વ્રિજવિહારી દીનાનાથ દવે

ગ્રોસ્યુલેરાઇટ

ગ્રોસ્યુલેરાઇટ : ગાર્નેટ વર્ગનું ખનિજ. રા. બં : 3CaO.A12O3.3SiO2 સ્ફ. વ. : ક્યૂબિક. સ્વ. : રૉમ્બ્ડોડેકાહેડ્રોન. રં. : રંગવિહીન, સફેદ, આછો લીલો, મધ જેવો પીળો, દારૂ જેવો પીળો, કથ્થાઈ જેવો પીળો, તજ જેવો કથ્થાઈ, નીલમ જેવો લીલો, ગુલાબી. સં. : –. ચ. : કાચમય; અર્ધપારદર્શક. ભં. સં. –. ચૂ. –.…

વધુ વાંચો >

ગ્લાઉપ

ગ્લાઉપ : દરિયાઈ ઘસારાને કારણે ઉદભવતું એક ઘસારાજન્ય લક્ષણ. દરિયાકિનારે આવેલા ખડકજથ્થા સાથે પાણી અથડાય છે અને ઘસારાની ક્રિયા બને છે. મોજાં દ્વારા થતી આ પ્રકારની ઘસારાની ક્રિયા સાંધા અને તિરાડો પર વધુ અસરકારક બને છે. પરિણામે મોજાં દ્વારા થતી ઘસારાની ક્રિયાને કારણે વચ્ચેના નબળા ભાગમાં પોલાણ અસ્તિત્વમાં આવે છે…

વધુ વાંચો >

ગ્લૉકોનાઇટ

ગ્લૉકોનાઇટ : અબરખ વર્ગનું ખનિજ. રા. બં. : મુખ્યત્વે હાઇડ્રસ સિલિકેટ ઑવ્ આયર્ન અને પોટૅશિયમ – છતાં તેમાં ઍલ્યુમિનિયમ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ પણ હોય છે. સંભવિત બંધારણ : K2(Mg2Fe)2Al6(Si4O10)3. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્વ. : ચૂર્ણસ્વરૂપ દાણાદાર અથવા માટી સ્વરૂપ. રં. : ઑલિવ જેવો લીલો, પીળાશ પડતો રાખોડી કે કાળાશ…

વધુ વાંચો >

ગ્લોકોફેન

ગ્લોકોફેન : ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. રા. બં. : સોડિયમ, મૅગ્નેશિયમ, આયર્ન, ઍલ્યુમિનિયમ સિલિકેટ – Na2(Mg,Fe)3 (A12Felll)2Si8 O22(OH)2 સ્ફ. વ. : મૉનોક્લિનિક, સ્વ. પ્રિઝમસ્વરૂપ સ્ફટિકો; સામાન્ય રીતે તંતુમય, જથ્થામય કે દાણાદાર-સ્વરૂપે મળે છે. રં. : વાદળી, વાદળી કાળો કે વાદળી રાખોડી, સં. : પ્રિઝમ સ્વરૂપને સમાંતર. ચ. : કાચમયથી મૌક્તિક; અર્ધપારદર્શક.…

વધુ વાંચો >

ગ્લોબીજેરીના સ્યંદન (Ooze)

ગ્લોબીજેરીના સ્યંદન (Ooze) : 3,656 મીટરથી ઓછી ઊંડાઈએ મળી આવતો કૅલ્શિયમની વિપુલતાવાળો, કાદવ જેવો જીવજન્ય અગાધ દરિયાઈ નિક્ષેપ. ગ્લોબીજેરીના તરીકે ઓળખાતાં અતિસૂક્ષ્મ ફોરામિનિફર (પ્રજીવા) પ્રાણીઓના કૅલ્શિયમયુક્ત કવચથી આ નિક્ષેપ તૈયાર થાય છે. આ સૂક્ષ્મ પ્રાણીઓ પાણીની સપાટી પર રહે છે; પરંતુ મૃત્યુ બાદ તેમના અવશેષો સમુદ્રતળના ઊંડાણમાં એકઠા થાય છે.…

