વિ. પ્ર. ત્રિવેદી
પત્રાત્મક નવલકથા (Epistolary Novel)
પત્રાત્મક નવલકથા (Epistolary Novel) : એક કે તેથી વધુ પાત્રો દ્વારા, પરસ્પરને લખાયેલ પત્રોને આધારે રચાયેલી નવલકથા. સામાન્યત: તેનું સ્વરૂપ પત્રોમાં હોય છે; પરંતુ રોજનીશીમાં કરવામાં આવેલ નોંધ, છાપાની કાપલીઓ અને કેટલાક દસ્તાવેજોને આધારે પણ તે લખાતી હોય છે. હમણાં રેકૉર્ડિંગ્ઝ, રેડિયો, બ્લૉગ્ઝ (blogs) અને ઈ-મેઇલ જેવાં ઇલેક્ટ્રૉનિક મીડિયાનાં સાધનોની…
વધુ વાંચો >પદ્મનાભન્, ટી.
પદ્મનાભન્, ટી. (જ. 5 ફેબ્રુઆરી 1931, પલ્લીકુન્નુ, કુન્નુર, કેરળ) : મલયાળમના સાહિત્યકાર. ટૂંકી વાર્તા અને નિબંધનાં સ્વરૂપોમાં તેમનું પ્રદાન. શિક્ષણ મૅંગલોર આર્ટ્સ કૉલેજ તથા મદ્રાસ લૉ કૉલેજમાં. કુન્નુરમાં એક દશકો વકીલાતના વ્યવસાયમાં. ત્યારપછી ઉદ્યોગસંચાલનમાં જોડાયા. કેરળ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ (ત્રાવણકોર) લિમિટેડમાં ઉપ-મહાપ્રબંધકના પદેથી તેઓ પછી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. ‘મખ્ખન સિંહિન્ટે…
વધુ વાંચો >પહેલવી ભાષા અને સાહિત્ય
પહેલવી ભાષા અને સાહિત્ય : પ્રાચીન ફારસી ઝંદ ભાષામાંથી ઉદભવેલી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. મહાન સિકંદરના આક્રમણે (ઈ. પૂ. 331) ઈરાનનું પ્રાચીન સામ્રાજ્ય નષ્ટ થયું. તે પછી સાસાનિયન સામ્રાજ્ય(ઈ. સ. 226-641)ના પ્રભુત્વ તળે રાષ્ટ્રનું પુનર્નિર્માણ થયું. આ સમય દરમિયાન ઈરાનની પ્રાચીન સંસ્કૃતિનું દ્યોતક સ્વરૂપ પ્રગટ કરનાર ભાષા તે પહેલવી.…
વધુ વાંચો >પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841)
પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841) : ઇંગ્લૅન્ડનું ઠઠ્ઠાચિત્રોથી અલંકૃત અને સવિશેષ અંગ્રેજી તરેહનું હાસ્યપ્રધાન રમૂજી અઠવાડિક. શરૂઆતમાં તે ઉગ્ર ઉદ્દામવાદી હતું, પણ પાછળથી ધીમે ધીમે મિતવાદી બન્યું અને રાજકારણના ઝોકથી અળગું રહ્યું. તેની શરૂઆત રાજાશાહી વિરુદ્ધ લોકમતની પ્રચંડ તરફેણ રૂપે થઈ હતી. રાણી વિક્ટોરિયા અને તેનાં સંતાનોને લક્ષમાં…
વધુ વાંચો >પંજાબી ભાષા અને સાહિત્ય
પંજાબી ભાષા અને સાહિત્ય : પંજાબી ભાષા એટલે ઇન્ડો-આર્યન ભાષાકુલની એક આધુનિક ભારતીય ભાષા. લિપિ ગુરુમુખી. કેટલાક લોકો માત્ર અરબી લિપિનો ઉપયોગ કરે છે. તે ભારતના પંજાબ રાજ્ય અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રમુખ ભાષા છે. ગઝનીના મેહમૂદે ઈ. સ.ની અગિયારમી સદીની શરૂઆતમાં પંજાબ ઉપર જીત મેળવી તે સમયથી પ્રચલિત ભાષા.…
