વનસ્પતિશાસ્ત્ર
કીટાહારી વનસ્પતિ
કીટાહારી વનસ્પતિ પતંગિયાં, તીતીઘોડા અને ફૂદાં જેવા કીટકોને પકડી, ભક્ષણ કરીને તેમના પ્રોટીનયુક્ત દેહમાંથી રૂપાંતરિત પર્ણસપાટી વડે જરૂરી નાઇટ્રોજન, કંઈક અંશે સલ્ફર અને ફૉસ્ફરસ મેળવતી વનસ્પતિઓ. આ વનસ્પતિઓ સ્વાવલંબી છે; કારણ કે તે પ્રકાશસંશ્લેષી સાધન ધરાવે છે. તે કાદવકીચડવાળી પોચી ભૂમિમાં થાય છે. એ જમીનમાં નાઇટ્રોજનનો પુરવઠો અપૂરતો હોય છે.…
વધુ વાંચો >કીડામારી
કીડામારી : દ્વિદળીવર્ગમાં આવેલા એરિસ્ટોલોકિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia bracteolata Lam. syn. A. bracteata Deta. (સં. ધૂમ્રપત્રા, હિં. કીડામારી; બં. તામાક; મ. ગિધાન, ગંધન, ગંધાટી; ક. કરિગિડ, કત્તગિરિ; તે ગાડિદેગાડાપારા, ત. અડુટિન્નાલાઇ; અં. બ્રેક્ટિયેટેડ બર્થવર્ટ) છે. તે એક પાતળી, ઉચ્ચાગ્રભૂશાયી (decumbent), અરોમિલ (glabrous), 30 સેમી.થી 45 સેમી.…
વધુ વાંચો >કુકરબિટેસી
કુકરબિટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળ સામાન્યત: ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે; આમ છતાં કેટલીક જાતિઓ ‘સમશીતોષ્ણ કટિબંધમાં મળી આવે છે. આ કુળમાં લગભગ 100 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. ગુજરાતમાં આ કુળની 15 પ્રજાતિઓ અને 34 જેટલી જાતિઓ થાય છે.…
વધુ વાંચો >કુબો
કુબો : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leucas માજપોતદૂહે (Roxb. ex Roth) Spr (દ્રોણયુદ્ધ; ગુ. ડોશીનો કુબો; અં tumboan) છે. આ પ્રજાતિની 11 જાતો ગુજરાતમાં મળે છે. તેઓ તેમાં રોમયુક્ત ચતુષ્કોણીય પ્રકાંડમાંથી સુગંધી બાષ્પશીલ તેલ મળે છે. તેનાં સફેદ પુષ્પો ઑક્ટોબરથી નવેમ્બરમાં ગાઢ સમૂહમાં ગોઠવાયેલાં…
વધુ વાંચો >કુલિંજન
કુલિંજન : એકદળી વર્ગમાં આવેલા ઝિંજીબરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alpinia galanga syn. A. galanga; Amomum galanga (સં. કોનવચા; હિં., બં., મ., ગુ. કુલિંજન; ક. કોળંજન; મલ. અરાથા; ત. પેરારાથેઈ અં. ગ્રેટર ગેલંગલ) છે. તે 1.8 મી.થી 2.4મી. ઊંચી, બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનું ભૂમિગત પ્રકાંડ કંદિલ, સુરભિત…
વધુ વાંચો >કુંવારપાઠું
કુંવારપાઠું : એકદળી વર્ગમાં આવેલા લીલીયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aloe barbadensis Mill. syn Aloe vera (સં. कुमारी; ગુ. કુંવાર; અં. Trucaloe, Barbados) છે. તે 30થી 40 સેમી. ઊંચા થાય છે. તેની શાખાઓ વિરોહ રૂપે, ભૂગર્ભીય પ્રકાંડ; મૂલરૂક; માંસલ; તલસ્થાને પહોળાં આછાં લીલાં કંટકીય, કિનારીવાળાં સાદાં પર્ણો, ઑગસ્ટથી…
વધુ વાંચો >કૂકડવેલ (કુકરપાડાની વેલ)
કૂકડવેલ (કુકરપાડાની વેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa echinata Roxb. (સં. દેવદાલી; હિં. સોનૈયા, બંદાલ, બિદાલી; બં. દેયતાડા; મ. દેવડાંગરી, કાંટેઇન્દ્રાવણ; ક. દેવદાળી, દેવડંગર; તે. ડાતરગંડી; અં. બ્રિસ્ટલીલ્યુફા) છે. તે પાતળી, અલ્પ પ્રમાણમાં રોમિલ અને ખાંચવાળું પ્રકાંડ ધરાવતી સૂત્રારોહી વનસ્પતિ છે. તે ઉત્તર…
વધુ વાંચો >કૂંવાડિયો
કૂંવાડિયો : દ્વિદળી વર્ગના સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia tora Linn. (સં. ચક્રમર્દ; હિં. પવાડ, બં. એડાંચી, ચાકુંદા; મ. તરોટા, ટાકળા; ક. ટકરીકે; તે. ટાંટ્યમુ, તગિરિસ; તા. તગેરે, વિંદુ; મલ. તકર; અં. ઓવલલીવ્ડ કેશ્યા) છે. તે નાનો, 30 સેમી.થી 100 સેમી. ઊંચો, શાકીય, એકવર્ષાયુ, અપતૃણ તરીકે ઊગી…
વધુ વાંચો >કૃષ્ણકમળ
કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…
વધુ વાંચો >કૃષ્ણવડ
કૃષ્ણવડ : હિ. कृष्णकटोरी; ગુ. માખણકટોરી; અં. Krishna’s butter-cup. દ્વિદલા વર્ગના ઉપવર્ગ અદલાના કુલ Urticaceaeનું મધ્યમથી નીચા કદનું વૃક્ષ. તેનાં પાન સાદાં, વડનાં પાન જેવા આકારવાળાં હોય છે. તે અદંડી છે પરંતુ ડીંટાને બદલે પર્ણપત્ર નીચલી બાજુએ વળી ખિસ્સા જેવો પ્યાલો બનાવે છે. તેનું વૃક્ષ સયાજીબાગ, વડોદરા અને રાણીબાગ, મુંબઈમાં…
વધુ વાંચો >