વધુ વાંચો >

ગ્લોમેરોપોર્ફિરિટિક સંરચના

ગ્લોમેરોપોર્ફિરિટિક સંરચના : બેસાલ્ટ ખડકમાં જોવા મળતી એક વિશિષ્ટ પ્રકારની સંરચના. આ ખડકમાંના ઑલિવીન, ઑગાઇટ અને લેબ્રેડોરાઇટ ખનિજોના મહાસ્ફટિકો ગંઠાઈ જવાનો ગુણ ધરાવે છે, જેને કારણે ખડકનો દેખાવ બેઝિક અંત:કૃત (દા.ત., ગૅબ્રો) ખડક જેવો લાગે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

ચાર્નોકાઇટ

ચાર્નોકાઇટ : (1) હાઇપરસ્થીન એક આવશ્યક ખનિજઘટક તરીકે જેમાં હાજર હોય એવો ગ્રૅનાઇટ કે ગૅબ્રો ખડક; (2) હાઇપરસ્થીન સહિતના ક્વાટર્ઝોફેલ્સ્પૅથિક નાઇસ કે ગ્રૅન્યુલાઇટ ખડક માટે વપરાતું નામ; (3) ગાર્નેટ અને પ્લેજિયોક્લેઝવાળા કે વિનાના ક્વાર્ટ્ઝ – ઑર્થોક્લેઝ – હાઇપરસ્થીન ખનિજઘટકોની લાક્ષણિકતા ધરાવતો ગ્રૅન્યુલાઇટ ગ્રૅનાઇટથી નોરાઇટ તેમજ હાઇપરસ્થીન પાઇરૉક્સિનાઇટ સુધીનાં ભિન્ન ભિન્ન…

વધુ વાંચો >

ચિરોડી (1)

ચિરોડી (1) (ભૂસ્તરશાસ્ત્ર) : કૅલ્શિયમનો જળયુક્ત સલ્ફેટ. રા. બં. : CaSO4 • 2H2O.  સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ.: મેજ આકારના જાડા-પાતળા, ચપટા સ્ફટિકો, ચોકટના એક્કા જેવા, લાંબા-ટૂંકા પ્રિઝમ (ક્યારેક 3 મીટરની આસપાસની લંબાઈવાળા); સોયાકાર, વીક્ષાકાર, ગુલાબની પાંખડીઓની જેમ આંતરગૂંથણી પામેલી પોપડી સ્વરૂપે, ક્યારેક જથ્થામય, કે સૂક્ષ્મ કે મોટા દાણા…

વધુ વાંચો >

ચુંબકીય ખનિજો

ચુંબકીય ખનિજો : કુદરતી ચુંબકત્વ ધરાવતાં ખનિજો. કુદરતી સ્થિતિમાં મળતાં અમુક ખનિજો સારી ક્ષમતાવાળા લોહચુંબકથી આકર્ષિત થવાનો ગુણધર્મ ધરાવતાં હોય છે. આવાં ખનિજો ચુંબકીય ખનિજો તરીકે ઓળખાય છે. લોહધાતુખનિજ મૅગ્નેટાઇટ (Fe3O4) માટે આ હકીકત વસ્તુત: ખરી છે. પાયહ્રોટાઇટ (ચુંબકીય પાયરાઇટ Fe1-χS જેમાં χ = 0થી 0.2) પણ અમુક પ્રમાણમાં ચુંબકત્વ…

વધુ વાંચો >

ચૂનાયુક્ત ખડકો (calcareous rocks)

ચૂનાયુક્ત ખડકો (calcareous rocks) : કોઈ પણ પ્રકારનો ચૂનાયુક્ત જળકૃત ખડક. ભૂપૃષ્ઠમાં મળી આવતા કાર્બોનેટ ખડકો પૈકીનો બહોળા પ્રમાણમાં વિતરણ પામેલો, મુખ્યત્વે કૅલ્શિયમ કાર્બોનેટ(CaCO3)ના બંધારણવાળો સ્તરબદ્ધ જળકૃત ખડકનો પ્રકાર. આ સંજ્ઞા કૅલ્શિયમ કે મૅગ્નેશિયમ કે બંનેના સંયુક્ત કાર્બોનેટનું 80 % જેટલું પ્રમાણ ધરાવતા ખડકો માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ…

વધુ વાંચો >