ગ્લોકોફેન : ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. રા. બં. : સોડિયમ, મૅગ્નેશિયમ, આયર્ન, ઍલ્યુમિનિયમ સિલિકેટ – Na2(Mg,Fe)3 (A12Felll)2Si8 O22(OH)2 સ્ફ. વ. : મૉનોક્લિનિક, સ્વ. પ્રિઝમસ્વરૂપ સ્ફટિકો; સામાન્ય રીતે તંતુમય, જથ્થામય કે દાણાદાર-સ્વરૂપે મળે છે. રં. : વાદળી, વાદળી કાળો કે વાદળી રાખોડી, સં. : પ્રિઝમ સ્વરૂપને સમાંતર. ચ. : કાચમયથી મૌક્તિક; અર્ધપારદર્શક. ચૂ. : —. ક. : 6.00થી 6.5; વિ.ઘ. : 3.00થી 3.15. પ્ર. અચ. : (ક) વક્રી = α = 1.606થી 1.661, β = 1.622થી 1.667, γ = 1.627થી 1.670 (ખ) 2V = 0°થી 50°, પ્ર. સં. –Ve પ્રા. સ્થિ. ગ્લોકોફેન શિસ્ટ, માઇકા શિસ્ટ, ઇક્લોગાઇટ, સ્ફટિકમય ચૂનાખડકોના ઘટક તરીકે મળી આવે છે. આ ખડકો સોડિયમની વિપુલતાવાળા અગ્નિકૃત ખડકો કે જળકૃત ખડકોની વિકૃતિક્રિયાને કારણે ઉદભવે છે. ક્વાટર્ઝ, ઍપિડોટ, પાયરૉક્સિન, ક્લોરાઇટ, ગાર્નેટ વગેરે ખનિજો સાથે ગ્લોકોફેન મળી આવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે