે ઑનિક્સ અર્ધકીમતી ખનિજ તરીકે ઝવેરાતમાં વપરાય છે. પ્રા. સ્થિ. – જ્વાળામુખી ખડકોનાં કોટરોમાં અને કોંગ્લૉમરેટ જળકૃત ખડકોમાં. તૃતીય જીવયુગના…
વધુ વાંચો >ઓપેલ
ઓપેલ : સિલિકાવર્ગનું એક ખનિજ. રા. બં. – SiO2.nH2O; સ્ફ. વ. – અસ્ફટિક; સ્વ. – સામાન્યત: દ્રાક્ષના ઝૂમખાસમ, મૂત્રપિંડાકાર, કલિલસ્વરૂપ, અધોગામી સ્તંભ કે દળદાર; રં. – રંગવિહીન, સફેદ, વાદળી પડતો સફેદ, પીળો, લાલાશ પડતો કથ્થાઈ, કથ્થાઈ, નારંગી, લીલો, વાદળી, રાખોડીથી કાળો. તે અનેકરંગિતા બતાવે છે; ચ. કાચમય, રાળમય, મૌક્તિક, મીણસમ;…
વધુ વાંચો >ઑપ્ટિક અક્ષ
ઑપ્ટિક અક્ષ (પ્રકાશીય અક્ષ) : અસાવર્તિક (anisotropic) ખનિજોમાં રહેલી સ્પંદનદિશા (axis), જ્યાં દ્વિવક્રીભવનાંકની ક્રિયા બનતી નથી. આ સ્પંદનદિશામાં સામાન્ય અને અસામાન્ય કિરણો એક જ ગતિથી પસાર થાય છે. ટેટ્રાગોનલ અને હેક્ઝાગોનલ સ્ફટિકવર્ગની ખનિજોમાં એક જ પ્રકાશીય અક્ષ હોય છે અને તે ખનિજો એકાક્ષી ખનિજો તરીકે ઓળખાય છે. એકાક્ષી ખનિજોમાં પ્રકાશીય…
વધુ વાંચો >ઑર્થોક્લેઝ
ઑર્થોક્લેઝ : આલ્કલી ફેલ્સ્પાર વર્ગનું માટીઉદ્યોગ(pottery)નું ઉપયોગી ખનિજ. રા.બં. – KALSi3O8, કેટલીક વખત Kને સ્થાને Naની પુરવણી; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – પ્રિઝમ, પિનેકોઇડ અને હેમિઓર્થોડોમથી બંધાયેલા સ્ફટિકો સામાન્ય. દાણાદાર કે પટ્ટાદાર સંરચનાવાળા કે જથ્થામય. સાદી કે અંતર્ભેદિત યુગ્મતા. કાલ્સબાડ, બેવેનો અને માનેબાક મુખ્ય યુગ્મતા પ્રકાર; રં. – રંગવિહીન,…
વધુ વાંચો >ઑર્થોનાઇસ
ઑર્થોનાઇસ – ઑર્થોશિસ્ટ (orthogneiss – orthoschist) : વિકૃત ખડકોના પ્રકારો. પૂર્વ અસ્તિત્વ ધરાવતા અગ્નિકૃત ખડકો પર થતી વિકૃત પ્રક્રિયાની અસરો દરમિયાન તેમાં ખનિજીય, રાસાયણિક તેમજ કણરચનાત્મક ફેરફારો થાય છે. આર્કિયન રચના તરીકે ઓળખાતી ભારતની ખડકરચનામાં આ ખડકપ્રકારો મળી આવે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >ઑર્થોસિલિકેટ ખનિજો
ઑર્થોસિલિકેટ ખનિજો : સિલિકેટ ખનિજોનો એક વર્ગ. મૅગ્મામાંથી ઉદભવતાં ખનિજો મૅગ્માજન્ય ખનિજો અથવા આગ્નેય ખનિજો (pyrogenetic minerals) તરીકે ઓળખાય છે. મૅગ્માના બંધારણમાં ઑક્સિજન અને સિલિકોન વિપુલ પ્રમાણમાં રહેલાં તત્વો છે. પરિણામે અગ્નિકૃત ખડકોમાં મળી આવતાં ખનિજો મુખ્યત્વે સિલિકેટ અને સિલિકા છે. સિલિકા ઉપરાંત થોડાં અન્ય ઑક્સાઇડ ખનિજો પણ અગ્નિકૃત ખડકોમાં…
વધુ વાંચો >