વિ. પ્ર. ત્રિવેદી

હિબ્રૂ ભાષા અને સાહિત્ય

હિબ્રૂ ભાષા અને સાહિત્ય : યહૂદીઓની પ્રાચીન ભાષા. મૂળ સેમિટિક જૂથની, ફીનિશિયન અને મૉબાઇટ ભાષાજૂથ સાથે નજીકનો નાતો ધરાવતી કેનાઇટ પેટાજૂથની ઇભ્રી કે ઇઝરાયેલ પ્રજા દ્વારા વપરાતી ભાષા. પેલેસ્ટાઇનની જૉર્ડન નદીના પશ્ચિમ કિનારે આવેલ કેનાન પ્રદેશમાં યહૂદીઓ તેનો ઉપયોગ કરતા હતા. તે કેનાન અને જુડીનની ભાષા તરીકે ઓળખાતી હતી. ઈ.…

વધુ વાંચો >

હુસમૅન આલ્ફ્રેડ એડવર્ડ (Housman Alfred Edward)

હુસમૅન, આલ્ફ્રેડ એડવર્ડ (Housman, Alfred Edward) (જ. 26 માર્ચ 1859, ફૉકબેરી, વૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 30 એપ્રિલ 1936, કેમ્બ્રિજ) : અંગ્રેજ કવિ. સીધી સાદી શૈલીમાં રોમૅન્ટિક નિરાશાવાદનાં ઊર્મિગીતોના રચયિતા. પિતા સૉલિસિટર. સાત ભાઈભાંડુઓમાંના એક. માતા તરફ ખાસ પક્ષપાત; પરંતુ બાર વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થતાં તીવ્ર આઘાતની લાગણી થઈ. આ…

વધુ વાંચો >

હૂપર હોરેસ એવરેટ

હૂપર, હોરેસ એવરેટ (જ. 8 ડિસેમ્બર 1859, વૉર્સેસ્ટર, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 13 જૂન 1922, બેડફર્ડ હિલ્સ, ન્યૂયૉર્ક) : 1897થી 1922 સુધી ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના પ્રકાશક, પ્રખર વિક્રેતા અને પ્રકાશનક્ષેત્રે નવા નવા વિચારોના ઉદગાતા. 16 વર્ષની ઉંમરે હૂપરે શાળા છોડી દીધી. ચોપડીઓની દુકાનોમાં નોકરી કરી. ડેન્વરમાં જઈને ‘વેસ્ટર્ન બુક ઍન્ડ સ્ટેશનરી કંપની’ની…

વધુ વાંચો >

હેઇડન્સ્ટમ વર્નર વૉન (Heidenstam Verner Von)

હેઇડન્સ્ટમ, વર્નર વૉન (Heidenstam, Verner Von) (જ. 6 જુલાઈ 1859, ઑલ્શમ્માર, સ્વીડન અ. 20 મે 1940, ઓવ્રેલિડ) : 1916ના સાહિત્ય માટેનાં નોબેલ પુરસ્કારના વિજેતા. સ્વીડનના કવિ અને નવલકથાકાર. સ્વીડનમાં વાસ્તવવાદની વિરુદ્ધ જે ચળવળ થઈ તેના તેઓ પુરસ્કર્તા હતા. સાહિત્યમાં તરંગ, સૌંદર્ય અને રાષ્ટ્રીય અસ્મિતાને આવકારનારાઓમાં તેઓ આગલી હરોળના લેખક હતા.…

વધુ વાંચો >

હેમ્સન નુટ

હેમ્સન, નુટ (જ. 4 ઑગસ્ટ 1859, લોમ, નૉર્વે; અ. 19 ફેબ્રુઆરી 1952, ગ્રિમ્સ્ટાડની નજીક) (મૂળ નામ નુટ પેડરસન) : નૉર્વેના નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. 1920ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. વીસમી સદીની શરૂઆતમાં નવ્ય-રોમૅન્ટિક ચળવળના નેતાઓ પૈકીના એકમાત્ર વાસ્તવવાદના વિરોધી. નુટ હેમ્સન પિતાનો વ્યવસાય કપડાં સીવવાનો અને માતા ઘરકામ કરતાં.…

