ગ્રોસ્યુલેરાઇટ : ગાર્નેટ વર્ગનું ખનિજ. રા. બં : 3CaO.A12O3.3SiO2 સ્ફ. વ. : ક્યૂબિક. સ્વ. : રૉમ્બ્ડોડેકાહેડ્રોન. રં. : રંગવિહીન, સફેદ, આછો લીલો, મધ જેવો પીળો, દારૂ જેવો પીળો, કથ્થાઈ જેવો પીળો, તજ જેવો કથ્થાઈ, નીલમ જેવો લીલો, ગુલાબી. સં. : –. ચ. : કાચમય; અર્ધપારદર્શક. ભં. સં. –. ચૂ. –. ક. : 6.5થી 7. વિ. ઘ. : 3.5 પ્ર. અચ. : (અ) વક્રી. = 1.734થી 1.75; (બ) 2V = – પ્ર. સં. –. પ્રા. સ્થિ. : વિકૃતિ પામેલા અશુદ્ધ ચૂનાખડકોમાં ઇડોક્રેઝ, વૉલેસ્ટોનાઇટ જેવાં લાઇમસિલિકેટ ખનિજો સાથે મળી આવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે