ઑર્થોક્લેઝ : આલ્કલી ફેલ્સ્પાર વર્ગનું માટીઉદ્યોગ(pottery)નું ઉપયોગી ખનિજ. રા.બં. – KALSi3O8, કેટલીક વખત Kને સ્થાને Naની પુરવણી; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – પ્રિઝમ, પિનેકોઇડ અને હેમિઓર્થોડોમથી બંધાયેલા સ્ફટિકો સામાન્ય. દાણાદાર કે પટ્ટાદાર સંરચનાવાળા કે જથ્થામય. સાદી કે અંતર્ભેદિત યુગ્મતા. કાલ્સબાડ, બેવેનો અને માનેબાક મુખ્ય યુગ્મતા પ્રકાર; રં. – રંગવિહીન, સફેદ, લાલ, માંસ જેવો, રાખોડી કે લીલાશ પડતો રાખોડી; સં. – બેઝલ અને ક્લાઈનો પિનેકોઇડને સમાંતર બે સંભેદ કાટખૂણે; ચ. – કાચમયથી મૌક્તિક સંભેદ સપાટી પર; ભં. સ. – ખરબચડીથી વલયાકાર અથવા કરચમય; ચૂ. – સફેદ; ક. – 6-00; વિ. ઘ. – 2.55થી 2.63; પ્ર. અચ. – (અ) વક્રી. – α = 1.518થી 1.529, β = 1.522થી 1.533, γ = 1.522થી 1.539, (બ)  2g = 330થી 1030; પ્ર. સં. – દ્વિઅક્ષી (-ve); પ્રા. સ્થિ. – ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટ (મોટા સુવિકસિત સ્ફટિકો), સાયનાઇટ. ખડકોની આવશ્યક ખનિજ તરીકે તેમજ શિસ્ટ, નાઇસવિકૃત ખડકોમાં અને આર્કોઝ બંધારણવાળા કણજન્ય જળકૃત ખડકોમાં; ઉ. – પૉર્સેલિન અને પૉટરીમાં, ચળકાટવાળાં માટીનાં વાસણો, સૅનિટરી વસ્તુઓ, ઇનૅમલવાળી ઈંટો અને અપારદર્શક કાચના ઉત્પાદન માટે.

વ્રિજવિહારી દીનાનાથ દવે