વધુ વાંચો >

હેય્સે પૉલ જોહાન લુડવિગ વૉન

હેય્સે, પૉલ જોહાન લુડવિગ વૉન (જ. 15 માર્ચ 1830, બર્લિન; અ. 2 એપ્રિલ 1914, મ્યૂનિક) : જર્મન લેખક. 1910ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા રૉયલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક કે. ડબ્લ્યૂ. એલ. હેય્સે અને યહૂદી માતા જુલી-ની-સાલિંગ. શિક્ષણ જિમ્નેશિયમમાં 8થી 17 વર્ષના થયા ત્યાં સુધી. બર્લિન યુનિવર્સિટીમાં બે વર્ષ માટે ભાષાશાસ્ત્રનું…

વધુ વાંચો >

હેરિંગ્ટન જ્હૉન (સર)

હેરિંગ્ટન, જ્હૉન (સર) (જ. 1561; અ. 20 નવેમ્બર 1612, કેલ્સ્ટન, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : ઇલિઝાબેથના યુગના દરબારી, અનુવાદક, લેખક અને ‘વિટ’ (ઊંચી કલ્પક કે શોધક બુદ્ધિવાળા). પિતા રાજા હેનરી આઠમાની ગેરકાયદેસર પુત્રીને પરણેલા. એમનાં બીજી વારનાં પત્ની રાજકુમારી ઇલિઝાબેથનાં અનુચરી હતાં. સર જ્હૉનના ઉછેરમાં તેમનો પાલક માતા તરીકે મોટો ફાળો હતો.…

વધુ વાંચો >

હેસીઅડ

હેસીઅડ (આશરે ઈ. પૂ. આઠમી સદી, બોઓસિયા, મધ્ય ગ્રીસ) : ગ્રીક કવિ; ‘બોધાત્મક ગ્રીક કવિતાના જનક’ તરીકે તેમની ગણના થાય છે. બે મહાકાવ્યોના રચયિતા. ‘થિયોગની’ અને ‘વર્ક્સ ઍન્ડ ડેઝ’. તેમના મોટા ભાઈએ વડીલોપાર્જિત મિલકતનો મોટો ભાગ પચાવી પાડેલો. ન્યાયની દેવીના સાંનિધ્યમાં નગરના અધિકારીઓએ સુખ માટે પણ ન્યાયને તાબે થવું ઘટે…

વધુ વાંચો >

હોપ ઍલેક ડેરવેન્ટ

હોપ, ઍલેક ડેરવેન્ટ (જ. 21 જુલાઈ 1907, કૂમા, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 13 જુલાઈ 2000, કૅનબેરા) : ઑસ્ટ્રેલિયન કવિ અને નિબંધકાર. પ્રાથમિક શિક્ષણ કૂમા અને તાસ્માનિયામાં. ફોર્ટ સ્ટ્રીટ બોઇઝ હાઈસ્કૂલ, સિડની યુનિવર્સિટી અને પાછળથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધેલું. 24 વર્ષની ઉંમરે વતન પરત થયેલા. થોડો વખત કામધંધા વગર ગાળ્યા…

વધુ વાંચો >

હૉપકિન્સ જીરાર્ડ મૅનલી

હૉપકિન્સ, જીરાર્ડ મૅનલી (જ. 28 જુલાઈ 1844, સ્ટ્રેટફર્ડ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 8 જૂન 1889, ડબ્લિન) : અંગ્રેજ કવિ અને જેસ્યુઇટ પાદરી. સુખીસંપન્ન માતાપિતાને ત્યાં નવ ભાઈ-બહેનોમાં સૌથી મોટા પુત્ર તરીકે જન્મ. પિતા મૅનલી હવાઈમાં એલચી હતા. ચિત્રકલા અને સંગીતમાં પહેલેથી જ વિશેષ રસ. હાયગેટ સ્કૂલમાં શાળાનું શિક્ષણ. રિચર્ડ વૉટ્સન ડિક્સન…

વધુ વાંચો >