વનસ્પતિશાસ્ત્ર
કોનીન
કોનીન (coniine) : ઉમ્બેલીફેરા વર્ગના હેમલૉક(hemlock, conium macalatum)ના છોડમાંથી મળતા આલ્કેલૉઇડ્ઝનો મુખ્ય ઘટક. યુરોપ, એશિયા અને અમેરિકામાં હેમલૉકના છોડ ઊગે છે. ઈ. પૂર્વે 399માં સૉક્રેટીસને મૃત્યુદંડ માટે હેમલૉકનું તેલ (oil of hemlock) પાવામાં આવેલું. હેમલૉક આલ્કેલૉઇડ્ઝ સમૂહમાંનો પ્રથમ સંશ્લેષણ કરેલો આલ્કેલૉઇડ કોનીન છે. હેમલૉકમાંના ચાર આલ્કેલૉઇડ્ઝમાંથી 1831માં કોનીન છૂટું પાડવામાં…
વધુ વાંચો >કૉન્વોલ્વ્યૂલેસી
કૉન્વોલ્વ્યૂલેસી : વર્ગ દ્વિદલાનું એક કુળ. આ કુળમાં 56 પ્રજાતિ અને 1820 જાતિઓનો સમાવેશ થયેલો છે, જે મુખ્યત્વે ઉષ્ણ અને અધ:-ઉષ્ણ પ્રદેશોમાં વિસ્તરણ પામેલ છે. તે રંગીન નિવાપાકાર સુંદર પુષ્પો માટે શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. શાકીય, ઘણીખરી આરોહી, કેટલીક ટટ્ટાર જાતિઓ, ભાગ્યે જ ક્ષુપ કે વૃક્ષ; પર્ણો સાદાં…
વધુ વાંચો >કૉફી
કૉફી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની વનસ્પતિ. વ્યાપારિક કૉફીના સ્રોત તરીકે 4 કે 5 જાતિઓ મહત્વની છે. Coffea arabica Linn (અરેબિયન કૉફી) સૌથી વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવતી જાતિ છે. C. Liberica Bull ex Hiern (લાઇબેરિયન કૉફી), C. or busta Linden (કૉંગો કૉફી) અને C. stenophylla G. Don (સાયેરા લિયૉન…
વધુ વાંચો >કોબીજ
કોબીજ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn var. capitata Linn. f. (હિં. બંદ-ગોબી, પટાગોભી; બં. બંધકાપી, કોપી; ગુ. કોબીજ; મ. કોબી; ક. યેલેકોસુ; મલા. મુટ્ટાકોસે; તા. મુટ્ટાઈકોસે; તે. આલુગોબી, કેબેજ; અં. કૅબેજ) છે. કોબીજ વર્ગના પાકોમાં કોબીજ, કૉલીફ્લાવર અને નોલકોલ અગત્યના…
વધુ વાંચો >કૉમેલીના
કૉમેલીના : દ્વિદલા વર્ગના કૉમેલીનેસી કુળની એક પ્રજાતિ. તે લગભગ 185 જાતિઓ ધરાવે છે, જે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિઓ છે. તે ઉષ્ણ અને અધ:ઉષ્ણ પ્રદેશમાં વિસ્તરેલી છે. ભારતમાં 20થી વધારે જાતિઓ થાય છે, તે પૈકી 6 જાતિઓ વ્યાપક વિસ્તરણ ધરાવે છે. C. benghalensis, Linn (સં. कान्वता, હિં. कांचारा). મોટું…
વધુ વાંચો >કોમ્પોઝિટી
કોમ્પોઝિટી : ઉત્ક્રાન્તિની ર્દષ્ટિએ દ્વિદલા વર્ગની વધુ વિકસિત વનસ્પતિનું કુળ. તેમાં 1,000 પ્રજાતિ અને 15,000થી 23,000 જાતિઓનો સમાવેશ થયેલો છે. આ કુળની વનસ્પતિઓ સર્વત્ર થતી હોઈ સર્વદેશીય છે. તે જલોદભિદ, મધ્યોદભિદ કે શુષ્કોદભિદ જાતિઓ ધરાવે છે. ઘણે ભાગે શાકીય. બહુ ઓછી જાતિ ક્ષુપ, વૃક્ષ કે કાષ્ઠમય આરોહી હોય. ઘણી વખત…
વધુ વાંચો >કૉમ્બ્રીટમ
કૉમ્બ્રીટમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી મોટું આરોહી ક્ષુપ સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેની 400 જેટલી જાતિઓનું દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. Combretum grandiflorum કઠલતા (liana) છે. તેનાં પર્ણો સાદાં સંમુખ, લંબગોળાકાર અને અનુપર્ણીય (exstipulate) હોય છે. આ વેલ વજનદાર હોવાથી તેને મજબૂત…
વધુ વાંચો >કૉમ્બ્રેટેસી
કૉમ્બ્રેટેસી : વર્ગ દ્વિદલાનું એક નાનકડું કુળ. તેનું વિસ્તરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે 20 પ્રજાતિ અને 600 જાતિઓ ધરાવે છે. મોટાભાગની જાતિઓ ટર્મિનાલિયા અને કૉમ્બ્રીટમ પ્રજાતિની છે. મુખ્યત્વે વૃક્ષ કે ક્ષુપ, કેટલીક વખત કાષ્ઠમય આરોહી, પ્રકાંડમાં દ્વિપાર્શ્વસ્થ વાહીપુલો; પર્ણો સાદાં, સમ્મુખ, અખંડિત, અનુપપર્ણીય; પુષ્પવિન્યાસ અપરિમિત; શૂકિ અથવા…
વધુ વાંચો >કૉર્ડાઇટેલ્સ
કૉર્ડાઇટેલ્સ : અનાવૃતબીજધારી વનસ્પતિઓના કોનિફરોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રનો ઉદભવ સંભવત: ઉપરિ ડેવોનિયન ભૂસ્તરીય યુગમાં થયો હતો તે પર્મોકાર્બનિફેરસ ભૂસ્તરીય યુગ (Permrocarboniferous) અને મધ્યજીવી (Mesozoic) કલ્પ(era)માં પ્રભાવી હતું અને તે ગાળા દરમિયાન આ ગોત્રે વિશ્વનાં સૌપ્રથમ વિશાળકાય જંગલોનું સર્જન કર્યું હતું. આ ગોત્ર જુરાસિક ભૂસ્તરીય યુગમાં વિલુપ્ત થયું હતું.…
વધુ વાંચો >કૉર્ડિયા
કૉર્ડિયા : બો. ના. કૉર્ડિયા સેબેસ્ટીના. ગૂંદાની જાતનું ઝાડ. ઘણુંખરું નાના કદમાં થતું આ ઝાડ ઝડપથી વધે છે. એનાં પાન 15થી 20 સેમી. મોટાં થાય છે. નારંગી-લાલ રંગનાં ફૂલ મુખ્યત્વે શિયાળામાં થાય છે, પરંતુ બીજી ઋતુમાં પણ થોડાંઘણાં ફૂલ જોવા મળે છે. ઘણા બગીચામાં આ ઝાડ જોવા મળે છે. મોટાં…
વધુ વાંચો >