વનસ્પતિશાસ્ત્ર

ક્રેસા

ક્રેસા (Cressa) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી કન્વોલ્વ્યુલેસી કુળની એક પ્રજાતિ. ગુ. નામો રુદ્રવંતી, ખરેડી, ઉના, ખારિયું, પડિયો છે. તેની એક જ જાતિ ગુજરાતના દરિયાકિનારે, વેરાવળ – દ્વારકા – ઓખા તેમજ ભાલવિસ્તાર – ધોળકાથી ધંધૂકા સુધી સૂકા તળાવની આસપાસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ભૂખરા રંગની રોમમય શાકીય વનસ્પતિ છે.…

વધુ વાંચો >

ક્રેસ્યુલેસિયન ઍસિડ ચયાપચય

ક્રેસ્યુલેસિયન ઍસિડ ચયાપચય : જુઓ પ્રકાશસંશ્લેષણ

વધુ વાંચો >

ક્રૉસેન્ડ્રા પ્રજાતિ

ક્રૉસેન્ડ્રા પ્રજાતિ (Crossandra genus) : વર્ગ દ્વિબીજદલાના કુળ Acanthaceae-નો બારે માસ ફૂલોથી શોભતો કાંટાંવાળો નાનો છોડ. તેની પાંખડીઓ કેસરી – કેસરીપીળા રંગની અને નિપત્રો લીલાં સફેદ નસોવાળાં હોય છે. તેની મુખ્યત્વે ત્રણ જાતો વવાય છે. C. undulaefolia Saltsh તે અબોલી, C. flavasib તે કાંસી અને C. nilotica L તે સમી.…

વધુ વાંચો >

ક્રૉંક્વિસ્ટ, આર્થર

ક્રૉંક્વિસ્ટ, આર્થર (Cronquist Arthur) (જ. 19 માર્ચ 1919, સાન જોસ, કૅલિફૉર્નિયા; અ. 22 માર્ચ 1992, ઉટાહ) : વિખ્યાત અમેરિકન વર્ગીકરણશાસ્ત્રી. તેમણે ઉટાહ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને અનુસ્નાતક ઉપાધિઓ મેળવી. વનસ્પતિઓની ઓળખ, ચાવીઓ અને આંતરસંબંધો વિશે કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવીને ત્યાં જ પ્રાધ્યાપક તરીકે જોડાયા. વનસ્પતિના બાહ્ય આકારના અભ્યાસ અને સતેજ…

વધુ વાંચો >

ક્લેડોઝાયલેલ્સ

ક્લેડોઝાયલેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના ટેરોપ્સિડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. આ ગોત્રના મળેલા અવશેષો પેલિયોઝોઇક યુગના ઉપરના (upper) ડેવોનિયન કાળથી મધ્ય (middle) કાર્બોનિફેરસ કાળ પૂરતા સીમિત છે. દ્વિશાખિત, બહુમધ્યરંભી પ્રકાંડ; વંધ્ય અને ફળાઉ; વિભાજિત પર્ણો; દરેક પર્ણની ટોચ ઉપર એક બીજાણુધાની ધરાવે છે. તેનું કાષ્ઠ મૃદુતકોથી ભરપૂર હોય છે. તેની ચાર…

વધુ વાંચો >

ક્લેમેટિસ પ્રજાતિ

ક્લેમેટિસ પ્રજાતિ (Clematis Genus) : જુઓ મોરવેલ

વધુ વાંચો >

ક્લેરોડેન્ડ્રોન

ક્લેરોડેન્ડ્રોન : વર્ગ દ્વિબીજદલાના કુળ વર્બિનેસીનો વેલારૂપ છોડ તે અજા – C. Splendens R. Br. અને આકર્ષક વૃક્ષરૂપ છોડ તે થૉમ્સન – C. thomsonae Balfour. તે વેલને ચડવા માટે મજબૂત કમાન કે દીવાલનો ટેકો જોઈએ. શિયાળામાં રાતાં ફૂલનાં ઝૂમખાં લચી પડે છે અને આહલાદક ફૂલો ક્વચિત્ વસંતઋતુ સુધી રહે છે.…

વધુ વાંચો >

ક્લૉરેલા

ક્લૉરેલા : અપુષ્પ એકાંગી વિભાગમાં લીલ (algae) વર્ગની હરિત લીલ(ક્લૉરોફાયસીએ)ની એક પ્રજાતિ. તે એકકોષી લીલ છે. મીઠા પાણીના તળાવમાં કે ખાબોચિયામાં, ભેજવાળી જમીનમાં વૃક્ષના પ્રકાંડ પર અને કૂંડામાં કે દીવાલો પર તેના થર બાઝી જાય છે. તે પ્યાલાકાર નીલકણ ધરાવે છે. પ્રકાશ-સંશ્લેષણનાં ગૂઢ રહસ્યો પામવા તે લીલનો બહોળો ઉપયોગ પ્રયોગશાળામાં…

વધુ વાંચો >

ક્લૉરોફિલ

ક્લૉરોફિલ : બધી જ લીલી વનસ્પતિમાંના લીલા રંગ માટેનો કારણભૂત રંગક (pigment). આ રંગક પ્રકાશની હાજરીમાં CO2 તથા H2Oમાંથી શર્કરા બનાવે છે. આ પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણ તરીકે જાણીતી છે તથા તેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક મેળવી લે છે. ક્લૉરોફિલના ટેટ્રાપાયરોલ પોરફિરિન ચક્રીય બંધારણમાં મધ્યમાં મૅગ્નેશિયમ રહેલું હોય છે. ક્લૉરોફિલનું બંધારણ 1906થી…

વધુ વાંચો >

ક્લૉરોસિસ

ક્લૉરોસિસ : તત્વો કે ધાતુઓની ઊણપને કારણે પર્ણનો સાધારણ લીલો રંગ ઉત્પન્ન ન થતાં પાંદડું પીળું દેખાય તે સ્થિતિ. હરિતરંજકોના સંશ્લેષણ માટે Mn, K, Zn, Cu, Mg, Fe તથા N આવશ્યક છે. તેની ગેરહાજરી કે ઊણપ ક્લૉરોસિસમાં પરિણમે છે. ભરપૂર N મેળવતા છોડને મોટે ભાગે ઘેરા લીલા રંગનાં પુષ્કળ પર્ણો…

વધુ વાંચો >