ક્રૉસેન્ડ્રા પ્રજાતિ (Crossandra genus) : વર્ગ દ્વિબીજદલાના કુળ Acanthaceae-નો બારે માસ ફૂલોથી શોભતો કાંટાંવાળો નાનો છોડ. તેની પાંખડીઓ કેસરી – કેસરીપીળા રંગની અને નિપત્રો લીલાં સફેદ નસોવાળાં હોય છે.

તેની મુખ્યત્વે ત્રણ જાતો વવાય છે. C. undulaefolia Saltsh તે અબોલી, C. flavasib તે કાંસી અને C. nilotica L તે સમી. બગીચાની કિનારે વાવેલા 50થી 60 સેમી. ઊંચા છોડ સુંદર લાગે છે.

મ. ઝ. શાહ