વિનોદ સોની

પેરૉક્સિઝોમ્સ

પેરૉક્સિઝોમ્સ : કોષમાં આવેલી હાઇડ્રોજન પેરૉક્સાઇડના સંશ્લેષણ અને વિઘટન સાથે સંકળાયેલી અંગિકા. ડી ડુવે અને તેમના સહકાર્યકરોએ (1965) કોષપ્રભાજન(cell fractionation)-પદ્ધતિ દ્વારા આ અંગિકાઓનું યકૃતકોષમાંથી અલગીકરણ કર્યું; જેમાં કેટલાક ઉપચાયી (oxidative) ઉત્સેચકો જેવા કે પેરૉક્સિડેઝ, કૅટાલેઝ, D-ઍમિનો-ઑક્સિડેઝ અને યુરેટ ઑક્સિડેઝ પુષ્કળ પ્રમાણમાં હતા. તે પ્રજીવો, યીસ્ટ, પર્ણકોષો, પાંડુરિત (etiolated) પર્ણપેશી, ભ્રૂણાગ્રચોલ(plumule),…

વધુ વાંચો >

માંસાહારી પ્રાણીઓ

માંસાહારી પ્રાણીઓ (Carnivora) : ખોરાક તરીકે મુખ્યત્વે માંસનું ભક્ષણ કરનાર સસ્તન વર્ગ(class)નાં પ્રાણીઓની એક શ્રેણી (order). સસ્તન વર્ગનાં જરાયુવાળાં કે ઓરધારી (placentals) સસ્તનોની એક શ્રેણી માંસભક્ષી(Carnivora)માં માંસાહારી સસ્તનોનો સમાવેશ થાય છે; જે બધાં શિકારી હોવાથી તેમનાં શરીર શિકાર કરવા, પકડવા તથા ખાવા માટે અનુકૂળ થયેલાં જોવા મળે છે. આવાં પ્રાણીઓની…

વધુ વાંચો >

મૂલર, યોહાનિસ પીટર

મૂલર, યોહાનિસ પીટર (જ. 14 જુલાઈ 1801, કૉબ્લેન્ઝ, ફ્રાંસ; અ. 28 એપ્રિલ 1858) : એક પ્રખર પ્રાણીશાસ્ત્રજ્ઞ. તેઓ મોચીના પુત્ર હતા. 1819માં તેઓ બૉન યુનિવર્સિટીમાં દાખલ થયા અને ‘પ્રાણીઓના હલનચલનના સિદ્ધાંત’ પર નિબંધ લખી તે 1822માં પ્રસિદ્ધ કર્યો. ત્યારપછીનો અભ્યાસ તેમણે બર્લિન યુનિવર્સિટીમાં કર્યો. ત્યારબાદ તેઓ બૉન યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા…

વધુ વાંચો >

સમુદ્રસૃષ્ટિ

સમુદ્રદૃષ્ટિ : પૃથ્વીની સપાટી પરનો 71 % ભાગ સમુદ્ર રોકે છે. જીવોને રહેવા માટેનો સૌથી મોટો આવાસ તે છે. સમુદ્રની એકંદર ઊંડાઈ 4,000 મીટર ગણાય છે. જીવનનો પ્રારંભિક વિકાસ સમુદ્રમાં થયાનું મનાય છે તેથી સમુદ્રને જીવનું પારણું પણ કહે છે. પૃથ્વી પરના અતિસૂક્ષ્મથી માંડી સૌથી મોટા જીવનું અસ્તિત્વ સમુદ્રમાં છે.…

વધુ વાંચો >

સરિસૃપ

સરિસૃપ : પૃષ્ઠવંશી પ્રાણીઓનો પેટે ઘસડાઈ ચાલતો, જમીનનિવાસી પ્રાણીઓનો એક વર્ગ. સરિસૃપ કરોડરજ્જુવાળાં ચતુષ્પાદ (tetrapods) પ્રાણીઓ તેમના ગર્ભની આસપાસ ઉલ્વ(amnion)નું આવરણ આવેલું હોવાથી તે ઉલ્વધારી (amniote) કહેવાય છે. અત્યારે નીચે મુજબની ચાર શ્રેણીઓ (orders) હયાત છે : 1. ક્રૉકોડિલિયા (મગર, કેઇમન, ઍલિગેટર જેવાં પ્રાણીઓ) : 23 જાતિઓ. 2. રિન્કોસિફેલિયા (ન્યૂઝીલૅન્ડના…

