ઓપેલ : સિલિકાવર્ગનું એક ખનિજ. રા. બં. – SiO2.nH2O; સ્ફ. વ. – અસ્ફટિક; સ્વ. – સામાન્યત: દ્રાક્ષના ઝૂમખાસમ, મૂત્રપિંડાકાર, કલિલસ્વરૂપ, અધોગામી સ્તંભ કે દળદાર; રં. – રંગવિહીન, સફેદ, વાદળી પડતો સફેદ, પીળો, લાલાશ પડતો કથ્થાઈ, કથ્થાઈ, નારંગી, લીલો, વાદળી, રાખોડીથી કાળો. તે અનેકરંગિતા બતાવે છે; ચ.  કાચમય, રાળમય, મૌક્તિક, મીણસમ; ભં. સ. – વલયાકાર; ચૂ. – સફેદ, પારજાંબલી પ્રકાશમાં કેટલીક વખતે લીલાથી પીળાશ પડતા રંગમાં પ્રસ્ફુરણ; ક. – 5.5થી 6.5; વિ. ઘ. – 1.99થી 2.25; પ્ર. અચ. વક્રી. – N = 1.4૩5થી 1.455; પ્રા. સ્થિ. અગ્નિકૃત ખડકોની તડો અને પોલાણમાં તેમજ રેતીખડક અને મૃદ્-ખડકમાં મળી આવતા ફ્લિન્ટ જેવા ગઠ્ઠામાં સમાવિષ્ટ; ઉ. – રંગીન ઓપેલ અર્ધ કીમતી રત્ન તરીકે ઝવેરાતમાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે