વૈમાનિક ઇજનેરી

મહાન્તી, નલિની રંજન

મહાન્તી, નલિની રંજન (જ. 8 નવેમ્બર 1944, ઓડિશા, ભારત) : હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ- (એચ.એ.એલ.)ના અધ્યક્ષ, એક સક્ષમ તકનીકવિદ તેમજ પ્રેરક વ્યક્તિત્વ ધરાવનાર. જેમના નેતૃત્વ તેમજ પ્રબંધનના અનુકરણીય ગુણોને કારણે એચ.એ.એલ.ને ઉડ્ડયનના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. મહાન્તિની શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક કારકિર્દી પ્રતિભાશાળી રહી છે. તેમણે 1965માં ક્ષેત્રીય એન્જિનિયરિંગ કૉલેજ,…

વધુ વાંચો >

માર્ટિન, ગ્લેન લ્યૂથર

માર્ટિન, ગ્લેન લ્યૂથર (જ. 1886, મૅક્સબર્ગ, આયોવા; અ. 1955) : વિખ્યાત વિમાન-ઉત્પાદક. તેમણે કૅન્સાસ વેસ્લિન યુનિવર્સિટી, સલિના ખાતે અભ્યાસ કર્યો હતો. 1905માં તેમણે કૅલિફૉર્નિયા ખાતે પોતાનું પ્રથમ ગ્લાઇડર–એન્જિન વિનાનું વિમાન–બનાવ્યું. 1909માં તેમણે સૌપ્રથમ વાર વિદ્યુત-ચાલિત (powered) વિમાનનું નિર્માણ કર્યું અને તેમાં ઉડ્ડયન કર્યું. 1912માં તેમણે પોતાના સી-પ્લેન એટલે કે પાણી…

વધુ વાંચો >

મૉનોપ્લેન

મૉનોપ્લેન : પાંખની એક જ જોડ હોય તેવું વિમાન. શરૂઆતમાં રાઇટ ભાઈઓ(Wright Brothers)એ જે વિમાન બનાવ્યાં તેમાં પાંખની બે જોડી હતી. તેથી તે બાઇપ્લેન તરીકે ઓળખાયાં હતાં. શરૂઆતમાં રાઇટ ભાઈઓના સફળ ઉડ્ડયન-પ્રયોગ પછી એમ મનાતું હતું કે ઉડ્ડયન સફળતાપૂર્વક કરવા માટે બે અથવા વધુ જોડી પાંખોની હોય તો વિમાનને ઊંચકાવાની…

વધુ વાંચો >

મૉન્ટગૉલ્ફિયર બંધુઓ

મૉન્ટગૉલ્ફિયર બંધુઓ : ફ્રાન્સના કાગળ-ઉદ્યોગ સાથે સંકળાયેલા બે બંધુઓ જોસેફ અને જૅક્સ. બલૂનની શોધ કરવાનું શ્રેય પણ તેમને જાય છે. તેમણે શોધેલું બલૂન ગરમ હવાનો ઉપયોગ કરતું હતું. તેમણે પ્રથમ આ પ્રકારનું બલૂન 1782માં બનાવ્યું, જે ઘણું નાનું હતું. જૂન 1783માં તેમણે પહેલી વાર મોટું બલૂન બનાવ્યું અને સપ્ટેમ્બર 1783માં…

વધુ વાંચો >

મૉલિસન, જૅમ્સ

મૉલિસન, જૅમ્સ (જ. 1905, ગ્લાસગૉ, વેસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 1959) : હવાઈ જહાજ-ઉડ્ડયનના નિષ્ણાત. વ્યવસાયે તે ઇજનેરી કામના સલાહકાર હતા. 1923માં તેમને રૉયલ ઍરફૉર્સમાં હોદ્દો મળ્યો. 1931માં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે 8 દિવસ 19 કલાક અને 28 મિનિટમાં વિક્રમજનક ઉડ્ડયન પૂરું કરીને તે ભારે નામના કમાયા. 1932માં ઉત્તર ઍટલાંટિકને સૌપ્રથમ વાર પૂર્વ-પશ્ચિમ માર્ગે…

વધુ વાંચો >

મૉસ્ક્વિટો

મૉસ્ક્વિટો : એક બહુવિધ ઉપયોગિતાવાળું અને લગભગ તમામ લડાયક વિમાનોમાં સૌથી સફળ નીવડેલું વિમાન. તે 2 બેઠકવાળું વિમાન છે. તેની શોધ ઑક્ટોબર, 1938માં થઈ. બ્રિટનની એક ખાનગી પેઢીએ અતિઝડપી અને હળવા બૉમ્બરો માટેનો પ્રૉજેક્ટ હાથ ધર્યો, ત્યારે તેનો આવિષ્કાર થયો. તેનું એક નોંધપાત્ર લક્ષણ એ હતું કે તેની રચના સંપૂર્ણપણે…

વધુ વાંચો >

યાંત્રિક ઉતરાણ

યાંત્રિક ઉતરાણ : જુઓ વિમાન અને વિમાનવિદ્યા

વધુ વાંચો >

યૅગર, ચક

યૅગર, ચક (જ. 1923, માઇરા, વેસ્ટ વર્જિનિયા) : ધ્વનિમર્યાદા(sound barrier)ને પાર કરી જનારા પ્રથમ અમેરિકન વિમાની. તેમણે ફાઇટર પાઇલટ તરીકે તાલીમ લીધી અને યુરોપમાં અનેક મિશનો પાર પાડ્યાં. તે દરમિયાન તેમનું વિમાન ફ્રાન્સ ઉપર તોડી પડાયું હતું, પણ તે ઊગરી ગયા. 14 ઑક્ટોબર 1947ના રોજ તેમણે બેલ-X-1 નામક રૉકેટ રિસર્ચના…

વધુ વાંચો >

રસ્ટ, મૅથિયાસ

રસ્ટ, મૅથિયાસ (જ. 1968) : જર્મનીના નિષ્ણાત વૈમાનિક. મે, 1987માં મૉસ્કોના હૃદય સમા રેડ સ્ક્વેર વિસ્તારમાં પોતાના હળવા વિમાનનું ઉતરાણ કરીને તેમણે વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી હતી. તેમણે ફિનલૅન્ડથી ઉડ્ડયન કર્યું ત્યારથી માંડીને મૉસ્કો સુધીમાં તેમનું વિમાન કોઈની નજરે સુધ્ધાં પડ્યું ન હતું અને તે પણ આટઆટલી સાધન-સજ્જતા હોવા છતાં…

વધુ વાંચો >

રાઇટ બંધુઓ

રાઇટ બંધુઓ [રાઇટ, ઑરવિલ (જ. 1871, ડેટન, ઓહાયો, યુ.એસ.; અ. 1948) અને વિલ્બર (જ. 1867, મિલવિલ, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 1912)]  : વિમાનની પ્રથમ શોધ કરનાર બે બંધુઓ. તેઓ બંને બાળપણમાં તેમના પાદરી પિતાએ અપાવેલા ઊડતા રમકડાથી પ્રભાવિત થયેલા. એ રમકડું બૂચ-વાંસ-કાગળ અને રબર-બૅન્ડનું બનાવેલું હતું. રમકડું તો થોડા જ સમયમાં…

વધુ વાંચો >