વધુ વાંચો >પામુક ફેરિટ ઓરહાન
પામુક, ફેરિટ ઓરહાન (જ. 7 જૂન 1952, ઇસ્તંબૂલ, તુર્કી) : 2૦૦6ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તુર્કી નવલકથાકાર. ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યના પ્રાધ્યાપક. તુર્કી ભાષા અને સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ સૌપ્રથમ લેખક છે. ધીમે ધીમે ઘસાતા જતા, અમીર અને મજૂર વર્ગ વચ્ચેના બુઝર્વા વર્ગના કુટુંબમાં જન્મ. શિક્ષણ ઇસ્તંબૂલની…
વધુ વાંચો >પાલિત દિવ્યેન્દુ
પાલિત, દિવ્યેન્દુ (જ. 5 માર્ચ, 1939, ભાગલપુર, બિહાર ; અ. 3 જાન્યુઆરી 2019 કૉલકાત્તા) : બંગાળી કવિ, નવલકથાકાર, પત્રકાર, ટૂંકી વાર્તા તથા ફિલ્મ અને નાટકોના સમીક્ષક. પશ્ચિમ બંગાળના જાદવપુર વિશ્વવિદ્યાલયમાં તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ કરી તેમણે એમ.એ.ની ઉપાધિ મેળવી. પત્રકારત્વનો વ્યવસાય સ્વીકારી ‘આનંદ બાજાર’ પત્રિકા કૉલકાત્તામાં તેઓ વરિષ્ઠ સહાયક સંપાદક તરીકે…
વધુ વાંચો >પાવેઝા ચેઝારે
પાવેઝા, ચેઝારે (જ. 9 સપ્ટેમ્બર 1908, કુનીઓ, પિડમન્ટ, ઇટાલી; અ. 27 ઑગસ્ટ 1950, ઇટાલી) : ઇટાલીના નવલકથાકાર, કવિ અને ભાષાંતરકાર. ‘હાર્ડ લેબર’ (1936) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેમનાં કાવ્યો વૉલ્ટ વ્હિટમન અને ગી દો ગોઝાનો જેવા કવિઓની અસર તળે લખાયેલાં છે. તેમનાં શ્રેષ્ઠ કાવ્યો ‘લવોરેર સ્ટાન્કા’ (‘વર્ક-વિયરીઝ’, 1936)માં મળે છે. વિશેષ…
વધુ વાંચો >પાસ્તરનાક બૉરિસ લિયૉનિદોવિચ
પાસ્તરનાક, બૉરિસ લિયૉનિદોવિચ (જ. 10 ફેબ્રુઆરી 1890, મૉસ્કો; અ. 30 મે 1960, પેરેડેલ્કિન, મૉસ્કો નજીક) : જગપ્રસિદ્ધ રશિયન કવિ અને નવલકથાકાર. પિતા લિયૉનિદ પ્રાધ્યાપક અને ચિત્રકાર. માતા રોઝાલિયા કૉફમૅન પિયાનોવાદક. ઉછેર ભદ્ર યહૂદી કુટુંબમાં. પિતા લિયો ટૉલ્સ્ટૉયની નવલકથાઓ, રિલ્કાનાં કાવ્યો અને સંગીતકાર સર્ગી રૅચમૅનિનૉફની રચનાઓને આધારે અનેક પાત્રોનું ચિત્રાંકન કરતા.…
વધુ વાંચો >પિન્ડાર
પિન્ડાર (જ. આશરે ઈ. સ. પૂ. 522, સાઇનોસિફાલી, ગ્રીસ; અ. આશરે ઈ. સ. પૂ. 433) : પ્રાચીન ગ્રીસના ઊર્મિકવિ. ‘ઓડ’ પ્રકારની કાવ્યરચનાના કવિ તરીકે તેઓ જાણીતા છે. ઓડ ઉદાત્ત શૈલીનું પંક્તિબદ્ધ ગેય કાવ્ય છે. ઓલિમ્પિયા રમતોત્સવ અને અન્ય ઘટનાઓને નવાજતાં કાવ્યો તેમણે રચ્યાં છે. સ્પાર્ટા, થીબ્ઝ અને સાઇરિનનાં ખાનદાન ઉમરાવ…
વધુ વાંચો >