વધુ વાંચો >

સસ્તન (Mammal)

સસ્તન (Mammal) : પૃષ્ઠવંશી પ્રાણીઓનો સ્તન કે આંચળ ધરાવતાં અને મોટેભાગે બચ્ચાંને જન્મ આપતાં જળચર કે ભૂચર પ્રાણીઓનો એક વર્ગ. લક્ષણો : સસ્તન પ્રાણીઓ સમતાપી તાપમાન ધરાવતાં અને ચામડી પર વાળનું આવરણ ધરાવતાં એમ્નીઓટ જૂથનાં પ્રાણીઓ છે. તેઓ બાહ્યકર્ણ એટલે કે કર્ણપલ્લવ (pinna) ધરાવે છે. મધ્ય-કર્ણ ઇન્કસ, મેલિયસ અને સ્ટેપીસ…

વધુ વાંચો >

સહજીવન (symbiosis)

સહજીવન (symbiosis) : સજીવ સૃદૃષ્ટિના બે અથવા વધારે અલગ અલગ જાતિના (species) સભ્યોની લાંબા કે ટૂંકા સમય માટે એકબીજાના ગાઢ સંપર્કમાં રહી જીવન વ્યતીત કરવાની જીવનશૈલી. નિસર્ગમાં આવું સહજીવન વ્યતીત કરતા જીવો એકબીજાને લાભકારક કે હાનિકારક થાય એ રીતે કે તટસ્થ વૃત્તિથી જીવન જીવતા હોય છે. સામાન્ય રીતે પૃથ્વી ઉપર…

વધુ વાંચો >

સંજીવનશક્તિ (regeneration)

સંજીવનશક્તિ (regeneration) : સજીવોમાં ભાંગી ગયેલાં કે નુકસાન પામેલાં અંગો કે ઉપાંગોની પુન: સાજાં થવાની પ્રક્રિયા. વિવિધ સજીવ સમૂહોમાં આ સંજીવનશક્તિ ઓછાવત્તા પ્રમાણમાં હમેશાં થતી રહે છે. કેટલાક લેખકો આ ક્રિયાને પુન: સમગઠન (reconstruction) તરીકે ઓળખાવે છે. પૌરાણિક કથાઓમાં કપાઈ ગયેલાં અંગોમાંથી રાક્ષસ પુન: પેદા થાય એવી ઘટનાઓ સાંભળવામાં આવે…

વધુ વાંચો >

સંવનન (courtship)

સંવનન (courtship) : પ્રજનનાર્થે દ્વિલિંગી પ્રાણીઓના નર અને માદા પ્રજનકો એકબીજાના સંપર્કમાં આવે એ હેતુસર તેમને આકર્ષવા માટેની કુદરતી સંઘટનાત્મક કાર્યવિધિ. મૃત્યુ એક અનિવાર્ય ઘટના હોવાથી વંશવેલો ચાલુ રાખવા સંતતિનું નિર્માણ થાય તે આવદૃશ્યક છે. એક જ જાતના નર અને માદા સભ્યો એકઠાં થતાં સંગમ(mating)ના પરિણામે જનનકોષોના યુગ્મનથી નવી પ્રજા…

વધુ વાંચો >

સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન)

સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન) : વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓની બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુને અનુલક્ષીને થતી અવરજવર. તે મનુષ્ય ઉપરાંત પક્ષીઓ અને કીટકોને પણ સ્પર્શે છે. આકૃતિ 1 : કેટલાંક યાયાવર પક્ષીઓના સ્થળાંતરી માર્ગો : (1) લાલકંઠી સક્કરખોરો (ઉત્તર અમેરિકાથી મધ્ય અમેરિકા તરફ), (2) કાળી ચાંચ ફૂત્કી (કૅનેડાથી…

વધુ વાંચો >