વનસ્પતિશાસ્ત્ર
ટર્નિપના રોગો
ટર્નિપના રોગો : જુઓ, સલગમ
વધુ વાંચો >ટર્નેરેસી
ટર્નેરેસી : દ્વિદળી વર્ગનું 6 પ્રજાતિ અને લગભગ 110 જાતિઓ ધરાવતું મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકન વનસ્પતિઓનું કુળ. ટર્નેરા 60 જાતિઓ ધરાવતી સૌથી મોટી પ્રજાતિ છે. તેની એક જાતિ ટૅક્સાસમાં છે. T. ulmifolia જેનો ઉદગમ વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણનો હોવા ઉપરાંત ફ્લૉરિડામાં તેનો ઉછેર થઈ શક્યો છે. ત્રણ પ્રજાતિઓ અને ચાર જાતિઓ…
વધુ વાંચો >ટર્મિનાલિયા
ટર્મિનાલિયા : દ્વિદળી વર્ગના કૉમ્બ્રિટેસી કુળની પર્ણપાતી વૃક્ષોની બનેલી મોટી પ્રજાતિ. તેનું કાષ્ઠમય આરોહી સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે. તેની વિશ્વમાં લગભગ 135 જેટલી જાતિઓ થાય છે અને એશિયા, આફ્રિકા અને અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં 16 જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિની ભારતમાં થતી અગત્યની જાતિઓમાં…
વધુ વાંચો >ટાઇફા
ટાઇફા : વનસ્પતિના એકદળી વર્ગની ટાઇફેસી કુળની પ્રજાતિ. તે પ્રસારિત ગાંઠામૂળીયુક્ત, ઉભયવાસી જલોદભિદ અને શાકીય જાતિઓ ધરાવે છે અને ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં ફેલાયેલી હોય છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ – Typha australis, Schum and Thonn. (ગુ. ઘાબાજરિયાં), T. elephantina Roxb (અંગ્રેજી elephant grass) અને T. laxmanii, Lepech (અં. scented…
વધુ વાંચો >ટિનોસ્પોરા
ટિનોસ્પોરા : વનસ્પતિના દ્વિદળી વર્ગની મેનીસ્પર્મેસી કુળની પ્રજાતિ. વિશ્વમાં તેની 8 જેટલી જાતિઓ થાય છે. Tinospora cordifolia (Willd) Miers. ex Hook. F. & Thoms. હિં. अमृता, ગુ. ગળો અને મ. गुळवेल, અં. ગુલાંચા ટિનોસ્પોરા. તે એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વિતરણ પામેલી વેલ છે. ગળો વિશાળ, સુંવાળી અને પર્ણપાતી…
વધુ વાંચો >ટીકોમા
ટીકોમા : વનસ્પતિના દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની પ્રજાતિ. તે ઉષ્ણ કટિબંધમાં થતી કાષ્ઠમય આરોહી ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપ જાતિઓ ધરાવે છે. T. leucoxylon, Mart. ઉષ્ણ કટિબંધીય અમેરિકાનું વૃક્ષ છે. Tecoma grandifloraને કેસરી રંગનાં નલિકાકાર કે નિવાપ આકારનાં મોટાં પુષ્પો અગ્રસ્થ કલગી સ્વરૂપે આવે છે, મોટેભાગે વસંત ઋતુમાં પણ ક્યારેક વહેલાંમોડાં…
વધુ વાંચો >ટીમરુ
ટીમરુ : સં. तिन्दुक, હિં. तेंदु, ગુ. ટીંબરવો, ટીમરુ, મ. टेंभुरणी. વનસ્પતિના દ્વિદળી વર્ગના એબેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Diospyros melanoxylon Roxb. છે. ઉષ્ણકટિબંધનાં શુષ્ક તેમજ ભેજયુક્ત પર્ણપાતી જંગલોમાં સાગ, હળદરવો, સાદડ અને આમળાંની સાથે ઊગતું મધ્યમ કદથી માંડીને વિશાળ કદના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તેની ઊંચાઈ 18.0થી…
વધુ વાંચો >ટીલીયેસી
ટીલીયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 62 પ્રજાતિઓ અને 800 જાતિઓનો સમાવેશ થયેલો છે. તે ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે અગ્નિ એશિયા અને બ્રાઝિલમાં વિતરણ પામેલી છે. ભારતમાં 14 પ્રજાતિઓ અને 110થી વધારે જાતિઓ નોંધાયેલી છે. Corchorus capsularis, L (શણ); C. olitorius, L. (બોરછુંછ) Grewia subinequalis, DC.…
વધુ વાંચો >ટીલોમ સિદ્ધાંત
ટીલોમ સિદ્ધાંત (telome theory) : ઉત્ક્રાંતિ દરમિયાન આદ્ય ભૌમિક વનસ્પતિઓના અત્યંત સરળ બીજાણુજનકમાંથી અર્વાચીન જટિલ બીજાણુજનકમાં થયેલા રૂપાંતરને સમજાવતો સિદ્ધાંત. આ સિદ્ધાંત સૌપ્રથમ ઝિમરમૅને રજૂ કર્યો (1930). પરંતુ તેમાં અનેક સુધારાવધારા કર્યા પછી પૂર્ણ સ્વરૂપે તે 1952માં પ્રસિદ્ધ થયો. આ પહેલાં ઝાક્સે પ્રકાંડને સ્તમ્ભોમ (caulome), પર્ણને પર્ણોમ (phyllome), મૂળને પ્રમૂલ…
વધુ વાંચો >ટી. સી. એ. ચક્ર
ટી. સી. એ. ચક્ર : જુઓ, ‘ચયાપચય’
વધુ વાંચો >