ક્લેરોડેન્ડ્રોન : વર્ગ દ્વિબીજદલાના કુળ વર્બિનેસીનો વેલારૂપ છોડ તે અજા – C. Splendens R. Br. અને આકર્ષક વૃક્ષરૂપ છોડ તે થૉમ્સન – C. thomsonae Balfour.

તે વેલને ચડવા માટે મજબૂત કમાન કે દીવાલનો ટેકો જોઈએ. શિયાળામાં રાતાં ફૂલનાં ઝૂમખાં લચી પડે છે અને આહલાદક ફૂલો ક્વચિત્ વસંતઋતુ સુધી રહે છે. ફૂલો આવી ગયા પછી છાંટણી – કાપકૂપ કરવાથી વેલને પછીની ઋતુમાં ઊગવામાં વેગ મળે છે. બીજથી, કલમથી કે બાજુમાંથી ફૂટતા પીલા છૂટા કરીને વાવવાથી વંશવૃદ્ધિ જળવાય છે.

મ. ઝ. શાહ