વસંત પરીખ
અભાવ
અભાવ : વૈશેષિક દર્શન અનુસાર જે નથી તે. ‘વૈશેષિકસૂત્ર’માં દ્રવ્યગુણ વગેરે છ ભાવપદાર્થો સ્વીકારાયા છે. પરંતુ પછીના ‘સપ્તપદાર્થી’ વગેરે ગ્રંથોમાં અભાવને પણ એક સ્વતંત્ર પદાર્થનું સ્થાન આપવામાં આવ્યું. તેમાં ‘જે ભાવથી ભિન્ન તે અભાવ’ એવું અભાવનું લક્ષણ દર્શાવાયું છે. એટલે કે જે ‘નથી’ તે. પરંતુ આ તો વિરોધાભાસ લાગે પણ…
વધુ વાંચો >અભિનવગુપ્ત
અભિનવગુપ્ત (જ. 950 A.D. શંકારા, કાશ્મીર; અ. 1016, મનગામ, કાશ્મીર) : કાશ્મીરી શૈવદર્શન અને ભારતીય કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ આચાર્ય. મમ્મટ જેવા આચાર્યો પણ એમનો આદરપૂર્વક આચાર્ય અભિનવગુપ્ત કે અભિનવગુપ્તપાદાચાર્ય તરીકે ઉલ્લેખ કરે છે. એમણે, પોતે જ પોતાના કેટલાક ગ્રંથોમાં ખાસ કરીને ‘તંત્રાલોક’નામના ગ્રંથમાં પોતાનાં જીવન, સમય અને કૃતિઓ વિશે વિગતો આપી…
વધુ વાંચો >અવિદ્યા
અવિદ્યા : પદાર્થનું અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન. બુદ્ધિ (જ્ઞાન) બે પ્રકારની છે : વિદ્યા અને અવિદ્યા. પદાર્થનું જ્ઞાન તે વિદ્યા, અને અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન તે અવિદ્યા છે (વૈશેષિક સૂ. 9-2, 13). અવિદ્યાના ચાર પ્રકાર છે : સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન. (1) ભિન્ન ધર્મોવાળા પદાર્થોના સમાન ધર્મોને જ જોવાથી…
વધુ વાંચો >અસત્કાર્યવાદ (આરંભવાદ)
અસત્કાર્યવાદ (આરંભવાદ) : ન્યાયવૈશેષિક દર્શનનો એક સિદ્ધાંત. કારણમાંથી ઉત્પન્ન થયેલું કાર્ય પૂર્વે અસત્ હતું ને પછી નવેસર ઉત્પન્ન થયું તે મત. ન્યાયવૈશેષિક એ બાહ્યાર્થવાદી દર્શન છે. એના મતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, અનાદિ નથી, જગતની સંરચનામાં મુખ્યત્વે સ્થૂળ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્યો ભાગ ભજવે છે. આ…
વધુ વાંચો >આત્મા
આત્મા એક સ્વતંત્ર ચેતનતત્વ. ચાર્વાક દર્શન સ્વતંત્ર ચેતનતત્વને માનતું નથી અને જ્ઞાનને ચાર ભૂતોના સંયોજનથી ઉદભવતો ગુણ (emergent quality) ગણે છે. અર્થાત્ ચાર ભૂતોથી સ્વતંત્ર, આ ગુણના આશ્રયભૂત ચેતનદ્રવ્ય તેમણે સ્વીકાર્યું નથી. જૈન અને બૌદ્ધ દર્શન જણાવે છે કે જ્ઞાનગુણ ભૌતિક ગુણોથી એટલો વિલક્ષણ છે કે તે ચાર ભૂતોમાંથી ઉદભવી…
વધુ વાંચો >આર્ષજ્ઞાન
આર્ષજ્ઞાન : ઋષિઓનું ત્રિકાળજ્ઞાન. વૈશેષિક દર્શન અનુસાર જ્ઞાન(= વિદ્યા)ના ચાર પ્રકાર છે : પ્રત્યક્ષ, લૈંગિક (= અનુમાન), સ્મૃતિ અને આર્ષ. પ્રશસ્તપાદ કહે છે તેમ સામ્નાય એટલે કે આગમોના પ્રણેતા ઋષિઓનું જે અતીન્દ્રિય પદાર્થોનું ભૂત, ભાવિ અને વર્તમાનકાળનું જ્ઞાન તે આર્ષજ્ઞાન. આ જ્ઞાન લિંગ વગેરેની અપેક્ષા રાખતું નથી, પણ તે આત્મા…
વધુ વાંચો >ઉપાધિ (ન્યાયદર્શન)
ઉપાધિ (ન્યાયદર્શન) : સમીપવર્તી વસ્તુને પોતાનો ગુણધર્મ આપે તે. જેમ કે સામે મૂકેલા લાલ ફૂલથી શ્વેત સ્ફટિક પણ લાલ લાગે છે. ત્યાં લાલ ફૂલ ઉપાધિ કહેવાય. ન્યાયદર્શનોમાં ઉપાધિનો સંદર્ભ અનુમાનપ્રમાણ સાથે છે. અનુમાનનો આધાર વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે હેતુ અને સાધ્ય વચ્ચેનો નિયત સ્વાભાવિક સંબંધ. ‘જ્યાં ધૂમ ત્યાં અગ્નિ’ એ…
વધુ વાંચો >કણાદ
કણાદ (ઈ. પૂ. આ. છઠ્ઠી સદી) : વૈશેષિક દર્શનની વિચારધારાને સૌપ્રથમ સૂત્રબદ્ધ કરનાર મહર્ષિ. તેમને કણભુક કે કણભક્ષ પણ કહેવામાં આવ્યા છે. ખેતરમાં લણ્યા પછી પડી રહેલા અનાજના કણનું જ તે ભોજન કરતા હતા તેથી અથવા પરમાણુ(કણ)નું અદન (એટલે કે નિરૂપણ) કરતા હતા તેથી તેમને કણાદ કહેવામાં આવ્યા હશે. શિવે…
વધુ વાંચો >કર્મ
કર્મ : વૈદિક ક્રિયાકર્મ. કર્મ એટલે ક્રિયાવ્યાપાર, ચેષ્ટા. ધાતુના તિઙન્ત કે કૃદન્તનો અર્થ. ‘દેવદત્ત ફળ ખાય છે’ : એ વાક્યમાં ‘ખાય છે’ એટલે ખોરાક મુખમાંથી ગળે ઉતારવારૂપ વ્યાપાર કરે છે, તે કર્મ કહેવાય. ‘કર્મ’ એ નામશબ્દ છે અને કારક સંબંધે તે ક્રિયા સાથે જોડાયેલો હોય છે. ઉપરના વાક્યમાં ‘ફળ’ એ…
વધુ વાંચો >ધ્વન્યાલોક (નવમી સદી)
ધ્વન્યાલોક (નવમી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના ધ્વનિનું નિરૂપણ કરતો શકવર્તી ગ્રંથ. તેના લેખક આનંદવર્ધન કાશ્મીરનરેશ અવન્તિવર્મા (ઈસુની નવમી સદી)ની સભામાં વિદ્વાન કવિ હતા. એમની પૂર્વે અને પછી પણ કાવ્યમાં આત્મા અથવા પ્રધાન તત્ત્વ કયું છે એ પ્રશ્નની ચર્ચાવિચારણા થયા કરતી હતી. આનંદવર્ધન પૂર્વે કાવ્યમાં ગુણ, અલંકાર, રીતિ કે રસમાંથી કોઈ…
વધુ વાંચો >